< ヨブ 記 28 >

1 しろがねには掘り出す穴があり、精錬するこがねには出どころがある。
રૂપાને માટે ખાણ હોય છે, અને સોનાને ગાળીને તેને શુદ્ધ બનાવવા માટે જગ્યા હોય છે.
2 くろがねは土から取り、あかがねは石から溶かして取る。
લોખંડ જમીનમાંથી ખોદી કાઢવામાં આવે છે, અને તાંબુ ખડકમાંથી ગાળવામાં આવે છે.
3 人は暗やみを破り、いやはてまでも尋ねきわめて、暗やみおよび暗黒の中から鉱石を取る。
માણસ અંધકારને ભેદે છે, અને ઘોર અંધકાર તથા મૃત્યુછાયાના પથ્થરોને પણ, છેક છેડાથી શોધી કાઢે છે.
4 彼らは人の住む所を離れて縦穴をうがち、道行く人に忘れられ、人を離れて身をつりさげ、揺れ動く。
માણસની વસ્તીથી દૂર તેઓ ખાણ ખોદે છે. ત્યાંથી પસાર થનાર તે ખાણ વિષે જાણતા નથી, તેઓ માણસોથી દૂર લટકે છે તેઓ આમતેમ ઝૂલે છે.
5 地はそこから食物を出す。その下は火でくつがえされるようにくつがえる。
ધરતીમાંથી અનાજ ઊગે છે અને તેની નીચે તો જાણે અગ્નિથી ઊકળતો હોય એવું છે.
6 その石はサファイヤのある所、そこにはまた金塊がある。
તેના ખડકોમાંથી નીલમણિઓ મળે છે, અને તેમાંથી સોનાના ગઠ્ઠા નીકળે છે.
7 その道は猛禽も知らず、たかの目もこれを見ず、
કોઈ શિકારી પક્ષી તે રસ્તો જાણતું નથી. બાજ પક્ષીની આંખે પણ તે રસ્તો જોયો નથી.
8 猛獣もこれを踏まず、ししもこれを通らなかった。
વિકરાળ પશુ પણ ત્યાં પહોંચ્યું નથી. મદોન્મત સિંહના પગ પણ ત્યાં પડ્યા નથી.
9 人は堅い岩に手をくだして、山を根元からくつがえす。
તે ચકમકના ખડક પર પોતાનો હાથ લંબાવે છે. તે પર્વતોને સમૂળગા ઊંધા વાળે છે.
10 彼は岩に坑道を掘り、その目はもろもろの尊い物を見る。
૧૦તે ખડકોમાંથી ભોંયરાઓ ખોદી કાઢે છે, અને તેમની આંખ દરેક મૂલ્યવાન વસ્તુને જુએ છે.
11 彼は水路をふさいで、漏れないようにし、隠れた物を光に取り出す。
૧૧તે નદીઓને વહેતી બંધ કરે છે અને ગુપ્ત બાબતો પ્રગટમાં લાવે છે.
12 しかし知恵はどこに見いだされるか。悟りのある所はどこか。
૧૨પરંતુ તમને બુદ્ધિ ક્યાંથી મળે? અને સમજશકિતનું સ્થળ ક્યાં છે?
13 人はそこに至る道を知らない、また生ける者の地でそれを獲ることができない。
૧૩મનુષ્ય ડહાપણની કિંમત જાણતો નથી; પૃથ્વી પરના લોકોમાં જ્ઞાન મળતું નથી.
14 淵は言う、『それはわたしのうちにない』と。また海は言う、『わたしのもとにない』と。
૧૪ઊંડાણ કહે છે, ‘તે મારી પાસે નથી;’ મહાસાગરો કહે છે, ‘તે મારી પાસે નથી.’
15 精金もこれと換えることはできない。銀も量ってその価とすることはできない。
૧૫તે સોનાથી ખરીદી શકાય નહિ. તેની કિંમત બદલ ચાંદી પણ પર્યાપ્ત નથી.
16 オフルの金をもってしても、その価を量ることはできない。尊い縞めのうも、サファイヤも同様である。
૧૬ઓફીરના સોનાને ધોરણે કે મૂલ્યવાન ગોમેદ કે નીલમને ધોરણે તેની કિંમત થાય નહિ.
17 こがねも、玻璃もこれに並ぶことができない。また精金の器物もこれと換えることができない。
૧૭સોના કે હીરા સાથે તેની તુલના થઈ શકે તેમ નથી. કે, ચોખ્ખા સોનાનાં આભૂષણ પણ તેને તોલે આવે નહિ.
18 さんごも水晶も言うに足りない。知恵を得るのは真珠を得るのにまさる。
૧૮પરવાળાં કે સ્ફટિકમણિનું તો નામ જ ના લેવું; જ્ઞાનની કિંમત તો માણેક કરતાં પણ વધુ ઊંચી છે.
19 エチオピヤのトパズもこれに並ぶことができない。純金をもってしても、その価を量ることはできない。
૧૯કૂશ દેશનો પોખરાજ પણ તેની બરોબરી કરી શકે નહિ, શુદ્ધ સોનાથી પણ તેની બરોબરી થાય નહિ.
20 それでは知恵はどこから来るか。悟りのある所はどこか。
૨૦ત્યારે બુદ્ધિ ક્યાંથી આવે છે? અને સમજશકિતનું સ્થળ ક્યાં છે?
21 これはすべての生き物の目に隠され、空の鳥にも隠されている。
૨૧કેમ કે દરેક સજીવ વસ્તુથી તે છુપાયેલું છે. આકાશના પક્ષીઓથી પણ તે ગુપ્ત રખાયેલું છે.
22 滅びも死も言う、『われわれはそのうわさを耳に聞いただけだ』。
૨૨વિનાશ તથા મૃત્યુ કહે છે, ‘અમે અમારા કાનોએ તેની અફવા સાંભળી છે.’
23 神はこれに至る道を悟っておられる、彼はそのある所を知っておられる。
૨૩ઈશ્વર જ તેનો માર્ગ જાણે છે, અને તે જ તેનું સ્થળ જાણે છે.
24 彼は地の果までもみそなわし、天が下を見きわめられるからだ。
૨૪કેમ કે ધરતીના છેડા સુધી તેમની નજર પહોંચે છે, આકાશની નીચે તે બધું જોઈ શકે છે.
25 彼が風に重さを与え、水をますで量られたとき、
૨૫ઈશ્વર પવનનું વજન કરે છે, હા, તે પાણીને માપથી માપી નાખે છે.
26 彼が雨のために規定を設け、雷のひらめきのために道を設けられたとき、
૨૬જ્યારે તેમણે વરસાદ માટે નિયમ ઠરાવ્યો, અને મેઘની ગર્જના સાથે વાવાઝોડાનો માર્ગ નક્કી કર્યો,
27 彼は知恵を見て、これをあらわし、これを確かめ、これをきわめられた。
૨૭તે વખતે ઈશ્વરે તેને જોયું અને તેનું વર્ણન કર્યું; તેમણે તેને સ્થાપન કર્યું અને તેને શોધી પણ કાઢ્યું.
28 そして人に言われた、『見よ、主を恐れることは知恵である、悪を離れることは悟りである』と」。
૨૮ઈશ્વરે માણસને કહ્યું, જુઓ, પ્રભુનો ડર તે જ જ્ઞાન છે; દુષ્ટતાથી દૂર રહેવું તે જ સમજશકિત છે.”

< ヨブ 記 28 >