< ネヘミヤ 記 7 >

1 城壁が築かれて、とびらを設け、さらに門衛、歌うたう者およびレビびとを任命したので、
જયારે કોટનું બાંધકામ પૂરું થયું અને મેં દરવાજાઓ ઊભા કર્યા, ત્યારે દ્વારપાળો, ગાનારાઓ તથા લેવીઓની નિમણૂક કરવામાં આવી.
2 わたしは、わたしの兄弟ハナニと、城のつかさハナニヤに命じて、エルサレムを治めさせた。彼は多くの者にまさって忠信な、神を恐れる者であったからである。
મેં મારા ભાઈ હનાની અને કિલ્લાના અમલદાર હનાન્યાને યરુશાલેમનો હવાલો સોંપ્યો. કારણ કે તે ઘણો વિશ્વાસુ હતો તથા બીજા બધા કરતાં ઈશ્વરથી વિશેષ ડરનારો હતો.
3 わたしは彼らに言った、「日の暑くなるまではエルサレムのもろもろの門を開いてはならない。人々が立って守っている間に門を閉じさせ、貫の木を差せ。またエルサレムの住民の中から番兵を立てて、おのおのにその所を守らせ、またおのおのの家と向かい合う所を守らせよ」。
અને મેં તેઓને કહ્યું, “દિવસ ચઢે ત્યાં સુધી યરુશાલેમના દરવાજા ખોલવા નહિ અને જ્યારે ચોકીદારો ચોકી કરતા હોય ત્યારે તેઓએ દરવાજાનાં બારણાં બંધ રાખવાં. યરુશાલેમના રહેવાસીઓમાંથી તમારે ચોકીદારો નીમવા. દરેક જણ નિયત જગ્યાએ ચોકી કરે અને બાકીના પોતાના ઘર આગળ ચોકી કરે.”
4 町は広くて大きかったが、その内の民は少なく、家々はまだ建てられていなかった。
નગર ખૂબ વિસ્તારવાળું હતું. પણ તેમાં લોકો થોડા જ હતા અને ઘરો હજુ બંધાયાં નહોતા.
5 時に神はわたしの心に、尊い人々、つかさおよび民を集めて、家系によってその名簿をしらべようとの思いを起された。わたしは最初に上って来た人々の系図を発見し、その中にこのようにしるしてあるのを見いだした。
મારા ઈશ્વરે મારા હૃદયમાં એવી પ્રેરણા કરી કે, ઉમરાવોને, અધિકારીઓને અને લોકોને વંશાવળી પ્રમાણે તેઓની ગણતરી કરવા માટે એકઠા કરવા. જેઓ સૌથી પહેલા આવ્યા હતા તેઓની વંશાવળીની યાદી મને મળી. તેમાં મને આ લખાણ જોવા મળ્યું કે.
6 バビロンの王ネブカデネザルが捕え移した捕囚のうち、ゆるされてエルサレムおよびユダに上り、おのおの自分の町に帰ったこの州の人々は次のとおりである。
“બાબિલના રાજા નબૂખાદનેસ્સાર દ્વારા જે લોકોને બંદીવાન કરીને લઈ જવામાં આવ્યા હતા, તેઓમાંના જે લોકો યહૂદિયાનાં પોતપોતાનાં નગરોમાં અને યરુશાલેમમાં પાછા આવ્યા,
7 彼らはゼルバベル、エシュア、ネヘミヤ、アザリヤ、ラアミヤ、ナハマニ、モルデカイ、ビルシャン、ミスペレテ、ビグワイ、ネホム、バアナと一緒に帰ってきた者たちである。そのイスラエルの民の人数は次のとおりである。
એટલે ઝરુબ્બાબેલ, યેશૂઆ, નહેમ્યા, અઝાર્યા, રામ્યા, નાહમાની, મોર્દખાય, બિલ્શાન, મિસ્પરેથ, બિગ્વાય, નહૂમ તથા બાનાહની સાથે આવ્યા તેઓ આ છે. ઇઝરાયલના લોકોના પુરુષોની સંખ્યાવાર યાદી આ પ્રમાણે છે.
