< 詩篇 143 >
1 ダビデの歌 主よ、わが祈を聞き、わが願いに耳を傾けてください。あなたの真実と、あなたの正義とをもって、わたしにお答えください。
૧દાઉદનું ગીત. હે યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો; મારા કાલાવાલા પર ધ્યાન આપો. તમારી સત્યતાથી અને ન્યાયીપણાથી મને ઉત્તર આપો!
2 あなたのしもべのさばきにたずさわらないでください。生ける者はひとりもみ前に義とされないからです。
૨તમારા સેવકની સાથે ન્યાયની રૂએ ન વર્તો, કેમ કે તમારી નજરમાં કોઈ ન્યાયી નથી.
3 敵はわたしをせめ、わがいのちを地に踏みにじり、死んで久しく時を経た者のようにわたしを暗い所に住まわせました。
૩મારો શત્રુ મારી પાછળ પડ્યો છે; તેણે મને જમીન પર પછાડ્યો છે; તેણે મને ઘણા દિવસ પર મરણ પામેલાની જેમ અંધકારમાં પૂર્યો છે.
4 それゆえ、わが霊はわがうちに消えうせようとし、わが心はわがうちに荒れさびれています。
૪મારો આત્મા મૂંઝાઈ ગયો છે; મારું અંતઃકરણ સ્તબ્ધ થઈ ગયું છે.
5 わたしはいにしえの日を思い出し、あなたが行われたすべての事を考え、あなたのみ手のわざを思います。
૫હું ભૂતકાળનાં દિવસોનું સ્મરણ કરું છું; તમારા સર્વ કૃત્યોનું મનન કરું છું; અને તમારા હાથનાં કાર્યોનો વિચાર કરું છું.
6 わたしはあなたにむかって手を伸べ、わが魂は、かわききった地のようにあなたを慕います。 (セラ)
૬પ્રાર્થનામાં હું મારા હાથ તમારા તરફ પ્રસારું છું; સૂકી ભૂમિની જેમ મારો જીવ તમારા માટે તરસે છે.
7 主よ、すみやかにわたしにお答えください。わが霊は衰えます。わたしにみ顔を隠さないでください。さもないと、わたしは穴にくだる者のようになるでしょう。
૭હે યહોવાહ, મને જલદી જવાબ આપો, કારણ કે મારો આત્મા ક્ષય પામે છે. તમારું મુખ મારાથી ન સંતાડો, રખેને હું ખાડામાં ઊતરનારના જેવો થાઉં.
8 あしたに、あなたのいつくしみを聞かせてください。わたしはあなたに信頼します。わが歩むべき道を教えてください。わが魂はあなたを仰ぎ望みます。
૮મને સવારે તમારી કૃપા અનુભવવા દો; કારણ કે હું તમારા પર ભરોસો રાખું છું. જે માર્ગે મારે ચાલવું જોઈએ તે મને બતાવો, કારણ કે હું મારું જીવન તમારા હાથોમાં મૂકું છું.
9 主よ、わたしをわが敵から助け出してください。わたしは避け所を得るためにあなたのもとにのがれました。
૯હે યહોવાહ, મને મારા શત્રુઓથી બચાવો; સંતાવા માટે હું તમારે શરણે આવ્યો છું.
10 あなたのみむねを行うことを教えてください。あなたはわが神です。恵みふかい、みたまをもってわたしを平らかな道に導いてください。
૧૦મને તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો, કારણ કે તમે મારા ઈશ્વર છો. તમારો ઉત્તમ આત્મા મને સત્યને માર્ગે દોરી જાઓ.
11 主よ、み名のために、わたしを生かし、あなたの義によって、わたしを悩みから救い出してください。
૧૧હે યહોવાહ, તમારા નામને માટે મને જિવાડો; તમારા ન્યાયીપણાથી મારો જીવ મુશ્કેલીમાંથી બચાવો.
12 また、あなたのいつくしみによって、わが敵を断ち、わがあだをことごとく滅ぼしてください。わたしはあなたのしもべです。
૧૨તમારી કૃપાથી તમે મારા શત્રુઓનો નાશ કરો; અને મારા આત્માને સતાવનારાઓનો સંહાર કરો; કારણ કે હું તમારો સેવક છું.