< Malekha 5 >

1 Vakhincha uluvafu ulonge ulwa nyanja, huvu Gerasi
તેઓ સમુદ્રને પાર ગેરાસાનીઓના દેશમાં ગયા.
2 U Yiisu vu ikhoma mu mbwato, umunu unya mepo imbivi akhincha khumwene vuikhomela khumapumba.
ઈસુ હોડીમાંથી ઊતર્યા, એટલે કબરસ્તાનમાંથી અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ તેમને મળ્યો.
3 U munu tamaga khumapumba. Asikholi aveawesinche ukhunsiga. Akhongiwe mara khingi ne minyololo.
તે કબરસ્તાનોમાં રહેતો હતો; અને સાંકળોથી પણ કોઈ તેને બાંધી શકતું ન હતું;
4 Akhagedumula eminyololo asikholi uveale na makha agakhuntola.
કેમ કે તે ઘણીવાર બેડીઓ તથા સાંકળો વડે બંધાયો હતો, પણ તેણે સાંકળો તોડી નાખી તથા બેડીઓ ભાંગી નાખી હતી; કોઈ તેને વશ કરી શકતું ન હતું.
5 Pakhelo na pamusi vu alekhumapumba na hufyamba, alekhulela nu khwetema na mawe amakhali.
તે નિત્ય રાતદિવસ પહાડોમાં તથા કબરોમાં બૂમ પાડતો તથા પથ્થરોથી પોતાને ઘાયલ કરતો હતો.
6 Vwu ambwene u Yiisu khuvutali, akhanyilela khumwene nu khungundama khumwene.
પણ ઈસુને દૂરથી જોઈને તે દોડી આવ્યો અને તેમને પગે પડ્યો.
7 Akhovela khulimenyu elivakha, “Akhata vwinongwa ukhungakha kheli, u Yiisu, va Nswambe va Nguluve uve ale khukyanya? Nikhohodova khwa Nguluve uste, ukhungatancha.”
અને મોટે ઘાંટે પોકારીને બોલ્યો, ‘ઈસુ, પરાત્પર ઈશ્વરના દીકરા, મારે અને તમારે શું છે? હું તમને ઈશ્વરના સમ આપું છું કે, તમે મને પીડા ન આપો.’”
8 Ulwa khuva ambolile, “Khuma khu munu oya, ve mepo imbivi.”
કેમ કે તેમણે તેને કહ્યું હતું કે, ‘અશુદ્ધ આત્મા, તું એ માણસમાંથી નીકળ.’”
9 Umwene akhambuncha, “Elitawa lyakho veni?” Pwu akhanda akhata, “Elitawa lyango ne Legion, ulwakhuva tule vingi.”
તેમણે તેને પૂછ્યું કે, ‘તારું નામ શું છે?’ તેણે ઉત્તર આપતાં કહ્યું કે, ‘મારું નામ સેના છે, કેમ કે અમે ઘણાં છીએ.’”
10 Akhandela ukhudova ukhuta asite ukhung'elekha khuvutali.
૧૦તેણે તેમને ઘણી વિનંતી કરી, કે તે તેઓને દેશમાંથી કાઢી મૂકે નહિ.
11 Pale ni ngube nchindebelenchwa pakhyamba,
૧૧હવે ત્યાં પર્વતની બાજુ પર ભૂંડોનું એક મોટું ટોળું ચરતું હતું.
12 Pwu vakhadova, ukhuta, “Utusukhe khungube; twingile huchene.”
૧૨તેઓએ તેમને વિનંતી કરીને કહ્યું કે, ‘તે ભૂંડોમાં અમે પ્રવેશીએ માટે અમને તેઓમાં મોકલો.
13 Pwu akhavedekha; imepo imbivi nchakhahoma nu khwingela mu ngube, pwu nchikhanyilela mu nyanja, nchale ingube elfu mbili nchicho nchaingile mu nyanja.
