< תהילים 99 >
יהוה מלך ירגזו עמים ישב כרובים תנוט הארץ׃ | 1 |
૧યહોવાહ રાજ કરે છે; લોકો કાંપો. તે કરુબો પર બિરાજે છે; પૃથ્વી કાંપો.
יהוה בציון גדול ורם הוא על כל העמים׃ | 2 |
૨યહોવાહ સિયોનમાં મહાન છે; તે સર્વ લોકો કરતાં ઊંચા છે.
יודו שמך גדול ונורא קדוש הוא׃ | 3 |
૩તેઓ તમારા મહાન અને ભયાવહ નામની સ્તુતિ કરો; તે પવિત્ર છે.
ועז מלך משפט אהב אתה כוננת מישרים משפט וצדקה ביעקב אתה עשית׃ | 4 |
૪રાજા પરાક્રમી છે અને તે ન્યાયને ચાહે છે. તમે ન્યાયને સ્થાપન કરો છો; તમે યાકૂબમાં ન્યાયીપણાને ઉત્પન્ન કરો છો.
רוממו יהוה אלהינו והשתחוו להדם רגליו קדוש הוא׃ | 5 |
૫આપણા ઈશ્વર યહોવાહ મોટા મનાઓ અને તેમના પાયાસન પાસે ભજન કરો. તે પવિત્ર છે.
משה ואהרן בכהניו ושמואל בקראי שמו קראים אל יהוה והוא יענם׃ | 6 |
૬તેમના યાજકોમાં મૂસાએ તથા હારુને અને તેમના નામને હાંક મારનારાઓમાં શમુએલે પણ યહોવાહને વિનંતિ કરી અને તેમણે તેઓને ઉત્તર આપ્યો.
בעמוד ענן ידבר אליהם שמרו עדתיו וחק נתן למו׃ | 7 |
૭તેમણે મેઘસ્તંભમાંથી તેઓની સાથે વાત કરી. તેઓએ તેમની પવિત્ર આજ્ઞાઓ અને તેમણે આપેલા વિધિઓ પાળ્યા.
יהוה אלהינו אתה עניתם אל נשא היית להם ונקם על עלילותם׃ | 8 |
૮હે યહોવાહ, અમારા ઈશ્વર, તમે તેઓને ઉત્તર આપો. જો કે તમે તેઓને તેઓના પાપોની શિક્ષા કરી, તોપણ તેઓને ક્ષમા કરનાર ઈશ્વર તો તમે જ હતા.
רוממו יהוה אלהינו והשתחוו להר קדשו כי קדוש יהוה אלהינו׃ | 9 |
૯આપણા ઈશ્વર યહોવાહને મોટા માનો અને તેમના પવિત્ર પર્વત પર ભજન કરો, કેમ કે આપણા ઈશ્વર યહોવાહ પવિત્ર છે.