< 詩篇 107 >

1 「主に感謝せよ、主は恵みふかく、そのいつくしみはとこしえに絶えることがない」と、
યહોવાહનો આભાર માનો, કારણ કે તે ઉત્તમ છે અને તેમની કૃપા સર્વકાળ ટકે છે.
2 主にあがなわれた者は言え。主は彼らを悩みからあがない、
જેઓ યહોવાહના છોડાવેલા છે તેઓએ આ પ્રમાણે બોલવું, એટલે જેઓને તેમણે શત્રુઓના હાથમાંથી છોડાવ્યા તેઓએ.
3 もろもろの国から、東、西、北、南から彼らを集められた。
તેમણે તેઓને દેશવિદેશથી એટલે પૂર્વથી તથા પશ્ચિમથી, ઉત્તરથી તથા દક્ષિણથી એકત્ર કર્યા.
4 彼らは人なき荒野にさまよい、住むべき町にいたる道を見いださなかった。
અરણ્યમાં તેઓ ઉજ્જડ માર્ગે ભટક્યા અને તેઓને રહેવા માટે કોઈ નગર મળ્યું નહિ.
5 彼らは飢え、またかわき、その魂は彼らのうちに衰えた。
તેઓ ભૂખ્યા અને તરસ્યા હતા; તેઓના પ્રાણ આકુળવ્યાકુળ થઈ ગયા.
6 彼らはその悩みのうちに主に呼ばわったので、主は彼らをその悩みから助け出し、
પછી તેઓએ પોતાના સંકટમાં યહોવાહને પોકાર્યાં અને તેમણે તેઓને દુઃખમાંથી છોડાવ્યા.
7 住むべき町に行き着くまで、まっすぐな道に導かれた。
તેમણે તેઓને સીધે માર્ગે દોર્યા કે જેથી તેઓ વસવાલાયક નગરમાં જાય અને ત્યાં વસવાટ કરે.
8 どうか、彼らが主のいつくしみと、人の子らになされたくすしきみわざとのために、主に感謝するように。
તેમની કૃપા તથા માનવજાત માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને લોકો યહોવાહની સ્તુતિ કરે, તો કેવું સારું!
9 主はかわいた魂を満ち足らせ、飢えた魂を良き物で満たされるからである。
કારણ કે તે તરસ્યાઓને સંતોષ પમાડે છે અને ભૂખ્યાઓને ઉત્તમ વાનાંથી તૃપ્ત કરે છે.
10 暗黒と深いやみの中にいる者、苦しみと、くろがねに縛られた者、
૧૦કેટલાક અંધકાર તથા મરણછાયામાં બેઠેલા હતા, આપત્તિમાં તથા બેડીઓમાં સપડાયેલા હતા.
11 彼らは神の言葉にそむき、いと高き者の勧めを軽んじたので、
૧૧કેમ કે તેઓએ ઈશ્વરની વિરુદ્ધ બળવો કર્યા, પરાત્પર ઈશ્વરની સૂચનાઓનો ઇનકાર કર્યો.
12 主は重い労働をもって彼らの心を低くされた。彼らはつまずき倒れても、助ける者がなかった。
૧૨તેઓનાં હૃદયો તેમણે કષ્ટથી નમ્ર કર્યાં; તેઓ લથડી પડ્યા અને તેઓને સહાય કરનાર કોઈ ન હતું.
13 彼らはその悩みのうちに主に呼ばわったので、主は彼らをその悩みから救い、
૧૩પછી તેઓએ પોતાના સંકટમાં યહોવાહને પોકાર્યા અને તેમણે તેઓને દુઃખમાંથી ઉગાર્યા.
14 暗黒と深いやみから彼らを導き出して、そのかせをこわされた。
૧૪તે તેઓને અંધકાર અને મરણછાયામાંથી બહાર લાવ્યા અને તેમણે તેઓનાં બંધન તોડી નાખ્યાં.
15 どうか、彼らが主のいつくしみと、人の子らになされたくすしきみわざとのために、主に感謝するように。
૧૫તેમની કૃપા તથા માનવજાત માટેના તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને લોકો યહોવાહની સ્તુતિ કરે તો કેવું સારું!
16 主は青銅のとびらをこわし、鉄の貫の木を断ち切られたからである。
૧૬કેમ કે તેમણે પિત્તળના દરવાજા ભાંગી નાખ્યા અને તેઓની લોખંડની ભૂંગળો તોડી નાખી.
17 ある者はその罪に汚れた行いによって病み、その不義のゆえに悩んだ。
૧૭તેઓ પોતાના બળવાખોર માર્ગોમાં મૂર્ખ હતા તથા પોતાના પાપથી સંકટમાં આવી પડ્યા.
18 彼らはすべての食物をきらって、死の門に近づいた。
૧૮તેઓના જીવો સર્વ પ્રકારના ખોરાકથી કંટાળી જાય છે અને તેઓ મરણ દ્વાર સુધી આવી પહોંચે છે.
19 彼らはその悩みのうちに主に呼ばわったので、主は彼らをその悩みから救い、
૧૯પછી તેઓ પોતાના સંકટમાં યહોવાહને પોકારે છે અને તે તેઓને દુઃખમાંથી ઉગારે છે.
20 そのみ言葉をつかわして、彼らをいやし、彼らを滅びから助け出された。
૨૦તેઓ પોતાનું વચન મોકલીને તેઓને સાજા કરે છે અને તેમણે તેઓને દુર્દશામાંથી છોડાવ્યા છે.
21 どうか、彼らが主のいつくしみと、人の子らになされたくすしきみわざとのために、主に感謝するように。
૨૧આ તેમની કૃપા તથા માનવજાત માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો યહોવાહની સ્તુતિ કરે તો કેવું સારું!
