< תהילים 19 >

למנצח מזמור לדוד השמים מספרים כבוד אל ומעשה ידיו מגיד הרקיע׃ 1
મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. આકાશો ઈશ્વરનો મહિમા પ્રગટ કરે છે અને અંતરિક્ષ તેમના હાથનું કામ દર્શાવે છે!
יום ליום יביע אמר ולילה ללילה יחוה דעת׃ 2
દિવસ દિવસને તેમના વિષે કહે છે; રાત રાતને તેમનું ડહાપણ પ્રગટ કરે છે.
אין אמר ואין דברים בלי נשמע קולם׃ 3
ત્યાં વચન નથી અને શબ્દો પણ નથી; તેઓની વાણી સંભાળતી નથી.
בכל הארץ יצא קום ובקצה תבל מליהם לשמש שם אהל בהם׃ 4
તેઓનો વિસ્તાર આખી પૃથ્વીમાં છે અને જગતના છેડા સુધી તેઓની સાક્ષી ફેલાયેલી છે. તેઓમાં ઈશ્વરે સૂર્યને માટે મંડપ ઊભો કર્યો છે.
והוא כחתן יצא מחפתו ישיש כגבור לרוץ ארח׃ 5
સૂર્ય પોતાના ઓરડામાંથી નીકળતા વરરાજા જેવો છે અને તે બળવાન માણસની જેમ પોતાની શરત દોડવામાં આનંદ માને છે.
מקצה השמים מוצאו ותקופתו על קצותם ואין נסתר מחמתו׃ 6
તે આકાશને એક છેડેથી નીકળી આવે છે અને તેના બીજા છેડા સુધી પરિક્રમણ કરે છે; તેની ઉષ્ણતા પામ્યા વિના કોઈ બાકી રહી જતું નથી.
תורת יהוה תמימה משיבת נפש עדות יהוה נאמנה מחכימת פתי׃ 7
યહોવાહના નિયમો સંપૂર્ણ છે, તે આત્માને તાજગી આપે છે; યહોવાહની સાક્ષી વિશ્વાસપાત્ર છે, તે ભોળાને બુદ્ધિમાન કરે છે.
פקודי יהוה ישרים משמחי לב מצות יהוה ברה מאירת עינים׃ 8
યહોવાહના વિધિઓ યથાર્થ છે, તેઓ હૃદયને આનંદ આપે છે; યહોવાહની આજ્ઞાઓ નિર્મળ છે, જે આંખોને પ્રકાશ આપે છે.
יראת יהוה טהורה עומדת לעד משפטי יהוה אמת צדקו יחדו׃ 9
યહોવાહનો ભય શુદ્ધ અને અનાદિ છે; યહોવાહના ઠરાવો સત્ય તથા તદ્દન ન્યાયી છે.
הנחמדים מזהב ומפז רב ומתוקים מדבש ונפת צופים׃ 10
૧૦તે શુદ્ધ સોના કરતાં, પણ વધુ પસંદ કરવા યોગ્ય છે; વળી મધપૂડાનાં ટીપાં કરતાં તેઓ વધારે મીઠાં છે.
גם עבדך נזהר בהם בשמרם עקב רב׃ 11
૧૧હા, તેનાથી તમારા સેવકને ચેતવણી મળે છે તેઓને પાળવામાં મોટો લાભ છે.
שגיאות מי יבין מנסתרות נקני׃ 12
૧૨પોતાની ભૂલો કોણ જાણી શકે? છાના પાપથી તમે મને મુક્ત કરો.
גם מזדים חשך עבדך אל ימשלו בי אז איתם ונקיתי מפשע רב׃ 13
૧૩જાણી જોઈને કરતાં પાપથી તમે તમારા સેવકને અટકાવો; તેઓને મારા પર રાજ કરવા ન દો. એટલે હું સંપૂર્ણ થઈશ અને હું મહાપાપમાંથી બચી જઈશ.
יהיו לרצון אמרי פי והגיון לבי לפניך יהוה צורי וגאלי׃ 14
૧૪હે યહોવાહ, મારા ખડક તથા મારા ઉદ્ધારનાર મારા મુખના શબ્દો તથા મારા હૃદયના વિચારો તમારી આગળ માન્ય થાઓ.

< תהילים 19 >