< ヨブ 記 32 >
1 このようにヨブが自分の正しいことを主張したので、これら三人の者はヨブに答えるのをやめた。
૧પછી આ ત્રણ મિત્રોએ અયૂબને જવાબ આપવાનું બંધ કર્યું, કારણ કે અયૂબ તેની પોતાની નજરમાં ન્યાયી હતો.
2 その時ラム族のブズびとバラケルの子エリフは怒りを起した。すなわちヨブが神よりも自分の正しいことを主張するので、彼はヨブに向かって怒りを起した。
૨પછી રામના કુટુંબના બારાકેલ બુઝીના દીકરા અલીહૂને અયૂબ પર ગુસ્સે આવ્યો; કારણ કે અયૂબે ઈશ્વર કરતાં પોતાને ન્યાયી જાહેર કર્યો હતો.
3 またヨブの三人の友がヨブを罪ありとしながら、答える言葉がなかったので、エリフは彼らにむかっても怒りを起した。
૩અલીહૂને તેના ત્રણ મિત્રો પ્રત્યે પણ ક્રોધ આવ્યો, કારણ કે તેઓ અયૂબની વાતોનો જવાબ આપી શક્યા નહોતા, તેમ છતાં તેઓએ અયૂબને દોષિત જાહેર કર્યો.
4 エリフは彼らが皆、自分よりも年長者であったので、ヨブに物言うことをひかえて待っていたが、
૪હવે અલીહૂ અયૂબ સાથે વાર્તાલાપ કરવાની રાહ જોઈ રહ્યો હતો, કારણ કે અન્ય લોકો તેના કરતા વડીલ હતા.
5 ここにエリフは三人の口に答える言葉のないのを見て怒りを起した。
૫તેમ છતાં જ્યારે અલીહૂએ જોયું કે તે ત્રણેની પાસે કોઈ જવાબ નથી, ત્યારે તેને વધારે ગુસ્સો આવ્યો.
6 ブズびとバラケルの子エリフは答えて言った、「わたしは年若く、あなたがたは年老いている。それゆえ、わたしははばかって、わたしの意見を述べることをあえてしなかった。
૬બારાકેલ બુઝીના દીકરા અલીહૂએ જવાબ આપતાં કહ્યું કે, “હું તરુણ છું, અને તમે ઘણા વૃદ્ધ છો. તે માટે હું ચૂપ રહ્યો અને મારો અભિપ્રાય તમને જણાવવાની મેં હિંમત કરી નહિ.”
7 わたしは思った、『日を重ねた者が語るべきだ、年を積んだ者が知恵を教えるべきだ』と。
૭મેં કહ્યું, “દીર્ઘ આયુષ્યવાળાઓએ બોલવું જોઈએ; અને દીર્ઘ આયુષ્યવાળાઓએ ડહાપણ શીખવવું જોઈએ.
8 しかし人のうちには霊があり、全能者の息が人に悟りを与える。
૮પણ માણસમાં આત્મા રહેલો છે; અને સર્વશક્તિમાન ઈશ્વરનો શ્વાસ લોકોને સમજણ આપે છે.
9 老いた者、必ずしも知恵があるのではなく、年とった者、必ずしも道理をわきまえるのではない。
૯મહાન લોકો જ બુદ્ધિમાન હોય છે તેવું નથી, અથવા વૃદ્ધ લોકો જ ન્યાય સમજે છે તે પ્રમાણે હંમેશા હોતું નથી.
10 ゆえにわたしは言う、『わたしに聞け、わたしもまたわが意見を述べよう』。
૧૦તે માટે હું કહું છું કે, ‘મને સાંભળો; હું પણ તમને મારું ડહાપણ જાહેર કરીશ’.
11 見よ、わたしはあなたがたの言葉に期待し、その知恵ある言葉に耳を傾け、あなたがたが言うべき言葉を捜し出すのを待っていた。
૧૧જુઓ, જ્યારે તમે વિચારતા હતા કે શું બોલવું; મેં તમારા શબ્દોની રાહ જોઈ અને મેં તમારી દલીલો સાંભળી.
12 わたしはあなたがたに心をとめたが、あなたがたのうちにヨブを言いふせる者はひとりもなく、また彼の言葉に答える者はひとりもなかった。
૧૨ખરેખર, મેં તમને ધ્યાનથી સાંભળ્યા, પણ, જુઓ, તમારામાંનો કોઈ પણ અયૂબને ખાતરી કરાવી શક્યો નહિ અને તેને જવાબમાં પ્રત્યુત્તર પણ આપી શક્યો નહિ.
13 おそらくあなたがたは言うだろう、『われわれは知恵を見いだした、彼に勝つことのできるのは神だけで、人にはできない』と。
૧૩સાવચેત રહેજો અને એવું ન કહેતા કે, ‘અમને ડહાપણ પ્રાપ્ત થયું છે!” ઈશ્વર અયૂબને હરાવશે; સામાન્ય માણસ કંઈ કરી શકે નહિ.
14 彼はその言葉をわたしに向けて言わなかった。わたしはあなたがたの言葉をもって彼に答えることはしない。
૧૪અયૂબે મારી સાથે દલીલ કરી નથી, તેથી હું તમારા શબ્દોથી તેને સામો જવાબ આપીશ નહિ.
15 彼らは驚いて、もはや答えることをせず、彼らには、もはや言うべき言葉がない。
૧૫આ ત્રણ માણસો સ્તબ્ધ થઈ ગયા; તેઓ અયૂબને જવાબ આપી શક્યા નહીં. તેઓની પાસે બોલવાને કોઈ શબ્દો રહ્યા નથી.
16 彼らは物言わず、立ちとどまって、もはや答えるところがないので、わたしはこれ以上待つ必要があろうか。
૧૬કારણ કે તેઓ શાંત ઊભા છે અને જવાબ આપતા નથી, તેઓ વાત કરતા નથી તેથી શું હું રાહ જોઈ બેસી રહું?
17 わたしもまたわたしの分を答え、わたしの意見を述べよう。
૧૭ના, હું પણ જવાબમાં મારો અભિપ્રાય આપીશ; હું તેઓને મારા વિચારો જાહેર કરીશ.
18 わたしには言葉が満ち、わたしのうちの霊がわたしに迫るからだ。
૧૮મારી પાસે કહેવાને ઘણી બાબતો છે; મારો આત્મા મને ફરજ પાડે છે.
19 見よ、わたしの心は口を開かないぶどう酒のように、新しいぶどう酒の皮袋のように、今にも張りさけようとしている。
૧૯જુઓ, હું નવી દ્રાક્ષારસના મશક જેવો છું કે જે હજી ખોલી ન હોય; તેવું મારું મન છે, નવા મશકની જેમ તે ફાટવાની તૈયારીમાં છે.
20 わたしは語って、気を晴らし、くちびるを開いて答えよう。
૨૦હું બોલીશ જેથી મારું મન સ્વસ્થ થાય; હું મારા મુખે જવાબ આપીશ.
21 わたしはだれをもかたより見ることなく、また何人とにもへつらうことをしない。
૨૧હું પક્ષપાત કરીશ નહિ; અથવા હું કોઈ પણ માણસને ખુશામતનો ખિતાબ આપીશ નહિ.
22 わたしはへつらうことを知らないからだ。もしへつらうならば、わたしの造り主は直ちにわたしを滅ぼされるであろう。
૨૨કેમ કે મને ખુશામત કરતાં આવડતું નથી; જો હું એમ કરું તો, સર્જનહાર ઈશ્વર મારો જલદી નાશ કરે.