< תהילים 131 >

שיר המעלות לדוד יהוה לא גבה לבי ולא רמו עיני ולא הלכתי בגדלות ובנפלאות ממני׃ 1
ચઢવાનું ગીત; દાઉદનું. હે યહોવાહ, મારું હૃદય ઘમંડી નથી અને મારી આંખો અભિમાની નથી. મારી પાસે મારા માટે કોઈ મહાન આશાઓ નથી અથવા જે વાતોને હું પહોંચી શકતો નથી તેમાં, હું હાથ નાખતો નથી.
אם לא שויתי ודוממתי נפשי כגמל עלי אמו כגמל עלי נפשי׃ 2
તેમ છતાં, મેં મારો આત્મા નમ્ર અને શાંત કર્યો છે; જેમ એક બાળક પોતાની માતાનું દૂધ છોડે છે, તેમ મારો આત્મા દૂધ છોડી દેનાર બાળકના જેવો જ છે.
יחל ישראל אל יהוה מעתה ועד עולם׃ 3
હે ઇઝરાયલ, આ સમયથી તે સદાકાળ માટે યહોવાહની જ આશા રાખજે.

< תהילים 131 >