< Zsoltárok 84 >
1 Az éneklőmesternek, a gittitre; Kóráh fiainak zsoltára. Mily szerelmetesek a te hajlékaid, Seregeknek Ura!
૧મુખ્ય ગવૈયાને માટે; રાગ ગિત્તિથ. કોરાના દીકરાઓનું ગીત. હે સૈન્યોના યહોવાહ, તમારું નિવાસસ્થાન કેવું મનોહર છે!
2 Kivánkozik, sőt emésztődik lelkem az Úrnak tornáczai után; szívem és testem ujjongnak az élő Isten felé.
૨મારો આત્મા યહોવાહના આંગણાની અભિલાષા રાખે છે; જીવતા જાગતા ઈશ્વર માટે મારું હૃદય તથા મારો દેહ હર્ષનાદ કરશે.
3 A veréb is talál házat, és a fecske is fészket magának, a hová fiait helyezhesse, – a te oltáraidnál, oh Seregeknek Ura, én Királyom és én Istenem!
૩ચકલીઓને ઘર મળ્યું છે અને અબાબીલને પોતાનાં બચ્ચાં રાખવા માટે માળો મળ્યો છે એટલે તમારી વેદીઓ આગળ, હે સૈન્યોના યહોવાહ, મારા રાજા તથા મારા ઈશ્વર.
4 Boldogok, a kik lakoznak a te házadban, dicsérhetnek téged szüntelen! (Szela)
૪તમારા ઘરમાં રહેનારાઓ આશીર્વાદિત છે; તેઓ સદા તમારાં સ્તુતિગાન ગાશે. (સેલાહ)
5 Boldog ember az, a kinek te vagy erőssége, s a te ösvényeid vannak szívében.
૫જે માણસનું સામર્થ્ય તમારામાં છે, જેઓનાં હૃદય સિયોનના માર્ગો ધ્યાનમાં રાખે છે, તેઓ આશીર્વાદિત છે.
6 Átmenvén a Siralom völgyén, forrássá teszik azt; bizony áldással borítja el korai eső.
૬રુદનના નીચાણને ઓળંગતા તેઓ તેને ઝરાની જગ્યા બનાવે છે. પ્રથમ વરસાદ તેને આશીર્વાદથી ભરપૂર કરશે.
7 Erőről erőre jutnak, míg megjelennek Isten előtt a Sionon.
૭તેઓ વધારે અને વધારે સામર્થ્યવાન થતાં જાય છે; તેઓમાંનો દરેક જણ સિયોનમાં ઈશ્વરની સમક્ષ હાજર થાય છે.
8 Uram, Seregeknek Istene! hallgasd meg az én könyörgésemet; hallgasd meg Jákóbnak Istene! (Szela)
૮હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો; હે યાકૂબના ઈશ્વર, હું જે પ્રાર્થના કરું, તે પર ધ્યાન આપો! (સેલાહ)
9 Mi paizsunk! Tekints alá, oh Isten, és lásd meg a te felkented orczáját!
૯હે ઈશ્વર, અમારી ઢાલને જુઓ; તમારા અભિષિક્ત માટે કાળજી રાખો.
10 Mert jobb egy nap a te tornáczaidban, hogysem ezer másutt; inkább akarnék az én Istenem házának küszöbén ülni, hogysem lakni a gonosznak sátorában!
૧૦કારણ કે હજાર દિવસ કરતાં તમારા આંગણામાંનો એક દિવસ શ્રેષ્ઠ છે. દુષ્ટોના તંબુમાં રહેવું તે કરતાં મારા ઈશ્વરના ઘરના દરવાન થવું, તે મને વધારે પસંદ છે.
11 Mert nap és paizs az Úr Isten; kegyelmet és dicsőséget ád az Úr, nem vonja meg a jót azoktól, a kik ártatlanul élnek.
૧૧કારણ કે યહોવાહ ઈશ્વર આપણા સૂર્ય તથા ઢાલ છે; યહોવાહ કૃપા તથા ગૌરવ આપશે; ન્યાયથી વર્તનારને માટે તે કંઈ પણ શ્રેષ્ઠ બાબત બાકી રાખશે નહિ.
12 Seregeknek Ura! Boldog ember az, a ki bízik benned.
૧૨હે સૈન્યોના યહોવાહ, જે માણસ તમારા પર ભરોસો રાખે છે તે આશીર્વાદિત છે.