< Katuma 2 >
1 Unu uwui Ufentacus wa eh vat uwe wa orno a hira inde.
૧પચાસમાનો દિવસ આવ્યો, તે સમયે તેઓ સર્વ એક સ્થળે એકત્ર થયા હતા.
2 Wa dusa wa kunna u gumurka u ire mu gusi ni pupur ni dusa ni myina a kura me sa cikini.
૨ત્યારે સ્વર્ગમાંથી એકાએક ભારે આંધીના ઘુઘવાટ જેવો અવાજ આવ્યો, અને તેઓ જ્યાં બેઠા હતા તે આખું ઘર ગાજી ઊઠયું.
3 Are myiran kasi urah a harzina, atu, ani ceh ni konda avi anyimo a we me.
૩અગ્નિના જેવી છૂટી પડતી જીભો તેઓને દેખાઈ, અને તેઓમાંના દરેક ઉપર બેઠી.
4 Wa myica in bibe bi riri vat uwe wa tunguno u boo a myiran me sa a harsi we ni.
૪તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા.
5 Ayimo urishlima are a yahudawa rani anu. tarsa Asere, ko da ba anyimo uneh.
૫હવે આકાશની નીચેના દરેક દેશમાંથી ધાર્મિક યહૂદીઓ યરુશાલેમમાં રહેતા હતા.
6 Sa wa kunna ugumurka ugino me, vat nigoru na nu me orno ahira a inde barki wa ko a vi ma zin in tize in ni myiran nu me.
૬તે અવાજ સંભળાયો ત્યારે ઘણાં લોકો ભેગા થયા, અને ચકિત થઈ ગયા, કેમ કે તેઓમાંના દરેકે પોતપોતાની ભાષામાં તેઓને બોલતા સાંભળ્યાં.
7 Imum me i cukuno we i bosa utize, wnagu,' kadura, na vat u weme sa wa zin tize ti geme da anu uGalatiya wani ba.
૭તેઓ સઘળા વિસ્મિત થયા અને નવાઈ પામીને એકબીજાને કહેવા લાગ્યા કે, જુઓ, શું આ તમામ બોલનારા ગાલીલના નથી?
8 Aneni ti kunna weh, konda vi ma boo nyiran na hira me sa ayo meni.
૮તો કેમ તેઓને આપણે આપણી માતૃભાષામાં બોલતાં સાંભળીએ છીએ?
9 Haru be anu, ufaritiya, wan anu Elamawa nan anu Ubagadaza wan anu Uyahudiya, wan anu Fantus nan Asiya.
૯પાર્થીઓ, માદીઓ, એલામીઓ, મેસોપોટેમિયાના, યહૂદિયાના, કપાદોકિયાના, પોન્તસના, આસિયાના,
10 Nan anu Firijiya, wan anu Banfiliya, nan anu Nasar, nan adesa wa ra ati kira ti Kurane a mayanga mu Libiya, nan na genu sa wa suri Uroma, ma Yahudawa an de sa wa ribe ati Yahudanci.
૧૦ફ્રુગિયાના, પામ્ફૂલિયાના, મિસરના તથા કુરેની પાસેના લિબિયાના પ્રાંતોમાંના રહેવાસીઓ તથા રોમન પ્રવાસીઓ, યહૂદીઓ તથા નવા થયેલા યહૂદીઓ,
11 Makaritawa wan ma Larabawa vat ta kuna we wa zin unu boo abanga Asre inti lem ti ti pin turu.
૧૧ક્રીતીઓ તથા આરબો, તેઓને આપણી પોતાની ભાષાઓમાં ઈશ્વરનાં પરાક્રમી કામો વિષે બોલતાં સાંભળીએ છીએ.
12 Vat uwe biyau ba mekibwe, wa gusi acece nyanini ya zige me.
૧૨તેઓ સર્વ વિસ્મિત થયા અને ગૂંચવણમાં પડીને એકબીજાને કહેવા લાગ્યા કે, “આ શું હશે?”
13 Aye wa wuzi ni basa wa gu,” wa sa ubere uni.
૧૩પણ બીજાઓએ ઠઠ્ઠામશ્કરી કરતાં કહ્યું કે, “એ માણસોએ નવો દ્રાક્ષારસ પીધો છે.”
14 Bitrus ma hiri ma tunno anu ukirau unu inde, ma nyeze ni myira, magu we,” Anu yahudiya nan a de sa wa ra a Urushalima, rusani imum igeme, rikani titui a tize tum.
