< Salmi 87 >
1 Le sue fondamenta sono sui monti santi; Dei figli di Core. Salmo. Canto.
૧કોરાના દીકરાઓનું ગીત; ગાયન. નગરનો પાયો પવિત્ર પર્વત પર સ્થાપેલો છે.
2 il Signore ama le porte di Sion più di tutte le dimore di Giacobbe.
૨યાકૂબના સર્વ તંબુઓ કરતાં, સિયોનના દરવાજાઓ યહોવાહને વધુ પ્રિય છે.
3 Di te si dicono cose stupende, città di Dio.
૩હે ઈશ્વરના નગર, તારા વિષે ગૌરવની વાતો કહેવાય છે. (સેલાહ)
4 Ricorderò Raab e Babilonia fra quelli che mi conoscono; ecco, Palestina, Tiro ed Etiopia: tutti là sono nati.
૪હું મારા અનુયાયીઓમાં રાહાબ તથા બાબિલનો ઉલ્લેખ કરું છું. જુઓ, ત્યાં પલિસ્તી અને તૂર, કૂશ સાથે છે. આનો જન્મ ત્યાં થયો હતો.
5 Si dirà di Sion: «L'uno e l'altro è nato in essa e l'Altissimo la tiene salda».
૫વળી સિયોન વિષે કહેવાશે કે, “દરેકનો સિયોનમાં જન્મ થયો; અને પરાત્પર પોતે તેને સ્થિર રાખશે.”
6 Il Signore scriverà nel libro dei popoli: «Là costui è nato».
૬યહોવાહ લોકોને નોંધશે ત્યારે તે ગણશે કે, “આનો જન્મ ત્યાં થયો.” (સેલાહ)
7 E danzando canteranno: «Sono in te tutte le mie sorgenti».
૭વળી સર્વ ગાનારાઓ તથા નાચનારાઓ કહેશે, “મારા સર્વ ઝરાઓ તમારામાં છે.”