< Példabeszédek 10 >
1 Salamon példabeszédei. Bölcs fiú megörvendezteti atyját, s balga fiú anyjának bánata.
૧સુલેમાનનાં નીતિવચનો. જ્ઞાની દીકરો પોતાના પિતાને હર્ષ ઉપજાવે છે પણ મૂર્ખ દીકરો પોતાની માને ભારરૂપ છે.
2 Nem használnak gonoszság kincsei, de az igazság megment a haláltól.
૨દુષ્ટતાનો સંગ્રહ કંઈ ભલું કરતો નથી, પરંતુ સદાચારી જીવન વ્યક્તિને મોતથી ઉગારે છે.
3 Nem éhezteti az Örökkévaló az igaznak lelkét, de a gonoszok vágyát eltaszítja.
૩યહોવાહ સદાચારી માણસને ભૂખથી મૃત્યુ પામવા દેશે નહિ પણ તે દુષ્ટ માણસની ઇચ્છાઓને નિષ્ફળ કરે છે.
4 Szegénnyé lesz, ki renyhe kézzel dolgozik, de a szorgalmasak keze gazdagít.
૪નિરુદ્યમી હાથોથી કામ કરનાર દરિદ્રી થાય છે. પણ ઉદ્યમીઓનો હાથ તેને ધનવાન બનાવે છે.
5 Nyáron gyűjt az eszes fiú, aratáskor mélyen alszik a szégyenletes fiú.
૫ડાહ્યો દીકરો ઉનાળાંમાં સંગ્રહ કરે છે પણ કાપણીના સમયે સૂઈ રહેનાર દીકરો બદનામી કરાવે છે.
6 Áldások az igaznak fejére, de a gonoszok szája erőszakot takar.
૬સદાચારીના માથા ઉપર આશીર્વાદ ઊતરે છે, પણ દુષ્ટોનું મોઢું હિંસાથી ઢંકાયેલું છે.
7 Az igaznak emlékezete áldásra való, de a gonoszok neve elrothad.
૭સદાચારીનું સ્મરણ આશીર્વાદરૂપ છે; પરંતુ દુષ્ટોનું નામ તો શાપિત થાય છે.
8 A bölcs szívű elfogad parancsokat, de az oktalan ajkú elbukik.
૮જ્ઞાની હૃદયવાળો આજ્ઞાઓનો સ્વીકાર કરશે, પણ લવરી કરનારો મૂર્ખ પાયમાલ થશે.
9 A ki gáncstalanságban jár, bizton jár, de a ki elgörbíti útjait, bűnhődik.
૯જે વ્યક્તિ પ્રામાણિકપણે જીવે છે તે સુરક્ષિત છે, પરંતુ અવળે માર્ગે ચાલનાર ઓળખાઈ જશે.
10 Ki szemmel hunyorgat, fájdalmat okoz, s az oktalan ajkú elbukik.
૧૦જે વ્યક્તિ આંખ મિચકારે છે તે મુશ્કેલીઓ વહોરે છે, પણ બકબકાટ કરનાર મૂર્ખ નાશ પામશે.
11 Életforrás az igaznak szája, de a gonoszok szája erőszakot takar.
૧૧સદાચારીનું મુખ જીવનનો ઝરો છે, પરંતુ દુષ્ટોનું મોઢું હિંસાથી ઢંકાયેલું છે.
12 A gyűlölség viszályokat ébreszt, de minden bűntettet eltakar a szeretet.
૧૨દ્વ્રેષથી ઝઘડા ઊભા થાય છે, પણ પ્રેમ સર્વ અપરાધોને ઢાંકી દે છે.
13 Az értelmesnek ajkain bölcsesség találtatik, de bot való az esztelen hátának.
૧૩જ્ઞાની માણસના હોઠો પર ડહાપણ માલૂમ પડે છે, જ્યારે મૂર્ખની પીઠને માટે લાકડી છે.
14 A bölcsek rejtegetik a tudást, de az oktalannak szája közeli rettegés.
૧૪જ્ઞાની પુરુષ ડહાપણનો સંગ્રહ કરે છે, પરંતુ મૂર્ખનું મોં ઝડપી નાશ નોતરે છે.
15 A gazdagnak vagyona az ő erős vára, a szegények rettegése szegénységük.
૧૫દ્રવ્યવાન માણસનું ઘન તેનું કિલ્લેબંધીવાળું નગર છે; પરંતુ ગરીબી ગરીબોનો નાશ કરે છે.
16 Az igaznak munkabére életre visz, a gonosznak jövedelme vétekre.
૧૬સદાચારી માણસની કમાણી જીવન સાધક છે; પણ દુષ્ટ માણસની પેદાશ પાપકારક છે.
