< מִשְׁלֵי 25 >

גם אלה משלי שלמה אשר העתיקו אנשי חזקיה מלך יהודה׃ 1
આ પણ સુલેમાનનાં નીતિવચનો છે કે, જેનો ઉતારો યહૂદિયાના રાજા હિઝકિયાના માણસોએ કર્યો હતો.
כבד אלהים הסתר דבר וכבד מלכים חקר דבר׃ 2
કોઈ બાબત ગુપ્ત રાખવી તેમાં ઈશ્વરનો મહિમા છે, પણ કોઈ બાબત શોધી કાઢવી એમાં રાજાનું ગૌરવ છે.
שמים לרום וארץ לעמק ולב מלכים אין חקר׃ 3
જેમ આકાશની ઊંચાઈ તથા પૃથ્વીનું ઊંડાણ હોય છે, તેમ રાજાઓનું મન અગાધ છે.
הגו סיגים מכסף ויצא לצרף כלי׃ 4
ચાંદીમાંથી નકામો ભાગ કાઢી નાખો, એટલે ચાંદીનો કારીગર તેમાંથી વાસણ બનાવી શકશે.
הגו רשע לפני מלך ויכון בצדק כסאו׃ 5
તેમ રાજા પાસેથી દુષ્ટોને દૂર કરો, એટલે તેનું સિંહાસન ન્યાય વડે સ્થિર થશે.
אל תתהדר לפני מלך ובמקום גדלים אל תעמד׃ 6
રાજાની હાજરીમાં પોતાની બડાઈ ન કર અને મોટા માણસોની જગ્યાએ ઊભા ન રહે.
כי טוב אמר לך עלה הנה מהשפילך לפני נדיב אשר ראו עיניך׃ 7
ઉમરાવના દેખતાં તને નીચે ઉતારવામાં આવે તેના કરતાં, “આમ આવો” કહીને ઉપર બેસાડવામાં આવે એ વધારે સારું છે.
אל תצא לרב מהר פן מה תעשה באחריתה בהכלים אתך רעך׃ 8
દાવામાં જલદી ઊતરી ન પડ. કેમ કે આખરે તારો પ્રતિવાદી તને ઝંખવાણો પાડે ત્યારે શું કરવું તે તને સૂઝે નહિ?
ריבך ריב את רעך וסוד אחר אל תגל׃ 9
તારા દાવા વિષે તારા પ્રતિવાદી સાથે જ વિવાદ કર અને બીજાની ગુપ્ત વાત ઉઘાડી ન કર,
פן יחסדך שמע ודבתך לא תשוב׃ 10
૧૦રખેને તે સાંભળનાર તારી નિંદા કરે અને તારા પરનો બટ્ટો દૂર થાય નહિ.
תפוחי זהב במשכיות כסף דבר דבר על אפניו׃ 11
૧૧પ્રસંગને અનુસરીને બોલેલો શબ્દ ચાંદીની ટોપલીમાંનાં સોનાનાં સફરજન જેવો છે.
נזם זהב וחלי כתם מוכיח חכם על אזן שמעת׃ 12
૧૨જ્ઞાની વ્યક્તિએ આપેલો ઠપકો આજ્ઞાંકિતના કાનમાં સોનાની કડીઓ તથા સોનાના ઘરેણાં જેવો છે.
כצנת שלג ביום קציר ציר נאמן לשלחיו ונפש אדניו ישיב׃ 13
૧૩ફસલના સમયમાં બરફની શીતળતા જેવી લાગે છે તેવી જ વિશ્વાસુ સંદેશાવાહક તેના મોકલનારાઓને લાગે છે; તે પોતાના માલિકના આત્માને તાજો કરે છે.
נשיאים ורוח וגשם אין איש מתהלל במתת שקר׃ 14
૧૪જે કોઈ ભેટો આપવાની વ્યર્થ ડંફાસો મારે છે, પણ કંઈ આપતો નથી, તે વરસાદ વગરનાં વાદળાં તથા પવન જેવો છે.
