< यहेजकेल 42 >
1 १ फिर वह पुरुष मुझे बाहरी आँगन में उत्तर की ओर ले गया, और मुझे उन दो कोठरियों के पास लाया जो भवन के आँगन के सामने और उसके उत्तर की ओर थीं।
૧પછી પેલો માણસ મને ઉત્તર તરફના બહારના આંગણામાં લાવ્યો. અને ઉત્તર બાજુના મકાન તરફના બહારના આંગણાની સામેના ઓરડાઓમાં લાવ્યો.
2 २ सौ हाथ की दूरी पर उत्तरी द्वार था, और चौड़ाई पचास हाथ की थी।
૨આ ઓરડાની પહોળાઇ પચાસ હાથ અને લંબાઈ સો હાથ હતી.
3 ३ भीतरी आँगन के बीस हाथ सामने और बाहरी आँगन के फर्श के सामने तीनों महलों में छज्जे थे।
૩અંદરનાં આંગણા પવિત્રસ્થાનથી વીસ હાથ દૂર હતાં. બહારનાં આંગણાંની સામે ઓસરીમાં ત્રણ માળ હતા.
4 ४ कोठरियों के सामने भीतर की ओर जानेवाला दस हाथ चौड़ा एक मार्ग था; और हाथ भर का एक और मार्ग था; और कोठरियों के द्वार उत्तर की ओर थे।
૪ઓરડીની આગળ એક રસ્તો હતો તે દસ હાથ પહોળો તથા તેની લંબાઈ સો હાથ હતી. ઓરડાના દરવાજા ઉત્તર બાજુ તરફ હતા.
5 ५ ऊपरी कोठरियाँ छोटी थीं, अर्थात् छज्जों के कारण वे निचली और बिचली कोठरियों से छोटी थीं।
૫પણ ઉપરના ઓરડા નાના હતા, ઇમારતની તળિયાની ઓરડીઓ તથા વચલી ઓરડીઓમાંથી ઘણીબધી જગ્યા ઓસરીએ રોકી હતી.
6 ६ क्योंकि वे तीन मंजिला थीं, और आँगनों के समान उनके खम्भे न थे; इस कारण ऊपरी कोठरियाँ निचली और बिचली कोठरियों से छोटी थीं।
૬તેમને ત્રણ માળ હતા, આંગણાને જેમ થાંભલા હતા તેમ તેમને થાંભલા ન હતા. ઉપરનો માળ નીચેના માળ તથા વચ્ચેના માળ કરતા કદમાં નાનો હતો.
7 ७ जो दीवार कोठरियों के बाहर उनके पास-पास थी अर्थात् कोठरियों के सामने बाहरी आँगन की ओर थी, उसकी लम्बाई पचास हाथ की थी।
૭જે દીવાલ ઓરડીની બહારના આંગણામાં, એટલે ઓરડીના આગળના ભાગના આંગણા તરફ હતી, તે પચાસ હાથ લાંબી હતી.
8 ८ क्योंकि बाहरी आँगन की कोठरियाँ पचास हाथ लम्बी थीं, और मन्दिर के सामने की ओर सौ हाथ की थी।
૮બહારના આંગણા તરફ આવેલી ઓરડીની લંબાઈ પચાસ હાથ હતી, પવિત્રસ્થાન તરફ આવેલ ઓરડીઓની લંબાઈ સો હાથ હતી.
9 ९ इन कोठरियों के नीचे पूर्व की ओर मार्ग था, जहाँ लोग बाहरी आँगन से इनमें जाते थे।
૯બહારના આંગણામાથી ઓરડીઓમાં આવતા નીચે થઈને પૂર્વ બાજુએ જવાતું હતું.
10 १० आँगन की दीवार की चौड़ाई में पूर्व की ओर अलग स्थान और भवन दोनों के सामने कोठरियाँ थीं।
૧૦બહારના આંગણાની પૂર્વ તરફ, પવિત્રસ્થાનના આગળના ભાગના આંગણામાં ઓરડીઓ હતી.
11 ११ उनके सामने का मार्ग उत्तरी कोठरियों के मार्ग–सा था; उनकी लम्बाई-चौड़ाई बराबर थी और निकास और ढंग उनके द्वार के से थे।
૧૧તેમની આગળનો માર્ગ ઉત્તર તરફની ઓરડીઓ જેવો લંબાઈમાં અને પહોળાઈમાં સરખો હતો. તેઓનાં સર્વ દ્વારો તેમના ઘાટ પ્રમાણે તથા તેમના દરવાજા પ્રમાણે હતાં.
