< 1 Krónika 24 >
1 Áron fiainak is voltak osztályaik. Áron fiai: Nádáb, Abíhú, Eleázár és Itámár.
૧હારુનના પુત્રો; નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઈથામાર.
2 És meghalt Nádáb s Abíhú atyjuk előtt; fiaik pedig nem voltak; és szolgáltak, mint papok, Eleázár és Itámár.
૨નાદાબ અને અબીહૂ પોતાના પિતાની અગાઉ મરણ પામ્યા હતા. તેઓને સંતાન ન હતા, તેથી એલાઝાર તથા ઈથામાર યાજકનું કામ કરતા હતા.
3 És fölosztotta őket Dávid, meg Cádók, Eleázár fiai közül és Achimélekh, Itámár fiai közül tisztségük szerint szolgálatukban.
૩સાદોક, એલાઝારના વંશજોમાંનો એક અને અહીમેલેખે, ઈથામારના વંશજોમાંનો એકની સાથે મળી, દાઉદે, યાજકો તરીકેના કામ માટે તેઓને વિવિધ જૂથોમાં ગોઠવ્યા.
4 És számosabbaknak találtattak Eleázár fiai a férfiak fejei szerint Itámár fiainál, és elosztották őket; Eleázár fiaiból fejek az atyai házak szerint tizenhatan, Itámár fiaiból atyai házaik szerint nyolcan.
૪એલાઝારના પુત્રોમાં, ઈથામારના પુત્રો કરતાં મુખ્ય પુરુષો સંખ્યામાં વધારે હતા, તેથી એલાઝારના પુત્રોના સોળ વર્ગ પાડવામાં આવ્યાં. ઈથામારના પુત્રોનાં કુટુંબોના આઠ મુખ્ય પુરુષો હતા, માટે તેઓના આઠ વર્ગ પાડવામાં આવ્યા.
5 És felosztották őket sorsok által, ezeket amazokkal együtt, mert voltak a szentély nagyjai és az Isten nagyjai Eleázár fiai közül és Itámár fiai közül.
૫તેમણે ચિઠ્ઠીઓ નાંખી બિનપક્ષપાતીપણે તેઓને નિયુક્ત કર્યા તેથી પવિત્રસ્થાનના કારભારીઓ તથા ઈશ્વરના કારભારીઓ, એલાઝાર અને ઈથામાર, બન્નેના વંશજોમાંથી હતા.
6 Felírta őket Semája, Netánél fia, az író a leviták közül, a király, a nagyok, Cádók pap, s Achimélekh, Ebjátár fia és a papok meg leviták atyai házainak fejei előtt; egy-egy atyai ház megfogatott Eleázárból s egy-egy megfogatott Itámárból.
૬નથાનએલનો પુત્ર શમાયા ચીટનીસ, લેવીઓમાંનો એક હતો. તેણે રાજાની, સરદારોની, સાદોક યાજકની, અબ્યાથારના પુત્ર અહીમેલેખની તથા યાજકો અને લેવીઓના કુટુંબોના મુખ્ય પુરુષોની સમક્ષ તેઓની નોંધ કરી. એલાઝાર તથા ઈથામારના કુટુંબ, વારાફરતી એક પછી એક ગણવામાં આવતું હતું.
7 És kijött az első sors Jehójáribra; Jedájára a második;
૭પહેલી ચિઠ્ઠી યહોયારીબની અને બીજી યદાયાની નીકળી.
8 Chárimra a harmadik; Szeórimra a negyedik;
૮ત્રીજી હારીમની, ચોથી સેઓરીમની,
9 Malkijára az ötödik, Mijjáminra a hatodik;
૯પાંચમી માલ્કિયાની, છઠ્ઠી મીયામીનની,
10 Hakócra a hetedik, Abijára a nyolcadik;
૧૦સાતમી હાક્કોસની, આઠમી અબિયાની,
11 Jésúára a kilencedik, Sekhanjáhúra a tizedik;
૧૧નવમી યેશૂઆની, દસમી શખાન્યાની,
12 Eljásibra a tizenegyedik, Jákímra a tizenkettedik;
૧૨અગિયારમી એલ્યાશિબની, બારમી યાકીમની,
13 Chuppára a tizenharmadik, Jésebeábra a tizennegyedik;
૧૩તેરમી હુપ્પાની, ચૌદમી યશેબાબની,
14 Bilgára a tizenötödik, Immérre a tizenhatodik;
૧૪પંદરમી બિલ્ગાની, સોળમી ઈમ્મેરની,
15 Chézírre a tizenhetedik, Happicécre a tizennyolcadik;
૧૫સત્તરમી હેઝીરની, અઢારમી હાપ્પીસ્સેસની,
16 Petachjára a tizenkilencedik, Jechezkélre a húszadik;
૧૬ઓગણીસમી પથાહ્યાની, વીસમી હઝકિયેલની,
17 Jákhinra a huszonegyedik, Gámúlra a huszonkettedik;
૧૭એકવીસમી યાખીનની, બાવીસમી ગામૂલની,
18 Delájáhúra a huszonharmadik, Máazjáhúra a huszonnegyedik;
૧૮ત્રેવીસમી દલાયાની અને ચોવીસમી ચિઠ્ઠી માઝયાની નીકળી હતી.