૧૩ઈસુએ તેઓને રજા આપી અને અશુદ્ધ આત્માઓ નીકળીને ભૂંડોમાં ગયા; તેઓ આશરે બે હજાર ભૂંડો હતાં. તે ટોળું ટેકરી પરથી સમુદ્રમાં ધસી પડ્યું; અને સમુદ્રમાં ડૂબી મર્યું.
14 Na vavo vanchidemaga ingube vakhanyila khuhavavola khehyo pa khelunga. Pwu avanu vingi vakhehomya ukhuluta khwilola ekhehomile.
૧૪તેઓના ચરાવનારા ભાગ્યા. અને તેમણે શહેરમાં તથા ગામડાંઓમાં ખબર આપી; અને શું થયું તે જોવા લોકો બહાર આવ્યા.
15 Pwu vakhincha khwa Yiisu vakhambona umunu unyamepo- imbiviuveale ne jeshi — atamile pasi, afyalile, alenulukhala lunonu pwu vakhadwada.
૧૫ઈસુની પાસે તેઓ આવ્યા ત્યારે દુષ્ટાત્મા વળગેલો હતો, એટલે જેનાંમાં સેના હતી, તેને તેઓએ બેઠેલો વસ્ત્ર પહેરેલો તથા હોશમાં આવેલો જોઈને તેઓ ગભરાઈ ગયા.
16 Vavo valolile khekhyo khehomile khu munu uveakhale ni mwepo imbivi vakhambula ekhehomile khumwene na khu ngube.
૧૬દુષ્ટાત્મા વળગેલો કેવી રીતે તંદુરસ્ત થયો તેની તથા ભૂંડો સંબંધીની વાત જેઓએ જોઈ હતી તે તેઓએ લોકોને કહી.
17 Vovikhondova akhege mu khelunga kya vene.
૧૭તેઓ ઈસુને તેમના પ્રદેશમાંથી નીકળી જવાની વિનંતી કરવા લાગ્યા કે ‘અમારા પ્રદેશમાંથી ચાલ્યા જાઓ.’”
18 Vwu ikhwingela mumbwato, u munu unyamepo mbivi akhadova alotage paninie nu mwene.
૧૮તે વહાણમાં ચઢતાં હતા એટલામાં જેને દુષ્ટાત્મા વળગ્યો હતો તેણે તેમની સાથે રહેવા સારુ વિનંતી કરી.
19 Akhasita ukhumwedekha, akhata, “Lutaga khuvunchenge vwakho na khuvanu vakho, ukhavavole ungaakhovombile Utwa, nu luhungu uuakhopile.”
૧૯પણ ઈસુએ તેને આવવા ન દીધો; પણ તેને કહ્યું કે, ‘તારે ઘરે તારાં લોકોની પાસે જા, અને પ્રભુએ તારે સારુ કેટલું બધું કર્યું છે અને તારા પર દયા રાખી છે, તેની ખબર તેઓને આપ.’”
20 Pwu akhaluta nu khutengula ukhupanga imbombo imbakha nchocho u Yiisu anchivombile khumwene khu Dekapoli, khela munu akhaswiga.
૨૦તે ગયો અને ઈસુએ તેને સારુ કેટલું બધું કર્યું હતું તે દસનગરમાં પ્રગટ કરવા લાગ્યો; અને લોકો આશ્ચર્ય પામ્યા.
21 U Yiisu vualowikhe emwambo eyenge, mu mbwato, lulundamano lukhalundamano au hunchungutela, vu alepalukhanchi pa nyanja.
૨૧જયારે ઈસુ ફરી હોડીમાં બેસીને પેલે પાર ગયા, ત્યારે અતિ ઘણાં લોકો તેમની પાસે ભેગા થયા; અને ઈસુ સમુદ્રની પાસે હતા.