17 Életnek pályáján jár, ki az oktatást megőrzi, de a ki a feddést elhagyja, tévelyeg.
૧૭જે શિખામણનો સ્વીકાર કરે છે, તે જીવનના માર્ગમાં છે, પણ ઠપકાનો ત્યાગ કરનાર ભૂલ કરે છે.
18 Gyűlölséget takargat a hazug ajkú, de a ki rágalmat terjeszt, az balga.
૧૮જે દ્વેષ છુપાવે છે તે જૂઠું બોલે છે પણ ચાડી કરનાર મૂર્ખ છે.
19 Sok szó mellett nem marad el a bűn, de ajkait tartóztatja a belátó.
૧૯ઘણું બોલવામાં દોષની અછત નથી, પણ જે પોતાની જીભ પર લગામ રાખે છે, તે ડાહ્યો છે.
20 Válogatott ezüst az igaznak nyelve, a gonoszok szíve vajmi kevés.
૨૦સદાચારીની જીભ ચોખ્ખી ચાંદી જેવી છે; પરંતુ દુષ્ટના હૃદયનું મૂલ્ય બહુ નીચું છે.
21 Az igaznak ajkai sokakat vezérlenek, de az oktalanok esztelen által halnak meg.
૨૧નેકીવાનની વાણી ઘણાંને તૃપ્ત કરે છે, પણ મૂર્ખાઓ બુદ્ધિના અભાવે મોતને ભેટે છે.
22 Az Örökkévaló áldása – az gazdagít, s mellette nem gyarapít a fáradalom.
૨૨યહોવાહનો આશીર્વાદ ધનવાન બનાવે છે અને તેની સાથે કોઈ ખેદ મિશ્રિત નથી.
23 Mintegy nevetség a balgának gazságot cselekedni, és bölcsességet az értelem emberének.
૨૩દુષ્ટ યોજનાઓ મૂર્ખોને આનંદ આપે છે, પરંતુ સમજણો માણસ ડહાપણથી આનંદ પ્રાપ્ત કરે છે.
24 A gonosznak félelme – az jön rá, de az igazak kívánsága megadatik.
૨૪દુષ્ટનો ડર તેને પોતાને જ માથે આવી પડશે, પણ નીતિમાન માણસની ઇચ્છા તૃપ્ત કરવામાં આવશે.
25 A mint elvonul a szélvész, máris nincs a gonosz, de az igaz örök alap.
૨૫વાવાઝોડું જતું રહે છે તેમ દુષ્ટનું નામનિશાન રહેતું નથી, પણ નીતિમાન માણસ સદાકાળ ટકનાર પાયારૂપ છે.
26 Mint eczet a fogaknak s mint füst a szemeknek, olyan a rest a küldőinek.
૨૬જેમ દાંતને કડવું પીણું અને આંખોને ધુમાડો આફત રૂપ છે, તેમ આળસુ પોતાને કામ પર મોકલનારને આફતરૂપ છે.
27 Az istenfélelem gyarapítja a napokat, de a gonoszok évei megrövidülnek.
૨૭યહોવાહનો ભય આયુષ્ય વધારે છે, પણ દુષ્ટોનાં વર્ષો ઘટાડવામાં આવશે.
28 Az igazak várakozása öröm, de a gonoszok reménye elvész.
૨૮સદાચારીની આશાનું પરિણામ આનંદ છે, પણ દુષ્ટોની આશા નિષ્ફળ જશે.
29 Menedék a gáncstalanságnak az Örökkévaló útja, de rettegés a jogtalanságot cselekvőknek.
૨૯જેઓ પ્રામાણિકતાથી જીવે છે, તેઓના માટે યહોવાહનો માર્ગ કિલ્લારૂપ છે, પણ તે દુષ્ટોને વિનાશરૂપ છે.
30 Az igaz soha sem inog meg, de a gonoszok nem fogják lakni az országot.
૩૦સદાચારીઓને કદી ખસેડવામાં આવશે નહિ, પરંતુ દુષ્ટો દેશમાં કાયમ રહેશે નહિ.
31 Az igaznak szája bölcsességet terem, de a ferdeség nyelve kiírtatik.
૩૧સદાચારીઓનું મુખ ડહાપણ પ્રગટ કરે છે, પરંતુ હઠીલી જીભનો નાશ કરવામાં આવશે.
32 Az igaznak ajkai jóakaratot ismernek, de a gonoszok szája ferdeség.
૩૨સંતોષકારક અને ઉચિત શું છે તે સદાચારીના હોઠ જાણે છે. પણ દુષ્ટ પોતાને મુખે અવળું બોલે છે.