< 箴言 知恵の泉 5 >
1 わが子よ、わたしの知恵に心をとめ、わたしの悟りに耳をかたむけよ。
૧મારા દીકરા, મારા ડહાપણ તરફ લક્ષ આપ; મારી બુદ્ધિ તરફ તારા કાન ધર
2 これは、あなたが慎みを守り、あなたのくちびるに知識を保つためである。
૨જેથી તારી વિવેકબુદ્ધિ જળવાઈ રહે, અને તારા હોઠ વિદ્યા સંઘરી રાખે.
3 遊女のくちびるは蜜をしたたらせ、その言葉は油よりもなめらかである。
૩કારણ કે વ્યભિચારી સ્ત્રીના હોઠોમાંથી મધ ટપકે છે. અને તેનું મુખ તેલ કરતાં સુંવાળુ છે.
4 しかしついには、彼女はにがよもぎのように苦く、もろ刃のつるぎのように鋭くなる。
૪પણ તેનો અંત વિષ જેવો કડવો, બેધારી તલવાર જેવો તીક્ષ્ણ હોય છે.
5 その足は死に下り、その歩みは陰府の道におもむく。 (Sheol )
૫તેના પગ મૃત્યુ સુધી નીચે પહોંચે છે; તેના પગલાં શેઓલમાં પહોંચે છે. (Sheol )
6 彼女はいのちの道に心をとめず、その道は人を迷わすが、彼女はそれを知らない。
૬તેથી તેને સાચો જીવન માર્ગ મળતો નથી. તે પોતાના માર્ગેથી ભટકી જાય છે; અને તેને ખબર નથી કે તે ક્યાં જાય છે.
7 子供らよ、今わたしの言うことを聞け、わたしの口の言葉から、離れ去ってはならない。
૭હવે મારા દીકરાઓ, મારી વાત સાંભળો; અને મારા મુખના શબ્દોથી દૂર જશો નહિ.
8 あなたの道を彼女から遠く離し、その家の門に近づいてはならない。
૮તમારા માર્ગો તેનાથી દૂર રાખો અને તેના ઘરના બારણા પાસે પણ જશો નહિ.
9 おそらくはあなたの誉を他人にわたし、あなたの年を無慈悲な者にわたすに至る。
૯રખેને તું તારી આબરુ બીજાઓને અને તારા જીવનનાં વર્ષો ઘાતકી માણસોને સ્વાધીન કરે;
10 おそらくは他人があなたの資産によって満たされ、あなたの労苦は他人の家に行く。
૧૦રખેને તારા બળથી પારકા તૃપ્ત થાય, અને તારી મહેનતનું ફળ પારકાના કુટુંબને મળે.
11 そしてあなたの終りが来て、あなたの身と、からだが滅びるとき、泣き悲しんで、
૧૧રખેને તારું માંસ અને તારું શરીર ક્ષીણ થાય અને તું અંત સમયે વિલાપ કરે.
12 言うであろう、「わたしは教訓をいとい、心に戒めを軽んじ、
૧૨તું કહીશ કે, “મેં કેવી રીતે શિખામણનો ધિક્કાર કર્યો છે અને મારા હૃદયે ઠપકાને તુચ્છ ગણ્યો છે!
13 教師の声に聞き従わず、わたしを教える者に耳を傾けず、
૧૩હું મારા શિક્ષકોને આધીન થયો નહિ અને મેં મને શિક્ષણ આપનારાઓને સાંભળ્યા નહિ.
14 集まりの中、会衆のうちにあって、わたしは、破滅に陥りかけた」と。
૧૪મંડળ અને સંમેલનોમાં હું સંપૂર્ણપણે પાપમય થઈ ગયો હતો.”
15 あなたは自分の水ためから水を飲み、自分の井戸から、わき出す水を飲むがよい。
૧૫તારે તારા પોતાના જ ટાંકામાંથી પાણી પીવું, અને તું તારા પોતાના જ કૂવાના ઝરણામાંથી પાણી પીજે.
16 あなたの泉を、外にまきちらし、水の流れを、ちまたに流してよかろうか。
૧૬શું તારા ઝરાઓનું પાણી શેરીઓમાં વહી જવા દેવું, અને ઝરણાઓનું પાણી જાહેરમાં વહી જવા દેવું?
17 それを自分だけのものとし、他人を共にあずからせてはならない。
૧૭એ પાણી ફક્ત તારા એકલા માટે જ હોય અને તારી સાથેના પારકાઓ માટે નહિ.
18 あなたの泉に祝福を受けさせ、あなたの若い時の妻を楽しめ。
૧૮તારું ઝરણું આશીર્વાદ પામો, અને તું તારી પોતાની યુવાન પત્ની સાથે આનંદ માન.
19 彼女は愛らしい雌じか、美しいしかのようだ。いつも、その乳ぶさをもって満足し、その愛をもって常に喜べ。
૧૯જે પ્રેમાળ હરણી જેવી સુંદર અને મનોહર મૃગલી જેવી જાજરમાન નારી છે. તેનાં સ્તનોથી તું સદા સંતોષી રહેજે; હંમેશા તું તેના પ્રેમમાં જ ગરકાવ રહેજે.
20 わが子よ、どうして遊女に迷い、みだらな女の胸をいだくのか。
૨૦મારા દીકરા, તારે શા માટે પરસ્ત્રી પર મોહિત થવું જોઈએ? શા માટે તારે પરસ્ત્રીના શરીરને આલિંગન આપવું જોઈએ?
21 人の道は主の目の前にあり、主はすべて、その行いを見守られる。
૨૧માણસના વર્તન-વ્યવહાર ઉપર યહોવાહની નજર હોય છે અને માણસ જે કંઈ કરે છે તેના ઉપર તે ધ્યાન રાખે છે.
22 悪しき者は自分のとがに捕えられ、自分の罪のなわにつながれる。
૨૨દુષ્ટ પોતાની જ દુષ્ટતામાં સપડાય છે; અને તેઓનાં પાપો તેઓને દોરડાની જેમ જકડી રાખે છે.
23 彼は、教訓がないために死に、その愚かさの大きいことによって滅びる。
૨૩કારણ કે, તેની અતિશય મૂર્ખાઈને લીધે તે રઝળી જશે; અને શિક્ષણ વિના તે માર્યો જશે.