22 Pwu undongonchi yomo va sinsgogi, atambuliwawa Yailo, akhinche, vu ambwene akhagwa mumalunde ga Yiisu.
૨૨સભાસ્થાનના અધિકારીઓમાંનો યાઈર નામે એક જણ આવ્યો અને તેમને જોઈને તેમના પગે પડયો;
23 Akhansima akhata, “Umwana vango udebe alepakhufwa. Nikhokhodova, winche umbekhele ifivokho pamwene, apate ukhupona.”
૨૩તેણે તેમને ઘણી વિનંતી કરીને કહ્યું કે, ‘મારી નાની દીકરી મરણતોલ માંદી છે; માટે આવીને તેને હાથ લગાડો એ સારુ કે તે સાજી થઈને જીવે.’”
24 Pwu akhaluta nave, nu lulundamano lukhankonga nu khunchungutila.
૨૪ઈસુ તેની સાથે ગયા; અને અતિ ઘણાં લોકો તેમની પાછળ ચાલ્યા અને તેમના પર પડાપડી કરી.
25 Pale nu ndlaa uvegwakhumaga unkisa emiakha kumi na miwili. Agatanchiwe, nu khuyaveliwa na vingi akhominche khela khenu khekhyo alenakhyo.
૨૫એક સ્ત્રી જેને બાર વર્ષોથી લોહીવા થયેલો હતો
26 Saapate uvwavule, pwu akhendelela ukhuva ne khali mbivi. Akhapulikha elimenyu ly Yiisu.
૨૬અને તેણે ઘણાં વૈદોથી ઘણું સહ્યું હતું, પોતાનું બધું ખરચી નાખ્યું હતું અને તેને કંઈ ફરક પડ્યો નહોતો, પણ તેથી ઊલટું વધારે બીમાર થઈ હતી,
27 Pwu akhincha khunsana khwa Yiisu vu ingenda mu lulundamano, akhibata eligwanda lya mwene.
૨૭તે ઈસુ સંબંધીની વાતો સાંભળીને ભીડમાં તેમની પાછળ આવી અને તેમના ઝભ્ભાને અડકી.
28 Ulwa khuva anchovile, “Ingave ningabate eligwanda lya mwene, niva neponile.”
૨૮કેમ કે તેણે ધાર્યું કે, ‘જો હું માત્ર તેમના ઝભ્ભાને અડકું તો હું સાજી થઈશ.’”
29 Voibite, unkisa gukhelekhe lwa ukhuhuma, pwu akhepulekha mu mbele ukhuta aponile mbugatanchiwa wa mwene.
૨૯તે જ ઘડીએ તેનો રક્તસ્રાવ બંધ થઈ ગયો અને શરીરમાં તેને લાગ્યું કે ‘હું બીમારીથી સાજી થઈ છું.’”
30 Pwu u Yiisu akhalumanya ukhuta amakha gapungwikhe. Akhasyetukha khunu na khunu ndulundamano lwa vanu akhavoncha, “Veni uveanyibite eligwanda lyango?”
૩૦મારામાંથી પરાક્રમ નીકળ્યું છે એવું પોતાને ખબર પડવાથી, ઈસુએ તરત લોકોની ભીડમાં પાછળ ફરીને કહ્યું કે, ‘કોણે મારા વસ્ત્રને સ્પર્શ કર્યો?’”
31 Avankongi va mwene vakhata, “Wilola ululundamano lukhunchungulile, nuve wita, “Veni uveakhwibite?'”
૩૧તેના શિષ્યોએ તેમને કહ્યું કે, ‘તમે જુઓ છો કે, ઘણાં લોકો તમારા પર પડાપડી કરે છે અને શું તમે કહો છો કે, કોણે મને સ્પર્શ કર્યો?’”
32 U Yiisu akhalola khunu na khunu ukhulola yoywa amwibite.
૩૨જેણે એ કામ કર્યું તેને જોવા સારુ તેમણે આસપાસ નજર ફેરવી.
33 Undala vualumanyile ekhevombikhe khumwene, akhadwada nu khutetema. Akhincha nu khugwa pasi pamwene nu khumbula elweli yoni.
૩૩તે સ્ત્રી ડરતી તથા ધ્રૂજતી, તેને જે થયું તે જાણીને આવી, અને તેમના પગે પડી અને તેમને બધું સાચે સાચું કહ્યું.