8 パロシの子孫は二千百七十二人。
પારોશના વંશજો બે હજાર એકસો બોતેર,
9 シパテヤの子孫は三百七十二人。
શફાટયાના વંશજો ત્રણસો બોતેર,
10 アラの子孫は六百五十二人。
૧૦આરાહના વંશજો છસો બાવન,
11 パハテ・モアブの子孫すなわちエシュアとヨアブの子孫は二千八百十八人。
૧૧યેશૂઆ તથા યોઆબના વંશજોમાંના પાહાથ-મોઆબના વંશજો બે હજાર આઠસો અઢાર,
12 エラムの子孫は一千二百五十四人。
૧૨એલામના વંશજો એક હજાર બસો ચોપન,
13 ザットの子孫は八百四十五人。
૧૩ઝાત્તૂના વંશજો આઠસો પિસ્તાળીસ,
14 ザッカイの子孫は七百六十人。
૧૪ઝાકકાયના વંશજો સાતસો આઠ.
15 ビンヌイの子孫は六百四十八人。
૧૫બિન્નૂઈના વંશજો છસો અડતાળીસ,
16 ベバイの子孫は六百二十八人。
૧૬બેબાયના વંશજો છસો અઠ્ઠાવીસ,
17 アズガデの子孫は二千三百二十二人。
૧૭આઝગાદના વંશજો બે હજાર ત્રણસો બાવીસ,
18 アドニカムの子孫は六百六十七人。
૧૮અદોનિકામના વંશજો છસો સડસઠ.
19 ビグワイの子孫は二千六十七人。
૧૯બિગ્વાયના વંશજો બે હજાર સડસઠ,
20 アデンの子孫は六百五十五人。
૨૦આદીનના વંશજો છસો પંચાવન,
21 ヒゼキヤの家のアテルの子孫は九十八人。
૨૧હિઝકિયાના આટેરના વંશજો અઠ્ઠાણું,
22 ハシュムの子孫は三百二十八人。
૨૨હાશુમના વંશજો ત્રણસો અઠ્ઠાવીસ.
23 ベザイの子孫は三百二十四人。
૨૩બેસાયના વંશજો ત્રણસો ચોવીસ,
24 ハリフの子孫は百十二人。
૨૪હારીફના વંશજો એકસો બાર,
25 ギベオンの子孫は九十五人。
૨૫ગિબ્યોનના વંશજો પંચાણું
26 ベツレヘムおよびネトパの人々は百八十八人。
૨૬બેથલેહેમ તથા નટોફાથી એકસો ઈઠ્યાસી.
27 アナトテの人々は百二十八人。
૨૭અનાથોથના વંશજો એકસો ઈઠ્યાસી,
28 ベテ・アズマウテの人々は四十二人。
૨૮બેથ-આઝમાવેથના વંશજો બેતાળીસ,
29 キリアテ・ヤリム、ケピラおよびベエロテの人々は七百四十三人。
૨૯કિર્યાથ-યારીમના કફીરાના તથા બેરોથના વંશજો સાતસો તેંતાળીસ,
30 ラマおよびゲバの人々は六百二十一人。
૩૦રામા તથા ગેબાના વંશજો છસો એકવીસ.
31 ミクマシの人々は百二十二人。
૩૧મિખ્માશના વંશજો એકસો બાવીસ,
32 ベテルおよびアイの人々は百二十三人。
૩૨બેથેલના તથા આયના વંશજો એકસો ત્રેવીસ,
33 ほかのネボの人々は五十二人。
૩૩નબોના વંશજો બાવન,
34 ほかのエラムの子孫は一千二百五十四人。
૩૪બીજા એલામના વંશજો એક હજાર બસો ચોપન.
35 ハリムの子孫は三百二十人。
૩૫હારીમના વંશજો ત્રણસો વીસ,
36 エリコの人々は三百四十五人。
૩૬યરીખોના વંશજો ત્રણસો પિસ્તાળીસ,
37 ロド、ハデデおよびオノの人々は七百二十一人。
૩૭લોદના, હાદીદના તથા ઓનોના વંશજો સાતસો એકવીસ,
38 セナアの子孫は三千九百三十人。
૩૮સનાઆહના વંશજો ત્રણ હજાર નવસો ત્રીસ.
39 祭司では、エシュアの家のエダヤの子孫が九百七十三人。
૩૯યાજકો: યદાયાના વંશજો, યેશૂઆના કુટુંબનાં નવસો તોંતેર,
40 インメルの子孫が一千五十二人。
૪૦ઈમ્મેરના વંશજો એક હજાર બાવન,
41 パシュルの子孫が一千二百四十七人。
૪૧પાશહૂરના વંશજો એક હજાર બસો સુડતાળીસ,
42 ハリムの子孫が一千十七人。
૪૨હારીમના વંશજો એક હજાર સત્તર.
43 レビびとでは、エシュアの子孫すなわちホデワの子孫のうちのカデミエルの子孫が七十四人。
૪૩લેવીઓ: યેશૂઆના તથા કાદમીએલના વંશજો, હોદેવાના વંશજોમાંના ચુંમોતેર.