૧૪ત્યારે પિતરે અગિયારની સાથે ઊભા થઈ ઊંચે સ્વરે તેઓને કહ્યું કે, “યહૂદિયાના માણસો તથા યરુશાલેમના રહેવાસીઓ, તમે સર્વ જાણી લો અને મારી વાતોને કાન દો.”
15 Ana geme dawa sa ubere ba kasi u hira ushi me.
૧૫આ માણસો પીધેલા છે એમ તમે ધારો છો, પણ એમ નથી; કેમ કે હજી તો સવારના નવ થયા છે.
16 Imum be sa Yowel ma gu.
૧૬પણ એ તો યોએલ પ્રબોધકે જે કહ્યું હતું તે જ છે; એટલે કે,
17 Asere a gu, indi wuu bi be bi riri a nyimo anabu vat, ahana wan na ruma vat wadi buu tize tum, i nyani i shi me wadi iri imumu i ge sa wa mu ira ba, Cukoro wadi wuzi ti ro.
૧૭ઈશ્વર કહે છે કે, “છેલ્લાં દિવસોમાં એમ થશે કે, હું મારો પવિત્ર આત્મા સર્વ માણસો પર રેડી દઈશ; અને તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે, તમારા જુવાનોને સંદર્શનો થશે, અને તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે;
18 A tiye ti geme indi wu we bi be biriri wadi buu imum sa i eze aje aru.
૧૮વળી તે સમયોમાં હું મારા સેવકો પર તથા મારી સેવિકાઓ પર મારો આત્મા રેડી દઈશ; અને તેઓ પ્રબોધ કરશે;
19 Indi bezi we imum idandang ya sesere wani ige sa ira adizi, maye, urah, matum wan mu cingo.
૧૯વળી હું ઉપર આકાશમાં આશ્ચર્યકર્મો તથા નીચે પૃથ્વી પર ચમત્કારિક ચિહ્નો બતાવીશ; લોહી, અગ્નિ તથા ધુમાડાના ગોટેગોટા;
20 Zuwui udi gamirka ucukuno Maree, Upeh uhana Maye, Uwui Ogomo Asere uku eh, uwui udang u gino me.
૨૦પ્રભુનો તે મહાન તથા પ્રસિદ્ધ દિવસ આવ્યા અગાઉ સૂર્ય અંધકારરૂપ અને ચંદ્ર લોહીરૂપ થઈ જશે;
21 Abine ani koda avi madi wuzi biringara anyimo aniza na Asere unu bura uru.
૨૧તે સમયે એમ થશે કે જે કોઈ પ્રભુને નામે પ્રાર્થના કરશે તે ઉદ્ધાર પામશે.”
22 Anu Isaraila, kuna ni, Yesu unu Unazarat, de sa Asere a nya shi barki uhem ume, ahira imum idang wan imum i busa itize sa ma wuzi anyimo a shi me, kasi urusa ushi me.
૨૨ઓ ઇઝરાયલી માણસો, તમે આ વાતો સાંભળો. ઈસુ નાઝારી, જેમની મારફતે પ્રભુએ તમારામાં જે પરાક્રમી કામો, આશ્ચર્યકર્મો તથા ચમત્કારિક ચિહ્નો કરાવ્યાં, જે વિષે તમે પોતે પણ જાણો છો, તેઓ વડે તે ઈશ્વરને પસંદ પડેલા માણસ તરીકે તમારી આગળ સાબિત થયા તે છતાં,
23 Yesu ugino me Aserea nya shi me unu rusa ume shi igankirka me utiti, a tari tanu zatu urusa Asere.
૨૩ઈશ્વરના સંકલ્પ તથા પૂર્વજ્ઞાન પ્રમાણે તેમને પરસ્વાધીન કરાયા, તેમને પકડીને દુષ્ટોની હસ્તક વધસ્તંભે જડાવીને મારી નખાયા.
24 De sa Asere a hirza me unu ui, ma sopi me iwono iginome, barki iwono ya bari i inta me ba.
૨૪ઈશ્વરે તેમને મરણની વેદનાથી અલિપ્ત રાખી ઉઠાડ્યાં; કેમ કે તેઓ મૃત્યુના બંધનમાં રહે તે અસંભવ હતું.