34 Akhata khumwene, “Ulwidikho lwakho lakhopokhile. Lutaga nu lunonchehecho apone ekhetamu khyaho.”
૩૪ઈસુએ તેને કહ્યું કે, ‘દીકરી, તારા વિશ્વાસે તને સાજી કરી છે; શાંતિએ જા અને તારી બીમારીથી મુક્ત થા.’”
35 Vwu inchova, avange avanu vakhincha ukhuhuma khu ndongonchi va Sinagogi, valekhuta, “Umwalevo afyile. Khehi vukhugatancha umanyisi?”
૩૫તે હજી બોલતા હતા એટલામાં સભાસ્થાનના અધિકારીને ત્યાંથી લોકો આવીને કહે છે કે, ‘તારી દીકરી તો મરી ગઈ છે, તું હવે ઉપદેશકને તકલીફ શું કરવા આપે છે?’”
36 Pwu u Yiisu vuapulikhe khekhyo khinchoviwa, akhambula undongonchi va Sinagogi, “Osite ukhudwada. Wedekhe.”
૩૬પણ ઈસુ તે વાત પર ધ્યાન ન આપતાં સભાસ્થાનના અધિકારીને કહે છે કે, ‘ગભરાઈશ નહિ, માત્ર વિશ્વાસ રાખ.’”
37 Sahamwedekha yeyoni ukhulongonchana nave, akhava nu Peteli, Yakobo nu Yohani, alokhololwe va Yakobo.
૩૭અને પિતર, યાકૂબ, તથા યાકૂબના ભાઈ યોહાન સિવાય, તેમણે પોતાની સાથે કોઈને આવવા ન દીધાં.
38 Vakhincha mumbonchenge uvwa ndongonchi va Sinagogi, vope akhavono vilela.
૩૮સભાસ્થાનના અધિકારીના ઘરમાં તેઓ આવે છે; અને કલ્પાંત, રુદન તથા વિલાપ કરનારાઓને જુએ છે.
39 Vuingile mbunchenge, akhavavola, “Kheli msosovile, kheli mwilela? Umwana safwile agonelile.”
૩૯તે અંદર આવીને તેઓને કહે છે કે, ‘તમે કેમ કલ્પાંત કરો છો અને રડો છો? છોકરી મરી નથી ગઈ; પણ ઊંઘે છે.’”
40 Vakhang'eha, umwene, akhavahomya voni khunji, akhantola udada va mwana nu vanine navavo vakhele nu mwene, akhingela umwalemo umwana.
૪૦તેઓએ તેમને હસી કાઢ્યાં. પણ બધાને બહાર મોકલીને, છોકરીનાં માબાપને તથા જેઓ પોતાની સાથે હતા તેઓને લઈને, જ્યાં છોકરી હતી ત્યાં તે અંદર ગયા.
41 Akhatetola ekhevoho kya mwana akhata, “Talitha koum, “khuhuta, “Mwana ndebe, nikhohovola, sisimukha.”
૪૧છોકરીનો હાથ પકડીને તેઓ તેને કહે છે કે, ‘ટલિથા કૂમ, જેનો અર્થ એ છે કે, છોકરી, હું તને કહું છું, ઊઠ.’”
42 Umwana akhasisismukha nu khugenda (ulwa khuva ale ne miakha kumi na mbili). Pwu vakhava vanu va khudega.
૪૨તરત છોકરી ઊઠીને ચાલવા લાગી; કેમ કે તે બાર વર્ષની હતી; અને તેઓ ઘણાં વિસ્મિત થયાં.
43 Akhava lagela ukhuta asikholi ovinogiwa ukhulemanya elevombikhe. Akhavavola vampe umwana ekyakhulya.
૪૩ઈસુએ તેઓને તાકીદ કરી કે, ‘કોઈ એ ન જાણે;’ અને તેમણે તેને કંઈ ખાવાનું આપવાની આજ્ઞા કરી.

< Malekha 5 >