12 १२ दक्षिणी कोठरियों के द्वारों के अनुसार मार्ग के सिरे पर द्वार था, अर्थात् पूर्व की ओर की दीवार के सामने, जहाँ से लोग उनमें प्रवेश करते थे।
૧૨ઓરડીઓના દક્ષિણ તરફનાં બારણાં જેવા જ ઉત્તર તરફ હતાં. અંદરના માર્ગે બારણું હતું, તે માર્ગ અલગ અલગ ઓરડીઓમાં ખૂલતો હતો. પૂર્વ તરફ માર્ગના અંતે બારણું હતું.
13 १३ फिर उसने मुझसे कहा, “ये उत्तरी और दक्षिणी कोठरियाँ जो आँगन के सामने हैं, वे ही पवित्र कोठरियाँ हैं, जिनमें यहोवा के समीप जानेवाले याजक परमपवित्र वस्तुएँ खाया करेंगे; वे परमपवित्र वस्तुएँ, और अन्नबलि, और पापबलि, और दोषबलि, वहीं रखेंगे; क्योंकि वह स्थान पवित्र है।
૧૩તે માણસે મને કહ્યું, “ઉત્તર તરફની ઓરડીઓ તથા દક્ષિણ તરફની ઓરડીઓ પવિત્ર ઓરડીઓ છે, જ્યાં યહોવાહની સેવા કરનાર યાજકો પરમપવિત્ર અર્પણો ખાય છે. તેઓ ત્યાં અતિ પવિત્ર વસ્તુઓ અર્પણ કરે છે એટલે ખાદ્યાર્પણો, પાપાર્થાર્પણો તથા દોષાર્થાર્પણો, કેમ કે તે પવિત્ર સ્થાન છે.
14 १४ जब जब याजक लोग भीतर जाएँगे, तब-तब निकलने के समय वे पवित्रस्थान से बाहरी आँगन में ऐसे ही न निकलेंगे, अर्थात् वे पहले अपनी सेवा टहल के वस्त्र पवित्रस्थान में रख देंगे; क्योंकि ये कोठरियाँ पवित्र हैं। तब वे दूसरे वस्त्र पहनकर साधारण लोगों के स्थान में जाएँगे।”
૧૪યાજકોએ તેમાં પ્રવેશ કર્યા પછી તેઓએ પવિત્રસ્થાનમાંથી બહારના આંગણાંમાં જવું નહિ, સેવા કરતી વખતે પહેરવાનાં વસ્ત્રો તેઓએ ત્યાં જ રાખવાં, કેમ કે તેઓ પવિત્ર છે. જેથી તેઓએ લોકોની પાસે જતા પહેલાં બીજાં વસ્ત્રો પહેરવા.”
15 १५ जब वह भीतरी भवन को माप चुका, तब मुझे पूर्व दिशा के फाटक के मार्ग से बाहर ले जाकर बाहर का स्थान चारों ओर मापने लगा।
૧૫જ્યારે તેણે અંદરના ભાગનું માપ લેવાનું પૂરું કર્યું તે પછી, મને પૂર્વ તરફના મુખવાળા દરવાજામાંથી બહાર લાવ્યો અને ચારે બાજુનું માપ લીધું.
16 १६ उसने पूर्वी ओर को मापने के बाँस से मापकर पाँच सौ बाँस का पाया।
૧૬તેણે માપદંડ લીધો અને પૂર્વ બાજુ માપી; તે પાંચસો હાથ હતી.
17 १७ तब उसने उत्तरी ओर को मापने के बाँस से मापकर पाँच सौ बाँस का पाया।
૧૭તેણે માપદંડથી ઉત્તર બાજુ માપી; તે પાંચસો હાથ હતી.
18 १८ तब उसने दक्षिणी ओर को मापने के बाँस से मापकर पाँच सौ बाँस का पाया।
૧૮તેણે માપદંડથી દક્ષિણ બાજુ માપી; તે પાંચસો હાથ હતી.
19 १९ और पश्चिमी ओर को मुड़कर उसने मापने के बाँस से मापकर उसे पाँच सौ बाँस का पाया।
૧૯તેણે માપદંડથી પશ્ચિમ બાજુ માપી; તે પાંચસો હાથ હતી.
20 २० उसने उस स्थान की चारों सीमाएँ मापी, और उसके चारों ओर एक दीवार थी, वह पाँच सौ बाँस लम्बी और पाँच सौ बाँस चौड़ी थी, और इसलिए बनी थी कि पवित्र और सर्वसाधारण को अलग-अलग करे।
૨૦તેણે ચારેબાજુ માપી. પવિત્ર તથા અપવિત્ર ભાગોને જુદા પાડવા માટે તેને ચારેબાજુ એક દીવાલ હતી, જેની લંબાઈ પાંચસો હાથ અને પહોળાઈ પાંચસો હાથ હતી.