< 創世記 5 >
1 アダムの系図は次のとおりである。神が人を創造された時、神をかたどって造り、
૧આદમની વંશાવળીની વિગતો આ પ્રમાણે છે. ઈશ્વરે પોતાની પ્રતિમા પ્રમાણે માણસનું સર્જન કર્યું.
2 彼らを男と女とに創造された。彼らが創造された時、神は彼らを祝福して、その名をアダムと名づけられた。
૨પુરુષ તથા સ્ત્રીને તેમણે સર્જ્યા, તેઓને આશીર્વાદ આપ્યો અને તેઓની ઉત્પત્તિના દિવસે તેઓનું નામ માનવજાત પાડવામાં આવ્યું.
3 アダムは百三十歳になって、自分にかたどり、自分のかたちのような男の子を生み、その名をセツと名づけた。
૩જયારે આદમ એકસો ત્રીસ વર્ષનો થયો, ત્યારે તેને તેની પ્રતિમા તથા સ્વરૂપ પ્રમાણે તેની પત્નીએ દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ શેથ પાડ્યું.
4 アダムがセツを生んで後、生きた年は八百年であって、ほかに男子と女子を生んだ。
૪શેથના જન્મ પછી આદમ આઠસો વર્ષ જીવ્યો અને તે ઘણાં દીકરા અને દીકરીઓનો પિતા થયો.
5 アダムの生きた年は合わせて九百三十歳であった。そして彼は死んだ。
૫આદમ નવસો ત્રીસ વર્ષની ઉંમરે મરણ પામ્યો.
૬જયારે તેના પુત્ર અનોશનો જન્મ થયો ત્યારે શેથ એકસો પાંચ વર્ષનો થયો.
7 セツはエノスを生んだ後、八百七年生きて、男子と女子を生んだ。
૭અનોશનો જન્મ થયા પછી, શેથ આઠસો સાત વર્ષ જીવ્યો, તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
8 セツの年は合わせて九百十二歳であった。そして彼は死んだ。
૮શેથ નવસો બાર વર્ષની ઉંમરે મરણ પામ્યો.
૯જયારે તેના પુત્ર કેનાનનો જન્મ થયો ત્યારે અનોશ નેવું વર્ષનો હતો.
10 エノスはカイナンを生んだ後、八百十五年生きて、男子と女子を生んだ。
૧૦કેનાનના જન્મ પછી અનોશ આઠસો પંદર વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
11 エノスの年は合わせて九百五歳であった。そして彼は死んだ。
૧૧અનોશ નવસો પાંચ વર્ષની ઉંમરે મરણ પામ્યો.
12 カイナンは七十歳になって、マハラレルを生んだ。
૧૨જયારે તેના પુત્ર માહલાલેલનો જન્મ થયો ત્યારે કેનાન સિત્તેર વર્ષનો હતો.
13 カイナンはマハラレルを生んだ後、八百四十年生きて、男子と女子を生んだ。
૧૩માહલાલેલનો જન્મ થયા પછી કેનાન આઠસો ચાળીસ વર્ષ સુધી જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
14 カイナンの年は合わせて九百十歳であった。そして彼は死んだ。
૧૪કેનાન નવસો દસ વર્ષની ઉંમરે મરણ પામ્યો.
15 マハラレルは六十五歳になって、ヤレドを生んだ。
૧૫જ્યારે તેના પુત્ર યારેદનો જન્મ થયો ત્યારે માહલાલેલ પાંસઠ વર્ષનો હતો.
16 マハラレルはヤレドを生んだ後、八百三十年生きて、男子と女子を生んだ。
૧૬યારેદનો જન્મ થયા પછી માહલાલેલ આઠસો ત્રીસ વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
17 マハラレルの年は合わせて八百九十五歳であった。そして彼は死んだ。
૧૭માહલાલેલ આઠસો પંચાણું વર્ષની ઉંમરે મરણ પામ્યો.
18 ヤレドは百六十二歳になって、エノクを生んだ。
૧૮જયારે તેના પુત્ર હનોખનો જન્મ થયો ત્યારે યારેદ એકસો બાસઠ વર્ષનો હતો.
19 ヤレドはエノクを生んだ後、八百年生きて、男子と女子を生んだ。
૧૯હનોખનો જન્મ થયા પછી યારેદ આઠસો વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
20 ヤレドの年は合わせて九百六十二歳であった。そして彼は死んだ。
૨૦યારેદ નવસો બાસઠ વર્ષની ઉંમરે મરણ પામ્યો.
21 エノクは六十五歳になって、メトセラを生んだ。
૨૧તેના પુત્ર મથૂશેલાહનો જન્મ થયો ત્યારે હનોખ પાંસઠ વર્ષનો હતો.
22 エノクはメトセラを生んだ後、三百年、神とともに歩み、男子と女子を生んだ。
૨૨મથૂશેલાહનો જન્મ થયાં પછી હનોખ ત્રણસો વર્ષ ઈશ્વરની સંઘાતે ચાલ્યો અને તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
૨૩હનોખનું પૃથ્વી પરનું આયુષ્ય ત્રણસો પાંસઠ વર્ષનું હતું.
24 エノクは神とともに歩み、神が彼を取られたので、いなくなった。
૨૪હનોખ ઈશ્વરની સંઘાતે ચાલતો હતો. પછી તે અદ્રશ્ય થઈ ગયો, કેમ કે ઈશ્વરે તેને લઈ લીધો હતો.
25 メトセラは百八十七歳になって、レメクを生んだ。
૨૫જયારે તેના પુત્ર લામેખનો જન્મ થયો ત્યારે મથૂશેલાહ એકસો સિત્યાસી વર્ષનો હતો.
26 メトセラはレメクを生んだ後、七百八十二年生きて、男子と女子を生んだ。
૨૬લામેખનો જન્મ થયા પછી મથૂશેલાહ સાતસો બ્યાસી વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
27 メトセラの年は合わせて九百六十九歳であった。そして彼は死んだ。
૨૭મથૂશેલાહ નવસો અગણોસિત્તેર વર્ષની ઉંમરે મરણ પામ્યો.
૨૮જયારે લામેખ એકસો બ્યાસી વર્ષનો થયો ત્યારે તે એક દીકરાનો પિતા થયો.
29 「この子こそ、主が地をのろわれたため、骨折り働くわれわれを慰めるもの」と言って、その名をノアと名づけた。
૨૯તેણે તેનું નામ નૂહ રાખ્યું અને કહ્યું કે, “આ ઈશ્વરે શાપિત કરેલી ભૂમિ પર અમારા સખત કામ અને અમારા હાથોના સખત પરિશ્રમથી અમને વિસામો આપશે.”
30 レメクはノアを生んだ後、五百九十五年生きて、男子と女子を生んだ。
૩૦નૂહનો જન્મ થયા પછી લામેખ પાંચસો પંચાણું વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
31 レメクの年は合わせて七百七十七歳であった。そして彼は死んだ。
૩૧લામેખ સાતસો સિત્તોતેર વર્ષની ઉંમરે મરણ પામ્યો.
32 ノアは五百歳になって、セム、ハム、ヤペテを生んだ。
૩૨નૂહ પાંચસો વર્ષનો થયો પછી તે શેમ, હામ તથા યાફેથનો પિતા થયો.