< 詩篇 128 >
1 都もうでの歌 すべて主をおそれ、主の道に歩む者はさいわいである。
૧ચઢવાનું ગીત. જે યહોવાહને માન આપે છે અને તેમના માર્ગમાં ચાલે છે, તે સર્વ આશીર્વાદિત છે.
2 あなたは自分の手の勤労の実を食べ、幸福で、かつ安らかであろう。
૨તું તારે હાથે મહેનત કરીને આનંદ મેળવીશ; તું આશીર્વાદિત થશે અને સમૃદ્ધ થશે.
3 あなたの妻は家の奥にいて多くの実を結ぶぶどうの木のようであり、あなたの子供たちは食卓を囲んでオリブの若木のようである。
૩તારી પત્ની તારા ઘરમાં ફળવંત દ્રાક્ષવેલાના જેવી થશે; તારાં સંતાનો તારી મેજની આસપાસ જૈતૂનવૃક્ષના રોપા જેવાં થશે.
4 見よ、主をおそれる人は、このように祝福を得る。
૪હા, નિશ્ચે, જે યહોવાહને માન આપે છે તે આશીર્વાદિત થશે.
5 主はシオンからあなたを祝福されるように。あなたは世にあるかぎりエルサレムの繁栄を見、
૫યહોવાહ તને સિયોનમાંથી આશીર્વાદ આપશે; તારા જીવનના સર્વ દિવસો પર્યંત તું યરુશાલેમનું ભલું જોશે.
6 またあなたの子らの子を見るであろう。どうぞ、イスラエルの上に平安があるように。
૬તું પોતાનાં સંતાનોનાં સંતાનો જોશે. ઇઝરાયલને શાંતિ થાઓ.