22 彼らが感謝のいけにえをささげ、喜びの歌をもって、そのみわざを言いあらわすように。
૨૨તેઓને આભારસ્તુતિનાં અર્પણો ચઢાવવા દો અને તેઓનાં કામ ગીતોથી પ્રગટ કરે.
23 舟で海にくだり、大海で商売をする者は、
૨૩જેઓ વહાણમાં બેસીને સમુદ્રમાં ઊતરે છે અને સમુદ્રપાર વ્યાપાર કરે છે.
24 主のみわざを見、また深い所でそのくすしきみわざを見た。
૨૪તેઓ યહોવાહનાં કાર્યો તથા સમુદ્ર પરનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો જુએ છે.
25 主が命じられると暴風が起って、海の波をあげた。
૨૫કેમ કે તે આજ્ઞા આપે છે અને તોફાની પવનો ચડી આવે છે; તેથી સમુદ્રના મોજાંઓ ઊંચાં ઊછળે છે.
26 彼らは天にのぼり、淵にくだり、悩みによってその勇気は溶け去り、
૨૬મોજાં આકાશ સુધી ચઢે છે, પછી પાછા ઊંડાણમાં ઊતરે છે. તેઓના પ્રાણ ત્રાસથી આકુળવ્યાકુળ થાય છે.
27 酔った人のようによろめき、よろめいて途方にくれる。
૨૭તેઓ પીધેલાની જેમ આમતેમ ડોલતા લથડે છે અને તેઓની બુદ્ધિ બહેર મારી જાય છે.
28 彼らはその悩みのうちに主に呼ばわったので、主は彼らをその悩みから救い出された。
૨૮પછી તેઓ પોતાના સંકટમાં યહોવાહને પોકારે છે અને તે તેઓને દુઃખમાંથી છોડાવે છે.
29 主があらしを静められると、海の波は穏やかになった。
૨૯તેમણે તોફાનને શાંત કર્યાં અને મોજાં શાંત થયાં.
30 こうして彼らは波の静まったのを喜び、主は彼らをその望む港へ導かれた。
૩૦પછી શાંતિ થવાથી તેઓને આનંદ થાય છે અને તેઓને તેમની પસંદગીના બંદરે દોરી જાય છે.
31 どうか、彼らが主のいつくしみと、人の子らになされたくすしきみわざとのために、主に感謝するように。
૩૧આ તેમની કૃપા તથા માનવજાતને માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો યહોવાહની સ્તુતિ કરે તો કેવું સારું!
32 彼らが民の集会で主をあがめ、長老の会合で主をほめたたえるように。
૩૨લોકોની સભામાં તેમને મોટા મનાવો અને વડીલોની સભામાં તેમની સ્તુતિ કરો.
33 主は川を野に変らせ、泉をかわいた地に変らせ、
૩૩તે નદીઓને સ્થાને અરણ્ય, પાણીના ઝરાઓને સ્થાને કોરી ભૂમિ,
34 肥えた地をそれに住む者の悪のゆえに塩地に変らせられる。
૩૪અને ત્યાં રહેતા લોકોની દુષ્ટતાને કારણે ફળદ્રુપ ભૂમિને ખારવાળી જમીન બનાવે છે.
35 主は野を池に変らせ、かわいた地を泉に変らせ、
૩૫તે અરણ્યને સ્થાને સરોવર અને કોરી ભૂમિને સ્થાને ઝરાઓ કરી નાખે છે.
36 飢えた者をそこに住まわせられる。こうして彼らはその住むべき町を建て、
૩૬તેમાં તે ભૂખ્યાજનોને વસાવે છે અને તેઓ પોતાને રહેવાને માટે નગર બાંધે છે.
37 畑に種をまき、ぶどう畑を設けて多くの収穫を得た。
૩૭તેઓ ખેતરમાં વાવેતર કરે છે; અને દ્રાક્ષવાડીઓમાં રોપણી કરીને તેનાં ફળની ઊપજ મેળવે છે.
38 主が彼らを祝福されたので彼らは大いにふえ、その家畜の減るのをゆるされなかった。
૩૮તે તેઓને આશીર્વાદ આપે છે, તેથી તેમની પુષ્કળ વૃદ્ધિ થાય છે. તે તેઓનાં જાનવરોને ઓછા થવા દેતા નથી.
39 彼らがしえたげと、悩みと、悲しみとによって減り、かつ卑しめられたとき、
૩૯તેઓના જુલમ, વિપત્તિ તથા શોક પાછા ઘટાડવામાં આવે છે અને તેઓને નીચા પાડવામાં આવે છે.
40 主はもろもろの君に侮りをそそぎ、道なき荒れ地にさまよわせられた。
૪૦તે શત્રુઓના સરદારો પર અપમાન લાવે છે અને માર્ગ વિનાના અરણ્યમાં તેઓને રખડાવે છે.
41 しかし主は貧しい者を悩みのうちからあげて、その家族を羊の群れのようにされた。
૪૧પણ તે જરૂરિયાતમંદોને સંકટમાંથી છોડાવીને તેઓનું રક્ષણ કરે છે અને ટોળાંની જેમ તેઓના કુટુંબની સંભાળ લે છે.
42 正しい者はこれを見て喜び、もろもろの不義はその口を閉じた。
૪૨તે જોઈને ન્યાયીઓ આનંદ પામશે અને સઘળા અન્યાયીઓનાં મુખ બંધ થશે.
43 すべて賢い者はこれらの事に心をよせ、主のいつくしみをさとるようにせよ。
૪૩જે કોઈ જ્ઞાની હશે તે આ વાતો ધ્યાનમાં લેશે અને યહોવાહની કૃપા વિષે મનન કરશે.

< 詩篇 107 >