< Salmi 141 >

1 Signore, a te grido, accorri in mio aiuto; ascolta la mia voce quando t'invoco. Salmo. Di Davide.
દાઉદનું ગીત. હે યહોવાહ, હું તમને વિનંતિ કરું છું; તમે મારી પાસે ઉતાવળથી આવો. જ્યારે હું તમને પોકારું ત્યારે મારું સાંભળો.
2 Come incenso salga a te la mia preghiera, le mie mani alzate come sacrificio della sera.
મારી પ્રાર્થના તમારી સંમુખ ધૂપ જેવી થાઓ; મારા ઊંચા થયેલા હાથો સંધ્યાકાળના અર્પણ જેવા થાઓ.
3 Poni, Signore, una custodia alla mia bocca, sorveglia la porta delle mie labbra.
હે યહોવાહ, મારા મુખની ચોકી કરો અને મારા હોઠનું દ્વાર સંભાળો.
4 Non lasciare che il mio cuore si pieghi al male e compia azioni inique con i peccatori: che io non gusti i loro cibi deliziosi.
અન્યાય કરનારાઓની સાથે હું દુષ્ટ કર્મ કરવામાં સામેલ ન થાઉં તેથી મારા હૃદયને કોઈ પણ દુષ્ટ વાતને વળગવા ન દો. તેઓના મિષ્ટાનમાંથી મને ખાવા ન દો.
5 Mi percuota il giusto e il fedele mi rimproveri, ma l'olio dell'empio non profumi il mio capo; tra le loro malvagità continui la mia preghiera.
જો કોઈ ન્યાયી માણસ મને ફટકા મારે; તો હું તે કૃપા સમજીશ. તે મને સુધારે; તો તે મારા માથા પર ચોળેલા તેલ જેવો થશે; મારું માથું તેનો નકાર નહિ કરે. પણ દુષ્ટ લોકોનાં કર્મોની વિરુદ્ધ હું પ્રાર્થના કર્યા કરીશ.
6 Dalla rupe furono gettati i loro capi, che da me avevano udito dolci parole.
તેઓના ન્યાયધીશોને પર્વતની ટોચ ઉપરથી પાડી નાખવામાં આવ્યા છે; તેઓ સાંભળશે કે મારા પોતાના શબ્દો સુખદ છે.
7 Come si fende e si apre la terra, le loro ossa furono disperse alla bocca degli inferi. (Sheol h7585)
તેઓ કહેશે, “જેમ કોઈ જમીન પર લાકડાંને કાપીને ચીરે છે તેમ, અમારાં હાડકાં કબરના પ્રવેશ આગળ વિખરાયેલાં હતાં.” (Sheol h7585)
8 A te, Signore mio Dio, sono rivolti i miei occhi; in te mi rifugio, proteggi la mia vita.
હે પ્રભુ, યહોવાહ, નિશ્ચે મારી દ્રષ્ટિ તમારા તરફ છે; હું તમારા પર ભરોસો રાખું છું; મારા આત્માનો નાશ થવા ન દો.
9 Preservami dal laccio che mi tendono, dagli agguati dei malfattori.
તેઓએ મારા માટે ગોઠવેલા ફાંદાથી તથા દુર્જનોએ ગોઠવેલી જાળમાંથી મને બચાવો.
10 Gli empi cadono insieme nelle loro reti, ma io passerò oltre incolume.
૧૦દુષ્ટો પોતાની જાળમાં ફસાઈ જાય, એટલામાં તો હું બચી જાઉં.

< Salmi 141 >