< תהילים 2 >
למה רגשו גוים ולאמים יהגו ריק׃ | 1 |
૧વિદેશીઓ શા માટે તોફાન કરે છે? અને લોકો શા માટે વ્યર્થ યોજનાઓ કરે છે?
יתיצבו מלכי ארץ ורוזנים נוסדו יחד על יהוה ועל משיחו׃ | 2 |
૨યહોવાહ તથા તેમના અભિષિક્તની વિરુદ્ધ પૃથ્વીના રાજાઓ સજ્જ થાય છે અને હાકેમો અંદરોઅંદર મસલત કરીને કહે છે,
ננתקה את מוסרותימו ונשליכה ממנו עבתימו׃ | 3 |
૩“આવો આપણે તેઓનાં બંધન તોડી પાડીએ; અને તેઓની ગુલામીમાંથી આપણે મુક્ત થઈએ.”
יושב בשמים ישחק אדני ילעג למו׃ | 4 |
૪આકાશમાં જે બિરાજમાન છે તે હાસ્ય કરશે; પ્રભુ તેઓને તુચ્છ ગણશે.
אז ידבר אלימו באפו ובחרונו יבהלמו׃ | 5 |
૫પછી તે ક્રોધમાં તેઓની સાથે બોલશે અને પોતાના કોપથી તે તેઓને ત્રાસ પમાડીને કહેશે,
ואני נסכתי מלכי על ציון הר קדשי׃ | 6 |
૬“મારા પવિત્ર સિયોન પર્વત પર મેં મારા રાજાને અભિષિક્ત કર્યો છે.”
אספרה אל חק יהוה אמר אלי בני אתה אני היום ילדתיך׃ | 7 |
૭હું તો એ યહોવાહના નિયમો જાહેર કરીશ. તેમણે મને કહ્યું, “તું મારો પુત્ર છે! આજે મેં તને જન્મ આપ્યો છે.
שאל ממני ואתנה גוים נחלתך ואחזתך אפסי ארץ׃ | 8 |
૮તું મારી પાસે માગ, એટલે હું તને વારસા તરીકે રાષ્ટ્રો અને પૃથ્વીની ચારે દિશાનું વતન આપીશ.
תרעם בשבט ברזל ככלי יוצר תנפצם׃ | 9 |
૯તું લોઢાના દંડથી તેઓને તોડી પાડશે; તું તેઓને કુંભારના વાસણની જેમ અફાળીને ટુકડેટુકડા કરશે.”
ועתה מלכים השכילו הוסרו שפטי ארץ׃ | 10 |
૧૦તેથી હવે, રાજાઓ, તમે સમજો; ઓ પૃથ્વીના અધિકારીઓ, તમે શિખામણ લો.
עבדו את יהוה ביראה וגילו ברעדה׃ | 11 |
૧૧ભયથી યહોવાહની સેવા કરો અને કંપીને હર્ષ પામો.
נשקו בר פן יאנף ותאבדו דרך כי יבער כמעט אפו אשרי כל חוסי בו׃ | 12 |
૧૨તેમના પુત્રને ચુંબન કરો, જેથી તે તમારા પર ગુસ્સે ન થાય અને તમે નાશ ન પામો કેમ કે તેમનો કોપ જલદીથી ભભૂકી ઊઠશે જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વ આશીર્વાદિત છે.