< תהילים 41 >

למנצח מזמור לדוד אשרי משכיל אל דל ביום רעה ימלטהו יהוה׃ 1
મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. જે દરિદ્રીની ચિંતા કરે છે, તે આશીર્વાદિત છે; સંકટને સમયે યહોવાહ તેને છોડાવશે.
יהוה ישמרהו ויחיהו יאשר בארץ ואל תתנהו בנפש איביו׃ 2
યહોવાહ તેનું રક્ષણ કરશે અને તેને જીવંત રાખશે અને તે પૃથ્વી પર આશીર્વાદિત થશે; યહોવાહ તેને તેના શત્રુઓની ઇચ્છાને સ્વાધીન નહિ કરે.
יהוה יסעדנו על ערש דוי כל משכבו הפכת בחליו׃ 3
બીમારીના બિછાના પર યહોવાહ તેનો આધાર થશે; તેની માંદગીમાં તેનાં દુ: ખ લઈને તેને સાજો કરશે.
אני אמרתי יהוה חנני רפאה נפשי כי חטאתי לך׃ 4
મેં કહ્યું, “હે યહોવાહ, મારા પર દયા કરો; મારા આત્માને સાજો કરો; કેમ કે મેં તમારી વિરુદ્ધ પાપ કર્યાં છે.”
אויבי יאמרו רע לי מתי ימות ואבד שמו׃ 5
મારા શત્રુઓ મારી વિરુદ્ધ બોલીને કહે છે, ‘તે ક્યારે મરણ પામશે અને તેના નામનો નાશ ક્યારે થશે?’
ואם בא לראות שוא ידבר לבו יקבץ און לו יצא לחוץ ידבר׃ 6
જો મારો શત્રુ મને મળવા આવે, તો તે અયોગ્ય બાબતો કહે છે; તેનું હૃદય અન્યાયનો સંગ્રહ કરે છે; જ્યારે તે મારી પાસેથી બહાર જાય છે, ત્યારે તે મારા વિષે બીજાઓને કહે છે.
יחד עלי יתלחשו כל שנאי עלי יחשבו רעה לי׃ 7
મારો દ્વેષ કરનારા અંદરોઅંદર કાનમાં વાતો કરે છે; તેઓ મારી વિરુદ્ધ ઉપદ્રવ કલ્પે છે.
דבר בליעל יצוק בו ואשר שכב לא יוסיף לקום׃ 8
તેઓ કહે છે, “એક અસાધ્ય સજ્જડ રોગ,” તેને લાગુ પડ્યો છે; હવે તે પથારીમાં પડ્યો છે, એટલે પાછો ઊઠવાનો નથી.”
גם איש שלומי אשר בטחתי בו אוכל לחמי הגדיל עלי עקב׃ 9
હા, મારો ખાસ મિત્ર, જેનો મને ભરોસો હતો, જે મારી રોટલી ખાતો હતો, તેણે મારી સામે લાત ઉગામી છે.
ואתה יהוה חנני והקימני ואשלמה להם׃ 10
૧૦પણ, હે યહોવાહ, મારા પર કૃપા કરો અને મને ઉઠાડો કે જેથી હું તેઓનો પ્રતિકાર કરું.
בזאת ידעתי כי חפצת בי כי לא יריע איבי עלי׃ 11
૧૧તેથી હું જાણું છું કે તમે મારા પર પ્રસન્ન છો, કે મારો શત્રુ મારા પર જયજયકાર કરતો નથી.
ואני בתמי תמכת בי ותציבני לפניך לעולם׃ 12
૧૨તમે મને મારી નિર્દોષતામાં સ્થિર રાખો છો અને તમારી હજૂરમાં મને સર્વકાળ રાખો છો.
ברוך יהוה אלהי ישראל מהעולם ועד העולם אמן ואמן׃ 13
૧૩અનાદિકાળથી તે અનંતકાળ સુધી હે મારા યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર, તમારી સ્તુતિ થાઓ. આમીન તથા આમીન.

< תהילים 41 >