< Józsué 16 >
1 A József fiainak sors által való része pedig juta a jérikhói Jordántól fogva, Jérikhó vizei felé napkeletnek a pusztára, a mely felmegy Jérikhótól a Béthel hegyének.
૧યૂસફના કુળ માટે જમીનની ભાગ થઈ એટલે યર્દનથી યરીખો તરફ, યરીખોની પૂર્વના ઝરાથી અરણ્યમાં, યરીખોથી ઉપર તરફ બેથેલના પર્વતીય દેશ સુધી.
2 És tovamegy Béthelből Lúzba, és átmegy az Arkiták határára, Ataróthra.
૨પછી તે સરહદ બેથેલથી લૂઝ સુધી, અટારોથથી પસાર થઈને આર્કીઓના પ્રદેશ સુધી ગઈ.
3 Majd lemegy a tenger felé a Jafleteus határának, az alsó Bethoronnak határáig és Gézerig, a szélei pedig a tengernél vannak.
૩પછી પશ્ચિમ તરફ નીચે યાફલેટીઓના પ્રદેશથી, દૂર સુધી નીચાણમાં બેથ-હોરોનના પ્રદેશ સુધી અને ગેઝેર સુધી તે સમુદ્ર પાસે પૂરી થઈ.
4 Elvevék azért az ő örökségöket Józsefnek fiai: Manassé és Efraim.
૪આ રીતે યૂસફનાં બે કુળ, મનાશ્શા અને એફ્રાઇમનાં કુળોને વારસો પ્રાપ્ત થયો.
5 Efraim fiainak határa is az ő családjaik szerint vala, és pedig az ő örökségöknek határa napkelet felé, Atróth-Adártól felső Bethoronig vala.
૫એફ્રાઇમનાં કુળને તેનાં કુટુંબો પ્રમાણે આ રીતે પ્રદેશની સોંપણી થઈ: પૂર્વ તરફ તેઓની સરહદ અટારોથ આદ્દારથી ઉપરના બેથ-હોરોન સુધી હતી
6 És kimegy a határ a tengerre; Mikhmethattól észak felé, és fordul a határ kelet felé Thaanath-Silónak és átmegy azon napkelet felé Janoáhnak.
૬અને ત્યાંથી તે સમુદ્ર તરફ ગઈ. મિખ્મથાથની ઉત્તર પરથી વળીને પૂર્વ તરફ તાનાથ-શીલો સુધી અને દૂર યાનોઆની પૂર્વ તરફ ગઈ.
7 Janoáhtól pedig lemegy Ataróthba és Naaróthba, és éri Jérikhót, és kimegy a Jordánnak.
૭પછી યાનોઆથી નીચે અટારોથ સુધી, નારા સુધી અને પછી યરીખોથી, યર્દનના છેડા સુધી પહોંચી.
8 Tappuahtól tovamegy a határ a tenger felé a Kána patakjának, a szélei pedig a tengernél vannak. Ez az Efraim fiai nemzetségének öröksége az ő családjaik szerint.
૮તે સરહદ તાપ્પૂઆથી પશ્ચિમ તરફ કાનાના નાળાં અને સમુદ્રના છેડા સુધી ગઈ. એફ્રાઇમ કુળનાં કુટુંબો પ્રમાણે તેઓનો વારસો આ છે.
9 És a városok, a melyek kiválasztattak Efraim fiai számára a Manassé fiai örökségének közepette, mind e városok és ezeknek falui.
૯તે સાથે મનાશ્શાના કુળના વારસાના ભાગ વચ્ચે જે નગરો એફ્રાઇમનાં કુળને સારુ પસંદ કરાયેલા હતાં, એ સર્વ નગરો તેઓનાં ગામો સહિત તેઓને મળ્યાં.
10 De ki nem űzék a Kananeust, a ki lakik vala Gézerben; azért ott lakik a Kananeus az Efraim között mind e napig, és lőn robotos szolgává.
૧૦તેઓ કનાનીઓને કે જેઓ ગેઝેરમાં રહેતા હતા તેઓને કાઢી મૂકી શક્યા નહિ તેથી કનાનીઓ એફ્રાઇમ મધ્યે આજ પર્યંત રહે છે, પણ તેઓ એફ્રાઇમનાં કુટુંબીઓના ગુલામ થઈને રહેલા છે.