< במדבר 33 >

אלה מסעי בני ישראל אשר יצאו מארץ מצרים לצבאתם ביד משה ואהרן׃ 1
મૂસા અને હારુનની આગેવાની હેઠળ ઇઝરાયલી લોકો પોતાનાં સૈન્ય જૂથો સહિત મિસર દેશમાંથી બહાર આવ્યા પછી તે લોકોએ જે જે ઠેકાણે મુસાફરી કરી તે આ છે:
ויכתב משה את מוצאיהם למסעיהם על פי יהוה ואלה מסעיהם למוצאיהם׃ 2
જ્યાંથી તેઓ રવાના થયા અને જ્યાં ગયા તે સ્થળોનાં નામ મૂસાએ યહોવાહની આજ્ઞા અનુસાર નોંધી લીધાં હતાં. તેઓની મજલો પ્રમાણે તેઓની કૂચ આ છે.
ויסעו מרעמסס בחדש הראשון בחמשה עשר יום לחדש הראשון ממחרת הפסח יצאו בני ישראל ביד רמה לעיני כל מצרים׃ 3
તેઓ પહેલા મહિને, એટલે પહેલા મહિનાના પંદરમા દિવસે રામસેસથી રવાના થયા. પાસ્ખાપર્વ પછીની સવારે ઇઝરાયલી લોકો મિસરવાસીઓના દેખતાં જાહેરમાં નીકળ્યા.
ומצרים מקברים את אשר הכה יהוה בהם כל בכור ובאלהיהם עשה יהוה שפטים׃ 4
જ્યારે મિસરવાસીઓ પોતાના પ્રથમજનિતો જેઓને યહોવાહે તેઓની મધ્યેથી મારી નાખ્યા તેઓને દફ્નાવતા હતા તે સમયે એવું બન્યું. યહોવાહે બતાવ્યું કે તેમના દેવો કરતા તે વધુ સામર્થ્ય છે.
ויסעו בני ישראל מרעמסס ויחנו בסכת׃ 5
ઇઝરાયલીઓએ રામસેસથી નીકળીને સુક્કોથમાં છાવણી કરી.
ויסעו מסכת ויחנו באתם אשר בקצה המדבר׃ 6
તેઓએ સુક્કોથથી નીકળીને અરણ્ય કિનારે આવેલા એથામમાં છાવણી કરી.
ויסעו מאתם וישב על פי החירת אשר על פני בעל צפון ויחנו לפני מגדל׃ 7
તેઓ એથામથી નીકળીને પાછા ફરીને બઆલ-સફોનની પાસે આવેલ પી-હાહીરોથ આવ્યા, ત્યાં તેઓએ મિગ્દોલની સામે છાવણી કરી.
ויסעו מפני החירת ויעברו בתוך הים המדברה וילכו דרך שלשת ימים במדבר אתם ויחנו במרה׃ 8
પછી પી-હાહીરોથથી નીકળીને સમુદ્ર મધ્યે થઈને તેઓ અરણ્યમાં ગયા. તેઓએ એથામના અરણ્યમાં ત્રણ દિવસ મુસાફરી કરીને મારાહમાં છાવણી કરી.
ויסעו ממרה ויבאו אילמה ובאילם שתים עשרה עינת מים ושבעים תמרים ויחנו שם׃ 9
તેઓ મારાહથી આગળ વધીને એલીમ આવ્યા. એલીમમાં પાણીના બાર ઝરા અને ખજૂરીનાં સિત્તેર વૃક્ષો હતાં. ત્યાં તેઓએ છાવણી કરી.
ויסעו מאילם ויחנו על ים סוף׃ 10
૧૦તેઓએ એલીમથી નીકળીને લાલ સમુદ્ર પાસે છાવણી કરી.
ויסעו מים סוף ויחנו במדבר סין׃ 11
૧૧તેઓએ લાલ સમુદ્રથી નીકળીને સીનના અરણ્યમાં છાવણી કરી.
ויסעו ממדבר סין ויחנו בדפקה׃ 12
૧૨તેઓએ સીનના અરણ્યમાંથી નીકળીને દોફકાહમાં છાવણી કરી.
ויסעו מדפקה ויחנו באלוש׃ 13
૧૩દોફકાહથી નીકળીને આલૂશમાં છાવણી કરી.
