< תהילים 4 >
למנצח בנגינות מזמור לדוד בקראי ענני אלהי צדקי בצר הרחבת לי חנני ושמע תפלתי׃ | 1 |
૧મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે ગાવાને. દાઉદનું ગીત. હે મને ન્યાયી ઠરાવનાર મારા ઈશ્વર, જ્યારે હું તમને વિનંતિ કરું, ત્યારે તમે મને ઉત્તર આપજો; મારી પ્રાર્થના સાંભળીને તમારી કૃપા વરસાવજો.
בני איש עד מה כבודי לכלמה תאהבון ריק תבקשו כזב סלה׃ | 2 |
૨હે મનુષ્યો, તમે ક્યાં સુધી મારા ગૌરવનું અપમાન કરશો? તમે ક્યાં સુધી વ્યર્થતા ઇચ્છશો અને જૂઠાણું ચલાવશો? (સેલાહ)
ודעו כי הפלה יהוה חסיד לו יהוה ישמע בקראי אליו׃ | 3 |
૩પણ જાણો કે જે પવિત્ર છે તેને યહોવાહે પોતાને માટે પસંદ કર્યો છે. હું જ્યારે યહોવાહને વિનંતિ કરું, ત્યારે તે મારું સાંભળશે.
רגזו ואל תחטאו אמרו בלבבכם על משכבכם ודמו סלה׃ | 4 |
૪તેમનાથી ભયભીત થાઓ, પણ પાપ ન કરો! તમારા બિછાના પર પોતાના હૃદયમાં મનન કરો અને શાંત રહો. (સેલાહ)
זבחו זבחי צדק ובטחו אל יהוה׃ | 5 |
૫ન્યાયીપણાના અર્પણોને અર્પિત કરો અને તમારો ભરોસો યહોવાહ પર રાખો.
רבים אמרים מי יראנו טוב נסה עלינו אור פניך יהוה׃ | 6 |
૬ઘણા કહે છે, “કોણ અમને કંઈક સારું બતાવશે?” યહોવાહ, તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો.
נתתה שמחה בלבי מעת דגנם ותירושם רבו׃ | 7 |
૭લોકોનું અનાજ તથા નવો દ્રાક્ષારસ વધવાથી તેઓને આનંદ થાય છે, તે કરતાં વધારે આનંદ તમે મારા હૃદયમાં મૂક્યો છે.
בשלום יחדו אשכבה ואישן כי אתה יהוה לבדד לבטח תושיבני׃ | 8 |
૮હું શાંતિથી સૂઈ જઈશ, તેમ જ ઊંઘી પણ જઈશ, કેમ કે, હે યહોવાહ, હું એકલો હોઉં તોપણ તમે મને સલામત અને સુરક્ષિત રાખો છો.