< 詩篇 29 >
1 ダビデの歌 神の子らよ、主に帰せよ、栄光と力とを主に帰せよ。
૧દાઉદનું ગીત. હે પરાક્રમી યહોવાહના દીકરાઓ, તમે તેમની સ્તુતિ કરો; ગૌરવ તથા સામર્થ્ય યહોવાહને આપો.
2 み名の栄光を主に帰せよ、聖なる装いをもって主を拝め。
૨યહોવાહના નામનું ગૌરવ તેમને આપો; પવિત્રતાની શોભા ધારણ કરીને યહોવાહની સ્તુતિ કરો.
3 主のみ声は水の上にあり、栄光の神は雷をとどろかせ、主は大水の上におられる。
૩યહોવાહનો સાદ સાગરો પર ગાજે છે; ગૌરવવાન ઈશ્વર ગર્જના કરે છે, યહોવાહ ઘણા પાણી પર ગર્જના કરે છે.
૪યહોવાહનો અવાજ સમર્થ છે; યહોવાહનો અવાજ માહાત્મ્યથી ભરપૂર છે.
5 主のみ声は香柏を折り砕き、主はレバノンの香柏を折り砕かれる。
૫યહોવાહનો અવાજ દેવદારોને ભાંગી નાખે છે; યહોવાહ લબાનોનનાં દેવદારોના ટુકડેટુકડા કરી નાખે છે.
6 主はレバノンを子牛のように踊らせ、シリオンを若い野牛のように踊らされる。
૬તે તેઓને વાછરડાની જેમ કુદાવે છે, જંગલી બળદની જેમ લબાનોન તથા સીર્યોનને કુદાવે છે.
૭યહોવાહનો અવાજ અગ્નિની જ્વાળાને ભેદે છે.
8 主のみ声は荒野を震わせ、主はカデシの荒野を震わされる。
૮યહોવાહનો અવાજ અરણ્યને ધ્રૂજાવે છે; યહોવાહ કાદેશના અરણ્યને ધ્રૂજાવે છે.
9 主のみ声はかしの木を巻きあげ、また林を裸にする。その宮で、すべてのものは呼ばわって言う、「栄光」と。
૯યહોવાહના અવાજથી હરણીઓના ગર્ભ ગળી જાય છે; ઝાડીઓનાં ડાળાપાંખડાં તૂટી પડે છે; પણ તેમના પવિત્રસ્થાનમાં સર્વ લોકો કહે છે, “તેમને મહિમા હો!”
10 主は洪水の上に座し、主はみくらに座して、とこしえに王であらせられる。
૧૦યહોવાહ જળપ્રલય સમયે બિરાજમાન હતા; યહોવાહ સદા સર્વકાળ રાજા તરીકે બિરાજનાર છે.
11 主はその民に力を与え、平安をもってその民を祝福されるであろう。
૧૧યહોવાહ પોતાના લોકોને સામર્થ્ય આપશે; યહોવાહ પોતાના લોકોને શાંતિનો આશીર્વાદ આપશે.