44 歌うたう者では、アサフの子孫が百四十八人。
૪૪ગાનારાઓ: આસાફના વંશજો એકસો અડતાળીસ.
45 門衛では、シャルムの子孫、アテルの子孫、タルモンの子孫、アックブの子孫、ハテタの子孫およびショバイの子孫合わせて百三十八人。
૪૫દ્વારપાળો: શાલ્લુમના વંશજો, આટેરના વંશજો, ટાલ્મોનના વંશજો, આક્કુબના વંશજો, હટીટાના વંશજો અને શોબાયના વંશજો એક સો આડત્રીસ.
46 宮に仕えるしもべでは、ジハの子孫、ハスパの子孫、タバオテの子孫、
૪૬ભક્તિસ્થાનના સેવકો: સીહાના વંશજો, હસૂફાના વંશજો, ટાબ્બાઓથના વંશજો,
47 ケロスの子孫、シアの子孫、パドンの子孫、
૪૭કેરોસના વંશજો, સીઆના વંશજો, પાદોનના વંશજો,
48 レバナの子孫、ハガバの子孫、サルマイの子孫、
૪૮લબાનાના વંશજો, હગાબાના વંશજો, શાલ્માયના વંશજો,
49 ハナンの子孫、ギデルの子孫、ガハルの子孫、
૪૯હાનાનના વંશજો, ગિદ્દેલના વંશજો, ગહારના વંશજો.
50 レアヤの子孫、レヂンの子孫、ネコダの子孫、
૫૦રાયાના વંશજો, રસીનના વંશજો, નકોદાના વંશજો,
51 ガザムの子孫、ウザの子孫、パセアの子孫、
૫૧ગાઝ્ઝામના વંશજો, ઉઝઝાના વંશજો, પાસેઆના વંશજો,
52 ベサイの子孫、メウニムの子孫、ネフセシムの子孫、
૫૨બેસાઈના વંશજો, મેઉનીમના વંશજો, નફીસીમના વંશજો.
53 バクブクの子孫、ハクパの子孫、ハルホルの子孫、
૫૩બાકબુકના વંશજો, હાકૂફાના વંશજો, હાર્હૂરના વંશજો,
54 バヅリテの子孫、メヒダの子孫、ハルシャの子孫、
૫૪બાસ્લીથના વંશજો, મહિદાના વંશજો, હાર્શાના વંશજો,
55 バルコスの子孫、シセラの子孫、テマの子孫、
૫૫બાર્કોસના વંશજો, સીસરાના વંશજો, તેમાના વંશજો,
56 ネヂアの子孫およびハテパの子孫。
૫૬નસીઆના વંશજો અને હટીફાના વંશજો.
57 ソロモンのしもべであった者たちの子孫では、ソタイの子孫、ソペレテの子孫、ペリダの子孫、
૫૭સુલેમાનના સેવકોના વંશજો: સોટાયના વંશજો, સોફેરેથના વંશજો, પરીદાના વંશજો,
58 ヤアラの子孫、ダルコンの子孫、ギデルの子孫、
૫૮યાલાના વંશજો, દાર્કોનના વંશજો, ગિદ્દેલના વંશજો,
59 シパテヤの子孫、ハッテルの子孫、ポケレテ・ハッゼバイムの子孫、アモンの子孫。
૫૯શફાટયાના વંશજો, હાટ્ટીલના વંશજો, પોખરેથ-હાસ્સબાઈમના વંશજો અને આમોનના વંશજો.
60 宮に仕えるしもべたちとソロモンのしもべであった者たちの子孫とは合わせて三百九十二人。
૬૦ભક્તિસ્થાનના સેવકો તથા સુલેમાનના સર્વ સેવકો મળીને ત્રણસો બાણું હતા.
61 テルメラ、テルハレサ、ケルブ、アドンおよびインメルから上って来た者があったが、その氏族と、血統とを示して、イスラエルの者であることを明らかにすることができなかった。その人々は次のとおりである。
૬૧તેલ-મેલાહ, તેલ-હાર્શા, કરુબ, આદ્દોન તથા ઈમ્મેરમાંથી જેઓ પાછા આવ્યા હતા તે આ છે: પણ તેઓ ઇઝરાયલીઓમાંના હતા કે નહિ એ વિષે તેઓ પોતપોતાના પૂર્વજોના કુટુંબો તથા પોતપોતાના વંશજો બતાવી શક્યા નહિ.
