< Zsoltárok 52 >
1 A karmesternek. Oktató dal Dávidtól. Mikor eljött az edómi Dóég s jelentette Sáulnak, és mondta neki: Dávid bement Achímélek házába. Mit dicsekszel a rosszasággal, vitéz te? Isten szeretete egész nap tart.
૧મુખ્ય ગવૈયાને માટે દાઉદનું માસ્કીલ: દોએગ અદોમીએ આવીને શાઉલને ખબર આપી કે, દાઉદ અહીમેલેખને ત્યાં આવ્યો છે, તે વખતનું. ઓ શક્તિશાળી માણસ, તું તારાં દુષ્ટ કાર્યો વિષે શા માટે અભિમાન કરે છે? ઈશ્વરની કૃપા સર્વકાળ ટકે છે.
2 Veszedelmet gondol ki a nyelved, akár köszörült borotva. te csalárdság cselekvője!
૨તારી જીભ દુષ્ટ યોજનાઓ કરે છે અણીદાર અસ્ત્રાની જેમ તે છેતરે છે.
3 Szeretsz rosszat, inkább mint jót, hazugságot inkább mint igazságot beszélni. Széla.
૩તું ભલાઈ કરતાં વધારે દુષ્ટતા ચાહે છે અને ન્યાયીપણું બોલવા કરતાં જૂઠું બોલવું તને વધારે ગમે છે.
4 Szeretsz minden ártalmas beszédet, csalárdságos nyelvet.
૪અરે કપટી જીભ, તું સર્વ વિનાશકારી વાતો ચાહે છે.
5 Le is ront téged az Isten mindétig, elvonszol és kiszakít téged a sátorból, és gyökerestől kitép az élők országából. Széla.
૫ઈશ્વર સદાને માટે તારો નાશ કરશે; તે તને પકડીને તારા તંબુમાંથી ખેંચી કાઢશે અને પૃથ્વીમાંથી તે તને ઉખેડી નાખશે. (સેલાહ)
6 Majd látják az igazak és félnek, és ő fölötte nevetnek:
૬વળી ન્યાયીઓ પણ તે જોશે અને ગભરાશે; તેઓ હસીને તેને કહેશે કે,
7 Íme a férfi, ki nem Istent teszí erősségének, hanem sok gazdagságában bízik, hatalmaskodik vágyában!
૭“જુઓ, એ આ માણસ છે કે જેણે ઈશ્વરને પોતાનો આશ્રય ન કર્યો, પણ પોતાના ઘણા ધન પર ભરોસો રાખીને પોતાનાં દુષ્કર્મોને વળગી રહ્યો.”
8 Én pedig olyan vagyok, mint a zöldelő olajfa Isten házában, bízom Isten szeretetében mindörökké.
૮પણ હું તો ઈશ્વરના ઘરના લીલા જૈતૂનવૃક્ષ જેવો છું; હું ઈશ્વરની કૃપા પર સદાકાળ ભરોસો રાખું છું.
9 Magasztallak örökké, hogy megcselekedted, és remélem nevedet, mert jóságos az jámboraidnak előtte.
૯હે ઈશ્વર, તમે જે કર્યું છે, તે માટે હું તમારી આભારસ્તુતિ સદા કરીશ. હું તમારા નામ પર આશા રાખું છું, કેમ કે તમારું નામ ઉત્તમ છે અને હું તે તમારાં સંતોની સમક્ષ પ્રગટ કરીશ.