25 Dauda magu, vat uganiya in hirsa Asere aje am, ma ra atari ti na ree tm barki kti in urno.
૨૫કેમ કે દાઉદ તેમના વિષે કહે છે કે, મેં પોતાની સંમુખ પ્રભુને નિત્ય જોયા; તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડવામાં આવે નહિ.
26 Barki ani me, iriba im izi pau, in zin ini riba i rum sarki i binani, in ra anyimo ani pum, indi wuzi ivai sarki ibinani.
૨૬એથી મારું હૃદય મગ્ન થયું, અને મારી જીભે હર્ષ કર્યો; વળી મારો મનુષ્યદેહ પણ આશામાં રહેશે;
27 Barki mada hem in mi “iriba im iribe u ra ba, uda kuri hem iriba i we me iwici ba. (Hadēs )
૨૭કેમ કે તમે મારા આત્માને હાદેસમાં રહેવા દેશો નહિ, વળી તમે તમારા પવિત્રને કોહવાણ પણ જોવા દેશો નહિ. (Hadēs )
28 Wa be zum una iuai, udi kuri u wum i myinca ini riba irum a mu henu mu we me.
૨૮તમે મને જીવનના માર્ગ જણાવ્યાં છે; તમારા મુખના દર્શનથી તમે મને આનંદથી ભરપૂર કરશો.
29 Ni henu, in da ki in boo shi tize in riba ka inde an ce ni ucokoro uru Dauda, ma wi vat me, kani igeme icau imeme ira ahira aru.
૨૯ભાઈઓ, આપણા પૂર્વજ દાઉદ વિષે હું તમને ખુલ્લી રીતે કહી શકું છું કે, તે મરણ પામ્યો છે, અને દફનાવાયો પણ છે, અને તેની કબર આજ સુધી અહીં આપણે ત્યાં છે.
30 Barki ani me, mazi unu kurzizo utize ta Asere mani, Asere a toniko me, madi tari uye a nyimo ni kura nu meme ahira ti cukun ta Asere.
૩૦તે પ્રબોધક હતો, અને જાણતો હતો કે ઈશ્વરે સમ ખાઈને તેને કહ્યું છે કે, તારા સંતાનમાંના એકને હું તારા રાજ્યાસન પર બેસાડીશ;
31 Ma ira ma kuri mabuki abanga uhira u Yesu a nyimo iwono, agi madi ceki me anyimo ura ba,”ni pum nu meme ni da wicu ba. (Hadēs )
૩૧એવું અગાઉથી જાણીને તેણે ખ્રિસ્તનાં પુનરુત્થાન વિષે કહ્યું કે, તેમને હાદેસમાં રહેવા દેવામાં આવ્યા નહિ, અને તેમના દેહને સડી જવા દીધો નહીં. (Hadēs )
32 Yesu ugeme, sa Asere a hirza me, unu rusa uru.
૩૨એ ઈસુને ઈશ્વરે સજીવન કર્યા છે, અને તે વિષે અમે સર્વ સાક્ષી છીએ.
33 Barki sa a yeze me ma cukuno atari tina reh ta Asere, anyimo a bibe bi riri ahira aco, ma kwonko bi be biriri unu kunna ushime.
૩૩માટે ઈશ્વરને જમણે હાથે તેમને ઉપર લઈ લેવામાં આવ્યા, અને આશાવચન અનુસાર ઈશ્વરપિતા પાસેથી પવિત્ર આત્મા પામીને, આ જે તમે જુઓ છો તથા સાંભળો છો, તેમ તેમણે આપણને પવિત્ર આત્મા આપ્યાં છે.
34 Da Dauda mani ma nyene Asere ba, ma eh inice nu mume ma gu,”Asere a gunna Asere am cukuno a tari tina reh tum.
૩૪કેમ કે દાઉદ તો સ્વર્ગમાં ચઢ્યો નહોતો; પણ તે પોતે કહે છે,
35 Sede sa mapalki ana nu eru nu meme.
૩૫પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે, તારા શત્રુઓને હું તારું પાયાસન કરું ત્યાં લગી તું મારે જમણે હાથે બેસ.
36 Barki ane ani ani, na vat akura Isaraila wa rusi Asere akurzo me ma cukuno Asere nan unu bura uru de sa ya gankirka me.
૩૬એ માટે ઇઝરાયલના તમામ લોકોએ નિશ્ચે જાણવું કે, જે ઈસુને તમે વધસ્તંભ પર મારી નાખ્યા, તેમને ઈશ્વરે પ્રભુ તથા ખ્રિસ્ત બનાવ્યા છે.
