< Ézsaiás 17 >
1 Beszéd Damaszkusról. Íme Damaszkust megszüntetik, hogy város ne legyen, és lesz omladékká, rommá.
૧દમસ્કસ વિષે ઈશ્વરવાણી. જુઓ, દમસ્કસ નગર નહિ કહેવાય એવું થઈ જશે, તે ખંડિયેરનો ઢગલો થશે.
2 Elhagyatvák Aróér városai; nyájakéi lesznek, hevernek és nincs ki fölijeszti.
૨અરોએરનાં નગરો ત્યજી દેવામાં આવશે, તેઓ ઘેટાંનાં ટોળાને માટે સૂવાનું સ્થાન થશે અને કોઈ તેમને ડરાવશે નહિ.
3 Megszűnik Efraimból az erősség és a királyság; Damaszkuszból és Arám maradékától: olyanok lesznek mint Izrael fiainak dicsősége, úgymond az Örökkévaló, a seregek ura.
૩એફ્રાઇમમાંથી કિલ્લાવાળાં નગરો અને દમસ્કસમાંથી રાજ્ય અદ્રશ્ય થશે અને અરામના શેષનું ગૌરવ ઇઝરાયલના ગૌરવ જેવું થશે, સૈન્યોના યહોવાહનું આ વચન છે.
4 És lesz azon napon, lefogy Jákob dicsősége és húsának kövérsége lesoványodik.
૪“તે દિવસે યાકૂબની વૈભવમાં કમી થશે અને તેના શરીરની પુષ્ટતા ઘટી જશે.
5 És olyan lesz, mint mikor az arató begyűjti az álló gabonát és karjával learatja a kalászokat; és olyan lesz, mint aki kalászokat szed Refáim völgyében.
૫કાપણી કરનાર ઊગેલા સાંઠાને એકત્ર કરી હાથથી કણસલા ભાંગે છે, તે પ્રમાણે થશે; રફાઈમના નીચાણના પ્રદેશમાં કોઈ કણસલાં વીણી લે છે તે પ્રમાણે થશે.
6 És marad benne böngésznivaló, mint mikor leverik az olajfát, két-három bogyó a felső gally csúcsán, négy-öt a gyümölcstermőnek ágain, úgymond az Örökkévaló, Izrael Istene.
૬પણ ઝુડાયેલાં જૈતૂન વૃક્ષ પ્રમાણે, તેમાં કંઈ વીણવાનું બાકી રહેશે: ટોચની ડાળીને છેડે બે ત્રણ ફળ, ઝાડની ડાળીઓ પર ચારપાંચ ફળ રહી જશે” ઇઝરાયલના ઈશ્વર યહોવાહનું આ વચન છે.
7 Azon napon tekinteni fog az ember az ő alkotójához és szemei Izrael szentjére fognak nézni;
૭તે દિવસે માણસ પોતાના કર્તાની તરફ નિહાળશે અને તેઓની નજર ઇઝરાયલના પવિત્રની તરફ જોશે.
8 és nem tekint az oltárokra, kezei művére, s amit ujjai csináltak, azt nem nézi, sem az asérákat és naposzlopokat.
૮પોતાના હાથથી બનાવેલી વેદીઓ તરફ તે જોશે નહિ, પોતાની આંગળીઓએ જે બનાવ્યું તેને, એટલે અશેરીમના સ્તંભોને તથા સૂર્યમૂર્તિઓને તે નિહાળશે નહિ.
9 Azon napon olyanok lesznek erős városai, mint az erdőnek és facsúcsnak elhagyatottsága, amelyeket elhagytak volt Izrael fiai elől; és lesz pusztasággá.
૯તે દિવસે તેઓનાં કિલ્લેબંદીવાળાં નગરો વનમાંની તથા પર્વતના શિખર પરની જે જગાઓ તેઓએ ઇઝરાયલીઓની બીકથી તજી દીધી હતી તે ઉજ્જડ થઈ જશે.
10 Mert elfelejtetted üdvöd Istenét és menedéked sziklájáról nem emlékeztél meg; ezért ültetsz gyönyörűséges ültetvényeket ég idegenből való venyigével beoltod.
૧૦કેમ કે તું પોતાના તારણમાં ઈશ્વરને ભૂલી ગયો છે, અને તારું રક્ષણ કરનાર ખડકનું સ્મરણ કર્યું નથી; તેથી તું સુખદ રોપા રોપે છે અને તેમાં વિદેશી કલમ મેળવે છે.
11 Amely napon elülteted, bekeríted és reggel felvirágoztatod csemetédet: eltűnt az aratás a gyötrelem és kínos fájdalom napján.
૧૧તે જ દિવસે તું રોપે છે અને વાડ કરે છે અને ખેતી કરે છે, થોડા જ સમયમાં તારા બીજ ખીલી ઊઠે છે; પણ શોક તથા અતિશય દુઃખને દિવસે તેનો પાક લોપ થઈ જશે.
12 Oh sok nép zúgása, mint zúgnak a tengerek, úgy zúgnak, és nemzetek zajongása, mint a hatalmas vizek zajongása úgy zajonganak.
૧૨અરે, ઘણા લોકોનો સમુદાય, સમુદ્રની ગર્જનાની જેમ ગર્જે છે; અને લોકોનો ઘોંઘાટ, પ્રચંડ પાણીના પ્રવાહના ઘુઘવાટની જેમ તેઓ ઘોંઘાટ કરે છે!
13 Nemzetek mint nagy vizek zajongása zajonganak: megdorgálja őt és messzire fut; űzetik mint a hegyek polyvája a szél elől, mint a porforgatag a vihar elől.
૧૩લોકો પ્રચંડ પાણીના પ્રવાહના ઘુઘવાટની જેમ ઘોંઘાટ કરશે, પણ ઈશ્વર તેઓને ઠપકો આપશે, તેઓ દૂર નાસી જશે અને પવનની સામે પર્વત પર ફોતરાંની જેમ અને વંટોળિયાની આગળ ઊડતી ધૂળની જેમ તેઓને નસાડવામાં આવશે.
14 Estnek idején íme rémület, mielőtt reggel volna, nincs ő már: ez osztályrésze fosztogatóinknak és sorsa prédálóinknak.
૧૪સંધ્યા સમયે, ભય જણાશે! અને સવાર થતાં પહેલાં તેઓ નષ્ટ થશે; આ અમારા લૂંટનારનો ભાગ છે, અમને લૂંટનાર ઘણા છે.