19 Ez a tiszti rendjük szolgálatuknál, hogy bemenjenek az Örökkévaló házába atyjuk Áron kezében levő törvényük szerint, amint parancsolta neki az Örökkévaló, Izrael Istene.
૧૯ઇઝરાયલના ઈશ્વર, યહોવાહે તેઓના પિતા હારુનને આપેલી આજ્ઞા મુજબ તેની મારફતે અપાયેલા હુકમ મુજબ સેવા કરવાને યહોવાહના ભક્તિસ્થાનમાં આવવાનો તેઓનો અનુક્રમ એ મુજબનો હતો.
20 És Lévi többi fiai közül, Amrám fiai közül: Súbáél: Súbáél fiai közül: Jechdejáhú;
૨૦લેવીના બાકીના પુત્રો નીચે મુજબ છે: આમ્રામના પુત્રોમાંનો શુબાએલ; શુબાએલના પુત્રોમાંનો યહદયા.
21 Rechabjáhú közül, Rechabjáhú fiai közül: Jissija a fő;
૨૧રહાબ્યાના પુત્રોમાંનો યિશ્શિયા જે આગેવાન હતો.
22 a Jichári közül: Selómót; Selómót fiai közül: Jáchat.
૨૨ઈસહારીઓમાંનો શલોમોથ. શલોમોથના પુત્રોમાં યાહાથ.
23 És fiai: Jerijáhú, Amarjáhú a második, Jáchaziél a harmadik, Jekámeám a negyedik.
૨૩હેબ્રોનના પુત્રોમાં સૌથી મોટો યરિયા, બીજો અમાર્યા, ત્રીજો યાહઝીએલ અને ચોથો યકામામ.
24 Uzziél fiai: Míkha; Míkha fiai közül: Sámir.
૨૪ઉઝિયેલનો પુત્ર મિખા. મિખાના પુત્રોમાંનો શામીર.
25 Mikha testvére Jissija; Jissija fiai közül: Zekharjáhú.
૨૫મિખાનો ભાઈ યિશ્શિયા. યિશ્શિયાનો પુત્ર ઝખાર્યા.
26 Merári fiai: Machli és Műsi; fiának, Jáazijáhúnak fiai.
૨૬મરારીના પુત્રો: માહલી તથા મુશી. યાઝિયાનો પુત્ર બનો.
27 Merári fiai fiától, Jáazijáhútól: Sóham, Zakkúr és Ibri.
૨૭મરારીના પુત્રો: યાઝિયાનો બનો, શોહામ, ઝાક્કૂર અને ઈબ્રી.
28 Machlitól: Eleázár, de annak nem voltak fiai.
૨૮માહલીના પુત્રો એલાઝાર, તે નિ: સંતાન હતા.
29 Kistől: Kis fiai, Jerachmeél.
૨૯કીશનો પુત્ર: યરાહમેલ.
30 Músi fiai pedig: Machli, Éder és Jerimót. Ezek a leviták fiai atyai házaik szerint.
૩૦મુશીના પુત્રો: માહલી, એદેર તથા યરિમોથ. તે બધા તેમના કુટુંબ પ્રમાણે લેવીઓ હતા.
31 Ők is vetettek sorsot testvéreik, Áron fiai mellett Dávid király, meg Cádók meg Achímélekh, meg a papok és léviták atyai házainak fejei előtt, az atyai házakból a fej a kisebbik testvére mellett.
૩૧તેઓએ પણ હારુનના પુત્રોની માફક દાઉદ રાજા, સાદોક, અહીમેલેખ અને યાજકો તથા લેવીઓનાં કુટુંબનાં મુખ્ય પુરુષોની હાજરીમાં ચિઠ્ઠીઓ નાખી. કુટુંબના મુખ્ય માણસોએ પોતાના નાના ભાઈઓની કુટુંબોની માફક જ ચિઠ્ઠીઓ નાખી.