37 Sa wa kunna imum igeme, tize me ti tumi we a muriba mu we me, wa gu Butrus wan nu kasu anu tarsa UYesu,”Ni henu nyanini tidi wuzi?
૩૭હવે આ સાંભળીને તેઓનાં મન વીંધાઈ ગયા, અને તેઓએ પિતરને તથા બીજા પ્રેરિતોને કહ્યું કે, ભાઈઓ, અમે શું કરીએ?
38 Bitrus ma gu we, kabirka ni tize ta Sere a zoro shi, koda avi a nyimo ni za ni Yesu unu ubura uru madi kwiji ma dini vat, idi kabi u nyanki ubi be biriri.
૩૮ત્યારે પિતરે તેઓને કહ્યું કે, પસ્તાવો કરો, અને તમારાં પાપોની માફીને માટે ઈસુ ખ્રિસ્તને નામે તમારામાંના પ્રત્યેક બાપ્તિસ્મા પામો, અને તમને પવિત્ર આત્માનું દાન પ્રાપ્ત થશે.
39 Ubuka ugino me bark shewani, wan na ahana ashime, nan andesa wa zi pit, an desa Ogomo Asere aru ma titi we.
૩૯કેમ કે તે આશાવચન તમારે સારુ તથા તમારાં છોકરાંને તથા જેઓ દૂર છે તેઓને સારુ છે, એટલે આપણા ઈશ્વર પ્રભુ જેટલાંને પોતાની પાસે બોલાવશે તે સર્વને સારુ છે.
40 Ma boo we tize gwardang, ma boo ma kingizini be mag” Bura ni ace ashime uneh uneh ubari ugeme.
૪૦પિતરે બીજી ઘણી વાતો કહીને સાક્ષી આપી તથા બોધ કર્યો કે, તમે આ જમાનાનાં દુષ્ટ લોકથી બચી જાઓ.
41 Ba wa kabi tizeme, a zorowe wa kinki in na nu akura- kuri a taru.
૪૧ત્યારે જેઓએ તેની વાત સ્વીકારી તેઓ બાપ્તિસ્મા પામ્યા. અને તે જ દિવસે ત્રણેક હજાર માણસો ઉમેરાયાં.
42 Wa dusa wa ri ajenan anu tarsa uYesu wan anu dungara uni henu a nyimo a tanume, wan upusa ubiredi nan biringara.
૪૨તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં પ્રભુ ભોજન લેવામાં તથા પ્રાર્થનામાં દૃઢતાથી લાગુ રહ્યાં.
43 Biyau bi meki kodi ya unu, imumu i basa u tize gwardan anu tarsa u Yesu wa wuzi.
૪૩દરેકે આદરયુક્ત ભીતિ અનુભવી; અને પ્રેરિતોથી ઘણાં આશ્ચર્યકર્મો તથા ચમત્કારિક ચિહ્નો થયા.
44 Vat adesa wa hem wa zi ni gome wa kurinwa wuzi imumu inde me.
૪૪તમામ વિશ્વાસીઓ એકઠા રહેતા હતા અને તેઓની બધી મિલકત સહિયારી હતી.
45 Wa zi zizi ti runga tu we me, wa hari konda vi ikirfi me, i binani u nyara u konda avi.
૪૫તેઓ પોતાની મિલકત તથા સરસામાન વેચી નાખતા, અને દરેકની અગત્ય પ્રમાણે સર્વને વહેંચી આપતા.
46 Kondi uya uwui wadi ha anyimo udenge Asere, wa pusi ubiredi ati kura ini riba i inde wa ri ini riba irum wanu toto iriba.
૪૬તેઓ નિત્ય ભક્તિસ્થાનમાં એક ચિત્તે હાજર રહેતા તથા ઘરેઘરે રોટલી ભાંગીને ઉમંગથી તથા નિખાલસ મનથી ભોજન કરતા હતા.
47 Wa nonzo Asere, wa kuri wa zin in mayee ma rum ahira anu. Asere a kinkiwe adesa a bura sa we a nyimo ni za ni Yesu kondi uya uwui.
૪૭તેઓ ઈશ્વરની સ્તુતિ કરતા હતા, અને સર્વ લોકો તેમના પર પ્રસન્ન હતા. અને પ્રભુ રોજરોજ ઉદ્ધાર પામનારાઓને તેઓની સંગતમાં ઉમેરતા હતા.