< תהילים 25 >

לדוד אליך יהוה נפשי אשא׃ 1
દાઉદનું (ગીત). હે યહોવાહ, હું તમારામાં મારું અંતઃકરણ લગાડું છું!
אלהי בך בטחתי אל אבושה אל יעלצו איבי לי׃ 2
હે મારા ઈશ્વર, હું તમારા પર ભરોસો રાખું છું. મને અપમાનિત ન થવા દો; મારા શત્રુઓને મારા પર વિજય મેળવીને આનંદિત થવા ન દો.
גם כל קויך לא יבשו יבשו הבוגדים ריקם׃ 3
જેઓ તમારામાં આશા રાખે છે તેઓમાંનો કોઈ શરમાશે નહિ, પણ જેઓ વગર કારણે કપટ કરે છે તેઓ બદનામ થશે!
דרכיך יהוה הודיעני ארחותיך למדני׃ 4
હે યહોવાહ, મને તમારા માર્ગ બતાવો; તમારા રસ્તા વિષે મને શીખવો.
הדריכני באמתך ולמדני כי אתה אלהי ישעי אותך קויתי כל היום׃ 5
તમારા સત્યમાં મને દોરો અને મને શીખવો, કેમ કે તમે મારો ઉદ્ધાર કરનાર ઈશ્વર છો; હું આખો દિવસ તમારામાં આશા રાખું છું.
זכר רחמיך יהוה וחסדיך כי מעולם המה׃ 6
હે યહોવાહ, તમારી કૃપા તથા તમારા વાત્સલ્યનું સ્મરણ કરો; કારણ કે તેઓ હંમેશાં સનાતન છે.
חטאות נעורי ופשעי אל תזכר כחסדך זכר לי אתה למען טובך יהוה׃ 7
મારી જુવાનીનાં પાપ અને મારા અપરાધનું સ્મરણ ન કરો; હે યહોવાહ, તમારી ભલાઈ અને તમારી કૃપા પ્રમાણે મને સંભારો!
טוב וישר יהוה על כן יורה חטאים בדרך׃ 8
યહોવાહ ઉત્તમ અને ન્યાયી છે; તેથી તે પાપીઓને સાચા માર્ગ વિષે શીખવશે.
ידרך ענוים במשפט וילמד ענוים דרכו׃ 9
તે નમ્ર લોકોને ન્યાયી બનવા માટે દોરે છે અને તે તેઓને તેઓના માર્ગે ચાલવાનું શીખવશે.
כל ארחות יהוה חסד ואמת לנצרי בריתו ועדתיו׃ 10
૧૦જેઓ તેમનો કરાર તથા તેમના સાક્ષ્યો પાળે છે, તેઓને માટે યહોવાહના સર્વ માર્ગો કૃપા તથા સત્યતાથી ભરેલા છે.
למען שמך יהוה וסלחת לעוני כי רב הוא׃ 11
૧૧હે યહોવાહ, તમારા નામની ખાતર, મારા પાપની ક્ષમા કરો, કેમ કે તે ઘણા છે.
מי זה האיש ירא יהוה יורנו בדרך יבחר׃ 12
૧૨યહોવાહથી બીહે એવું માણસ કયું છે? કયો માર્ગ પસંદ કરવો તે તેને પ્રભુ શીખવે છે.
נפשו בטוב תלין וזרעו יירש ארץ׃ 13
૧૩તેનો જીવ સુખમાં રહેશે; અને તેના વંશજો દેશનો વારસો પામશે.
סוד יהוה ליראיו ובריתו להודיעם׃ 14
૧૪યહોવાહનો મર્મ તેમના ભક્તોની પાસે છે અને તેઓને તે પોતાનો કરાર જણાવે છે.
עיני תמיד אל יהוה כי הוא יוציא מרשת רגלי׃ 15
૧૫મારી દ્રષ્ટિ સદા યહોવાહ તરફ છે, કારણ કે તે મારા પગને જાળમાંથી મુક્ત કરશે.
פנה אלי וחנני כי יחיד ועני אני׃ 16
૧૬તમે મારી તરફ ફરો અને મારા પર દયા કરો; કેમ કે હું નિરાશ્રિત અને દુ: ખી છું.
צרות לבבי הרחיבו ממצוקותי הוציאני׃ 17
૧૭મારા મનનું દુઃખ વધી ગયું છે; તમે મને મારા સંકટમાંથી છોડાવો.
ראה עניי ועמלי ושא לכל חטאותי׃ 18
૧૮મારાં દુ: ખ તથા વેદના પર નજર કરો; મારાં સર્વ પાપની ક્ષમા કરો.
ראה אויבי כי רבו ושנאת חמס שנאוני׃ 19
૧૯મારા શત્રુઓને જુઓ, કેમ કે તેઓ ઘણા છે; તેઓ કેટલી ક્રૂરતાથી મારી ઘૃણા કરે છે.
שמרה נפשי והצילני אל אבוש כי חסיתי בך׃ 20
૨૦મારા જીવનું રક્ષણ કરો અને મને છોડાવો; મારી લાજ જવા દેતા નહિ, કારણ કે હું તમારા પર ભરોસો રાખું છું.
תם וישר יצרוני כי קויתיך׃ 21
૨૧પ્રામાણિકપણું તથા ન્યાયીપણું મારું રક્ષણ કરો, કારણ કે હું તમારા પર આશા રાખું છું.
פדה אלהים את ישראל מכל צרותיו׃ 22
૨૨હે ઈશ્વર, ઇઝરાયલને તેનાં સર્વ સંકટોમાંથી છોડાવો.

< תהילים 25 >