בארך אפים יפתה קצין ולשון רכה תשבר גרם׃ 15
૧૫લાંબી મુદતની સહનશીલતાથી અધિકારીનું મન માને છે અને કોમળ જીભ હાડકાને ભાંગે છે.
דבש מצאת אכל דיך פן תשבענו והקאתו׃ 16
૧૬જો તને મધ મળ્યું હોય, તો જોઈએ તેટલું જ ખા રખેને તે તારા ગળા સુધી આવે અને તારે તે ઓકી કાઢવું પડે.
הקר רגלך מבית רעך פן ישבעך ושנאך׃ 17
૧૭તું તારા પડોશીના ઘરમાં કવચિત જ જા, નહિ તો તે તારાથી કંટાળીને તારો ધિક્કાર કરશે.
מפיץ וחרב וחץ שנון איש ענה ברעהו עד שקר׃ 18
૧૮પોતાના પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરનાર માણસ હથોડા, તલવાર તથા તીક્ષ્ણ તીર જેવો છે.
שן רעה ורגל מועדת מבטח בוגד ביום צרה׃ 19
૧૯સંકટસમયે અવિશ્વાસુ માણસ પર મૂકેલો વિશ્વાસ સડેલા દાંત અને ઊતરી ગયેલા પગ જેવો છે.
מעדה בגד ביום קרה חמץ על נתר ושר בשרים על לב רע׃ 20
૨૦જે દુઃખી દિલવાળા માણસ આગળ ગીતો ગાય છે, તે ઠંડીમાં અંગ પરથી વસ્ત્ર કાઢી લેનાર જેવો અથવા ઘા પર સરકો રેડનાર જેવો છે.
אם רעב שנאך האכלהו לחם ואם צמא השקהו מים׃ 21
૨૧જો તારો શત્રુ ભૂખ્યો હોય, તો તેને ખાવા માટે રોટલો આપ; અને જો તે તરસ્યો હોય, તો પીવા માટે પાણી આપ.
כי גחלים אתה חתה על ראשו ויהוה ישלם לך׃ 22
૨૨કેમ કે એમ કરવાથી તું તેના માથા પર અંગારાનો ઢગલો કરશે અને યહોવાહ તને તેનો બદલો આપશે.
רוח צפון תחולל גשם ופנים נזעמים לשון סתר׃ 23
૨૩ઉત્તરનો પવન વરસાદ લાવે છે; તેમ જ ચાડીકરનારી જીભ ક્રોધિત ચહેરો ઉપજાવે છે.
טוב שבת על פנת גג מאשת מדונים ובית חבר׃ 24
૨૪કજિયાખોર સ્ત્રીની સાથે વિશાળ ઘરમાં રહેવું, તે કરતાં અગાશીના ખૂણામાં રહેવું સારું છે.
מים קרים על נפש עיפה ושמועה טובה מארץ מרחק׃ 25
૨૫જેવું તરસ્યા જીવને માટે ઠંડુ પાણી છે, તેવી જ દૂર દેશથી મળેલી સારી ખબર છે.
מעין נרפש ומקור משחת צדיק מט לפני רשע׃ 26
૨૬જેવો ડહોળાયેલો ઝરો અથવા વિનાશક કૂવો છે, તેવો જ દુશ્મનોની આગળથી ખસી જનાર નેક પુરુષ છે.
אכל דבש הרבות לא טוב וחקר כבדם כבוד׃ 27
૨૭વધુ પડતું મધ ખાવું સારું નથી, તેમ જ પોતાનું મહત્વ શોધવું એ કંઈ પ્રતિષ્ઠા નથી.
עיר פרוצה אין חומה איש אשר אין מעצר לרוחו׃ 28
૨૮જે માણસ પોતાના પર કાબુ રાખી શકતો નથી તે ખંડિયેર જેવો તથા કોટ વગરના નગર જેવો છે.

< מִשְׁלֵי 25 >