ויסעו מאלוש ויחנו ברפידם ולא היה שם מים לעם לשתות׃ 14
૧૪તેઓએ આલૂશથી નીકળીને રફીદીમમાં છાવણી કરી. ત્યાં લોકોને માટે પીવાનું પાણી નહોતું.
ויסעו מרפידם ויחנו במדבר סיני׃ 15
૧૫તેઓએ રફીદીમથી નીકળીને સિનાઈના અરણ્યમાં છાવણી કરી.
ויסעו ממדבר סיני ויחנו בקברת התאוה׃ 16
૧૬તેઓએ સિનાઈના અરણ્યમાંથી નીકળીને કિબ્રોથ હાત્તાવાહમાં છાવણી કરી.
ויסעו מקברת התאוה ויחנו בחצרת׃ 17
૧૭તેઓએ કિબ્રોથ હાત્તાવાહથી નીકળીને હસેરોથમાં છાવણી કરી.
ויסעו מחצרת ויחנו ברתמה׃ 18
૧૮તેઓએ હસેરોથથી નીકળીને રિથ્માહમાં છાવણી કરી.
ויסעו מרתמה ויחנו ברמן פרץ׃ 19
૧૯રિથ્માહથી નીકળીને તેઓએ રિમ્મોનપેરેસમાં છાવણી કરી.
ויסעו מרמן פרץ ויחנו בלבנה׃ 20
૨૦રિમ્મોનપેરેસથી નીકળીને તેઓએ લિબ્નાહમાં છાવણી કરી.
ויסעו מלבנה ויחנו ברסה׃ 21
૨૧લિબ્નાહથી નીકળીને તેઓએ રિસ્સાહમાં છાવણી કરી.
ויסעו מרסה ויחנו בקהלתה׃ 22
૨૨રિસ્સાહથી નીકળીને તેઓએ કહેલાથાહમાં છાવણી કરી.
ויסעו מקהלתה ויחנו בהר שפר׃ 23
૨૩કહેલાથાહથી નીકળીને તેઓએ શેફેર પર્વત આગળ છાવણી કરી.
ויסעו מהר שפר ויחנו בחרדה׃ 24
૨૪શેફેર પર્વતથી નીકળીને તેઓએ હરાદાહમાં છાવણી કરી.
ויסעו מחרדה ויחנו במקהלת׃ 25
૨૫હરાદાહથી નીકળીને તેમણે માકેહેલોથમાં છાવણી કરી.
ויסעו ממקהלת ויחנו בתחת׃ 26
૨૬માકેહેલોથથી નીકળી તેઓએ તાહાથમાં છાવણી કરી.
ויסעו מתחת ויחנו בתרח׃ 27
૨૭તાહાથથી નીકળીને તેઓએ તેરાહમાં છાવણી કરી.
ויסעו מתרח ויחנו במתקה׃ 28
૨૮તેરાહથી નીકળીને તેઓએ મિથ્કાહમાં છાવણી કરી.
ויסעו ממתקה ויחנו בחשמנה׃ 29
૨૯મિથ્કાહમાંથી નીકળીને તેઓએ હાશ્મોનાહમાં છાવણી કરી.
ויסעו מחשמנה ויחנו במסרות׃ 30
૩૦હાશ્મોનાહથી નીકળીને તેઓએ મોસેરોથમાં છાવણી કરી.
ויסעו ממסרות ויחנו בבני יעקן׃ 31
૩૧મોસેરોથથી નીકળીને તેઓએ બનીયાઅકાનમાં છાવણી કરી.
ויסעו מבני יעקן ויחנו בחר הגדגד׃ 32
૩૨બનીયાઅકાનથી નીકળીને તેઓએ હોર-હાગિદગાદમાં છાવણી કરી.
ויסעו מחר הגדגד ויחנו ביטבתה׃ 33
૩૩હોર-હાગિદગાદથી નીકળીને તેઓએ યોટબાથાહમાં છાવણી કરી.
ויסעו מיטבתה ויחנו בעברנה׃ 34
૩૪યોટબાથાહથી નીકળીને તેઓએ આબ્રોનામાં છાવણી કરી.
ויסעו מעברנה ויחנו בעציון גבר׃ 35
૩૫આબ્રોનાથી નીકળીને તેઓએ એસ્યોન-ગેબેરમાં છાવણી કરી.
