< 詩篇 148 >
1 主をほめたたえよ。もろもろの天から主をほめたたえよ。もろもろの高き所で主をほめたたえよ。
૧યહોવાહની સ્તુતિ કરો. આકાશોથી યહોવાહની સ્તુતિ કરો; ઉચ્ચસ્થાનોમાં તેમની સ્તુતિ કરો.
2 その天使よ、みな主をほめたたえよ。その万軍よ、みな主をほめたたえよ。
૨તેમના સર્વ દૂતો, તમે તેમની સ્તુતિ કરો; તેમનાં સર્વ સૈન્યો, તેમની સ્તુતિ કરો.
3 日よ、月よ、主をほめたたえよ。輝く星よ、みな主をほめたたえよ。
૩સૂર્ય તથા ચંદ્ર, તમે તેમની સ્તુતિ કરો; સર્વ ઝગઝગતાં તારા, તેમની સ્તુતિ કરો.
4 いと高き天よ、天の上にある水よ、主をほめたたえよ。
૪આકાશોનાં આકાશ, તમે તેમની સ્તુતિ કરો આકાશ ઉપરનાં પાણી, તેમની સ્તુતિ કરો.
5 これらのものに主のみ名をほめたたえさせよ、これらは主が命じられると造られたからである。
૫યહોવાહના નામની સ્તુતિ તેઓ કરો, કેમ કે તેમની આજ્ઞાથી તેઓ ઉત્પન્ન થયાં.
6 主はこれらをとこしえに堅く定め、越えることのできないその境を定められた。
૬વળી તેમણે સદાકાળને માટે તેઓને સ્થાપન કર્યાં છે; જેનો અપરાધ તેઓ કરી શકે નહિ, એવો નિયમ તેમણે કર્યો છે.
7 海の獣よ、すべての淵よ、地から主をほめたたえよ。
૭હે પૃથ્વી પરના બધા જ જીવો, તમે યહોવાહની સ્તુતિ કરો, હે સમુદ્રના જીવો અને મહાસાગરનાં ઊંડાણો, તમે તેમની સ્તુતિ કરો.
8 火よ、あられよ、雪よ、霜よ、み言葉を行うあらしよ、
૮અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ, આંધીના વાયુ, જે તેમનું વચન પૂરું કરે છે,
9 もろもろの山、すべての丘、実を結ぶ木、すべての香柏よ、
૯પર્વતો તથા ડુંગરો ફળવૃક્ષો તથા સર્વ દેવદારો,
10 野の獣、すべての家畜、這うもの、翼ある鳥よ、
૧૦વન્ય જાનવરો તથા સર્વ પશુઓ, પેટે ચાલનારાં જીવજંતુ તથા ઊડનારાં પક્ષીઓ,
11 地の王たち、すべての民、君たち、地のすべてのつかさよ、
૧૧પૃથ્વીના રાજાઓ અને સર્વ પ્રજાઓ, રાજકુમારો તથા પૃથ્વીના સર્વ ન્યાયાધીશો,
૧૨જુવાન પુરુષો તથા જુવાન સ્ત્રીઓ, વૃદ્ધો તથા બાળકો.
13 彼らをして主のみ名をほめたたえさせよ。そのみ名は高く、たぐいなく、その栄光は地と天の上にあるからである。
૧૩તમે સર્વ યહોવાહની સ્તુતિ કરો, કારણ કે એકલું તેમનું જ નામ પ્રતિષ્ઠાપાત્ર છે અને તેમનું ગૌરવ આકાશ તથા પૃથ્વી કરતાં મોટું છે.
14 主はその民のために一つの角をあげられた。これはすべての聖徒のほめたたえるもの、主に近いイスラエルの人々のほめたたえるものである。主をほめたたえよ。
૧૪તેમણે પોતાના લોકોનું શિંગ ઊંચું કર્યું છે જેથી તેમના ભક્તો તેમની સ્તુતિ કરે, તેમની પાસેના ઇઝરાયલ લોકોને તેમણે ઊંચા કર્યા છે. યહોવાહની સ્તુતિ કરો.