< 1 Korintusi 8 >
1 A bálványáldozatok felől pedig tudjuk, hogy mindnyájunknak van ismeretünk. Az ismeret felfuvalkodottá tesz, a szeretet pedig épít.
૧હવે મૂર્તિઓને ધરાવેલી પ્રસાદી વિષે આપણે જાણીએ છીએ અને આપણ સર્વને એ બાબતનું જ્ઞાન છે. જ્ઞાન માણસને ગર્વિષ્ઠ કરે છે પણ પ્રેમ તેની ઉન્નતિ કરે છે.
2 Ha pedig valaki azt hiszi, hogy tud valamit, még semmit sem ismer úgy, a mint ismernie kell.
૨પણ જો કોઈ એવું ધારે કે હું પોતે કંઈ જાણું છું, તોપણ જેમ જાણવું જોઈએ તેવું કશું હજી જાણતો નથી.
3 Hanem ha valaki az Istent szereti, az ismertetik ő tőle.
૩પણ જો કોઈ ઈશ્વર પર પ્રેમ રાખે છે, તો તે તેમને ઓળખે છે.
4 Tehát a bálványáldozati hús evése felől tudjuk, hogy egy bálvány sincs a világon, és hogy Isten sincs senki más, hanem csak egy.
૪મૂર્તિઓનાં પ્રસાદી ખાવા વિષે તો આપણે જાણીએ છીએ કે મૂર્તિ દુનિયામાં કંઈ જ નથી અને એક ઈશ્વર સિવાય બીજાકોઈ ઈશ્વર નથી.
5 Mert ha vannak is úgynevezett istenek akár az égben, akár a földön, a minthogy van sok isten és sok úr;
૫કેમ કે સ્વર્ગમાં કે પૃથ્વી પર જોકે કહેવાતા દેવો છે, એવા ઘણાં દેવો તથા કહેવાતા પ્રભુઓ છે તેમ;
6 Mindazáltal nekünk egy Istenünk van, az Atya, a kitől van a mindenség, mi is ő benne; és egy Urunk, a Jézus Krisztus, a ki által van a mindenség, mi is ő általa.
૬તોપણ આપણા તો એક જ ઈશ્વર એટલે પિતા છે, જેમનાંથી સર્વ સર્જાયું છે; અને આપણે તેમને અર્થે છીએ; એક જ પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્ત છે, જેમને આશરે સર્વ છે અને આપણે પણ તેમને આશ્રયે છીએ.
7 De nem mindenkiben van meg ez az ismeret; sőt némelyek a bálvány felől való lelkiismeretök szerint mind mai napig mint bálványáldozatot eszik, és az ő lelkiismeretök, mivelhogy erőtelen, megfertőztetik.
૭પણ સર્વ માણસોમાં એવું જ્ઞાન નથી; કેટલાક લોકોને હજુ સુધી મૂર્તિનો પરિચય હોવાથી તેની પ્રસાદી તરીકે તે ખાય છે; અને તેઓનું અંતઃકરણ નિર્બળ હોવાથી ભ્રષ્ટ થાય છે.
8 Pedig az eledel nem tesz minket kedvesekké Isten előtt; mert ha eszünk is, nem leszünk gazdagabbak; ha nem eszünk is, nem leszünk szegényebbek.
૮પણ ભોજનથી આપણે ઈશ્વરને માન્ય થતાં નથી જો ન ખાઈએ તો આપણે વધારે સારા થતાં નથી; અને જો ખાઈએ તો વધારે ખરાબ થતાં નથી.
9 De meglássátok, hogy ez a ti szabadságtok valamiképen botránkozásukra ne legyen az erőteleneknek.
૯પણ સાવધાન રહો, રખેને આ તમારી સ્વતંત્રતા નિર્બળોને કોઈ રીતે ઠોકર ખવડાવે.
10 Mert ha valaki meglát téged, a kinek ismereted van, hogy a bálványtemplomnál vendégeskedel, annak lelkiismerete, mivelhogy erőtelen, nem arra indíttatik-é, hogy megegye a bálványáldozatot?
૧૦કેમ કે તારા જેવા જ્ઞાની માણસને મૂર્તિના મંદિરમાં બેસીને ભોજન કરતાં જો કોઈ નિર્બળ અંતઃકરણવાળો માણસ જુએ, તો શું તેનું અંતઃકરણ મૂર્તિઓની પ્રસાદી ખાવાની હિંમત નહિ કરશે?
11 És a te ismereted miatt elkárhozik a te erőtelen atyádfia, a kiért Krisztus meghalt.
૧૧એવી રીતે તારા જ્ઞાનથી તારો નિર્બળ ભાઈ જેને લીધે ખ્રિસ્ત મૃત્યુ પામ્યા તેનો નાશ થાય;
12 Így aztán, mikor az atyafiak ellen vétkeztek, és az ő erőtelen lelkiismeretüket megsértitek, a Krisztus ellen vétkeztek.
૧૨અને એમ ભાઈઓની વિરુદ્ધ પાપ કરીને તથા તેઓનાં નિર્બળ અંતઃકરણોને આઘાત પમાડીને તમે ખ્રિસ્તની વિરુદ્ધ પાપ કરો છો.
13 Annakokáért, ha eledel botránkoztatja meg az én atyámfiát, inkább soha sem eszem húst, hogy az én atyámfiát meg ne botránkoztassam. (aiōn )
૧૩તો પ્રસાદી ખાવાથી જો મારા ભાઈને ઠોકર લાગે તો હું ક્યારેય પણ માંસ નહિ ખાઉં કે જેથી મારા ભાઈને ઠોકર ન લાગે. (aiōn )