62 すなわちデラヤの子孫、トビヤの子孫、ネコダの子孫であって、合わせて六百四十二人。
૬૨દલાયાના વંશજો, ટોબિયાના વંશજો તથા નકોદાના વંશજો છસો બેતાળીસ.
63 また祭司のうちにホバヤの子孫、ハッコヅの子孫、バルジライの子孫がある。バルジライはギレアデびとバルジライの娘たちのうちから妻をめとったので、その名で呼ばれた。
૬૩યાજકોમાંના: હબાયાના વંશજો, હાક્કોસના વંશજો અને બાર્ઝિલ્લાયના વંશજો. બાર્ઝિલ્લાયે ગિલ્યાદી દીકરીઓમાંથી એકની સાથે લગ્ન કર્યું હતું, તેથી તેઓનાં નામ પરથી તેનું નામ એ પડ્યું.
64 これらの者はこの系図に載った者のうちに、自分の籍をたずねたが、なかったので、汚れた者として祭司の職から除かれた。
૬૪જેઓ વંશાવળી પ્રમાણે ગણવામાં આવ્યા તેઓમાં તેઓએ પોતાની નોંધ શોધી, પણ તે મળી નહિ, માટે તેઓ યાજકપદમાંથી ફરિગ કરાયા.
65 総督は彼らに告げて、ウリムとトンミムを帯びる祭司の起るまでは、いと聖なる物を食べてはならぬと言った。
૬૫આગેવાનોએ તેઓને કહ્યું કે ઉરીમ અને તુમ્મીમ ધારણ કરનાર એક યાજક ઊભો થાય નહિ ત્યાં સુધી તેઓએ પરમપવિત્ર વસ્તુઓમાંથી ખાવું નહિ.
66 会衆は合わせて四万二千三百六十人であった。
૬૬સર્વ લોકો મળીને બેતાળીસ હજાર ત્રણસો સાઠ માણસો હતા.
67 このほかに男女の奴隷が七千三百三十七人、歌うたう者が男女合わせて二百四十五人あった。
૬૭તે ઉપરાંત તેઓના દાસો તથા દાસીઓ મળીને સાત હજાર ત્રણસો સાડત્રીસ હતા. તેઓમાં ગાનારાઓ તથા ગાનારીઓ બસો પિસ્તાળીસ હતા.
68 その馬は七百三十六頭、その騾馬は二百四十五頭、
૬૮તેઓના ઘોડા સાતસો છત્રીસ હતા, તેઓનાં ખચ્ચર બસો પિસ્તાળીસ હતાં,
69 そのらくだは四百三十五頭、そのろばは六千七百二十頭であった。
૬૯તેઓનાં ઊંટો ચારસો પાંત્રીસ અને તેઓના ગધેડાં છ હજાર સાતસો વીસ હતાં.
70 氏族の長のうち工事のためにささげ物をした人々があった。総督は金一千ダリク、鉢五十、祭司の衣服五百三十かさねを倉に納めた。
૭૦પૂર્વજોનાં કુટુંબોમાંના મુખ્ય આગેવાનોમાંથી કેટલાકે આ કામને માટે ભેટ આપી હતી. મુખ્ય સૂબાએ એક હજાર દારીક સોનું, પચાસ પાત્રો અને પાંચસો ત્રીસ યાજકવસ્ત્રો ભંડારમાં આપ્યાં હતા.
71 また氏族の長のうちのある人々は金二万ダリク、銀二千二百ミナを工事のために倉に納めた。
૭૧પૂર્વજોનાં કુટુંબોના આગેવાનોમાંથી કેટલાકે વીસ હજાર દારીક સોનું તથા બે હજાર બસો માનેહ ચાંદી ભંડારમાં આપ્યાં હતાં.
72 その他の民の納めたものは金二万ダリク、銀二千ミナ、祭司の衣服六十七かさねであった。
૭૨બાકીના લોકોએ જે આપ્યું તે વીસ હજાર દારીક, બે હજાર માનેહ ચાંદી તથા સડસઠ યાજકવસ્ત્ર હતાં.
73 こうして祭司、レビびと、門衛、歌うたう者、民のうちのある人々、宮に仕えるしもべたち、およびイスラエルびとは皆その町々に住んだ。イスラエルの人々はその町々に住んで七月になった。
૭૩તેથી યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગાનારાઓ, ભક્તિસ્થાનના સેવકો, કેટલાક લોકો, તથા સર્વ ઇઝરાયલીઓ પોતપોતાનાં નગરોમાં વસ્યા. સાતમા માસમાં ઇઝરાયલી લોકો પોતપોતાના નગરોમાં આવીને વસ્યા.”

< ネヘミヤ 記 7 >