< תהילים 142 >
משכיל לדוד בהיותו במערה תפלה קולי אל יהוה אזעק קולי אל יהוה אתחנן׃ | 1 |
૧દાઉદ ગુફામાં હતો તે વખતનું તેનું માસ્કીલ; પ્રાર્થના. હું મોટા અવાજે યહોવાહને વિનંતિ કરું છું; ઊંચે સ્વરે હું યહોવાહને વિનંતી કરું છું.
אשפך לפניו שיחי צרתי לפניו אגיד׃ | 2 |
૨તેમની આગળ મારું દુઃખ ઠાલવું છું; હું તેમની આગળ મારી મુશ્કેલીઓ પ્રગટ કરું છું.
בהתעטף עלי רוחי ואתה ידעת נתיבתי בארח זו אהלך טמנו פח לי׃ | 3 |
૩જ્યારે મારો આત્મા નિર્બળ થાય છે, ત્યારે તમે મારા માર્ગો જાણો છો. જે રસ્તે હું ચાલું છું તેમાં તેઓએ મારે માટે પાશ સંતાડી મૂક્યો છે.
הביט ימין וראה ואין לי מכיר אבד מנוס ממני אין דורש לנפשי׃ | 4 |
૪હું મારી જમણી બાજુએ જોઉં છું, તો ત્યાં મારી સંભાળ લેનાર કોઈ નથી. મારું નાસવું નિષ્ફળ ગયું છે; મારા જીવનની સંભાળ લેનાર કોઈ નથી.
זעקתי אליך יהוה אמרתי אתה מחסי חלקי בארץ החיים׃ | 5 |
૫હે યહોવાહ, મેં તમને વિનંતિ કરીને કહ્યું, “તમે જ મારો આશ્રય છો, મારી જિંદગીપર્યંત તમે મારો વારસો છો.
הקשיבה אל רנתי כי דלותי מאד הצילני מרדפי כי אמצו ממני׃ | 6 |
૬મારો પોકાર સાંભળો, કેમ કે હું બહુ દુઃખી થઈ ગયો છું; મને સતાવનારાના હાથમાંથી છોડાવો, કેમ કે તેઓ મારા કરતા બળવાન છે.
הוציאה ממסגר נפשי להודות את שמך בי יכתרו צדיקים כי תגמל עלי׃ | 7 |
૭મારા આત્માને બંદીવાસમાંથી બહાર લાવો, કે જેથી હું તમારા નામનો આભાર માની શકું. ન્યાયીઓ મારી આસપાસ ફરી વળશે કેમ કે તમે મારા માટે ભલા છો.