ויסעו מעציון גבר ויחנו במדבר צן הוא קדש׃ 36
૩૬એસ્યોન-ગેબેરથી નીકળીને તેઓએ કાદેશમાં એટલે કે સીનના અરણ્યમાં છાવણી કરી.
ויסעו מקדש ויחנו בהר ההר בקצה ארץ אדום׃ 37
૩૭કાદેશથી નીકળીને તેઓએ અદોમની સરહદે આવેલા હોર પર્વત આગળ છાવણી કરી.
ויעל אהרן הכהן אל הר ההר על פי יהוה וימת שם בשנת הארבעים לצאת בני ישראל מארץ מצרים בחדש החמישי באחד לחדש׃ 38
૩૮યહોવાહની આજ્ઞા પ્રમાણે હારુન યાજક હોર પર્વત ઉપર ગયો અને ઇઝરાયલી લોકોના મિસર દેશમાંથી બહાર આવ્યા પછી ચાળીસમાં વર્ષે, એટલે પાંચમા મહિનાના પ્રથમ દિવસે તે ત્યાં મૃત્યુ પામ્યો.
ואהרן בן שלש ועשרים ומאת שנה במתו בהר ההר׃ 39
૩૯હારુન હોર પર્વત પર મરણ પામ્યો ત્યારે તે એકસો તેવીસ વર્ષનો હતો.
וישמע הכנעני מלך ערד והוא ישב בנגב בארץ כנען בבא בני ישראל׃ 40
૪૦કનાની દેશના નેગેબમાં રહેતા અરાદના કનાની રાજાએ ઇઝરાયલી લોકોના આવવા વિષે સાંભળ્યું.
ויסעו מהר ההר ויחנו בצלמנה׃ 41
૪૧તેઓએ હોર પર્વતથી નીકળીને સાલ્મોનામાં છાવણી કરી.
ויסעו מצלמנה ויחנו בפונן׃ 42
૪૨સાલ્મોનાથી નીકળીને તેઓએ પૂનોનમાં છાવણી કરી.
ויסעו מפונן ויחנו באבת׃ 43
૪૩પૂનોનથી નીકળીને તેઓએ ઓબોથમાં છાવણી કરી.
ויסעו מאבת ויחנו בעיי העברים בגבול מואב׃ 44
૪૪ઓબોથથી નીકળીને તેઓએ મોઆબીઓની સરહદમાં આવેલા ઈયે-અબારીમમાં છાવણી કરી.
ויסעו מעיים ויחנו בדיבן גד׃ 45
૪૫ઈયે-અબારીમથી નીકળીને તેઓએ દીબોનગાદમાં છાવણી કરી.
ויסעו מדיבן גד ויחנו בעלמן דבלתימה׃ 46
૪૬દીબોનગાદથી નીકળીને તેઓએ આલ્મોન દિબ્લાથાઈમમાં છાવણી કરી.
ויסעו מעלמן דבלתימה ויחנו בהרי העברים לפני נבו׃ 47
૪૭આલ્મોન દિબ્લાથાઈમમાંથી નીકળીને તેઓએ નબોની સામે આવેલા અબારીમના પર્વતો આગળ છાવણી કરી.
ויסעו מהרי העברים ויחנו בערבת מואב על ירדן ירחו׃ 48
૪૮અબારીમના પર્વતોથી નીકળીને તેઓએ યરીખોની સામે યર્દન નદીના કિનારે આવેલા મોઆબના મેદાનોમાં છાવણી કરી.
ויחנו על הירדן מבית הישמת עד אבל השטים בערבת מואב׃ 49
૪૯તેઓએ યર્દનને કિનારે, બેથ-યશીમોથથી આબેલ-શિટ્ટીમ સુધી મોઆબના મેદાનમાં છાવણી કરી.
וידבר יהוה אל משה בערבת מואב על ירדן ירחו לאמר׃ 50
૫૦મોઆબના મેદાનોમાં યર્દનને કિનારે યરીખોની પાસે યહોવાહે મૂસાને કહ્યું,
דבר אל בני ישראל ואמרת אלהם כי אתם עברים את הירדן אל ארץ כנען׃ 51
૫૧“તું ઇઝરાયલી લોકોને કહે કે, ‘જયારે તમે યર્દન પાર કરીને કનાન દેશમાં જાઓ,
והורשתם את כל ישבי הארץ מפניכם ואבדתם את כל משכיתם ואת כל צלמי מסכתם תאבדו ואת כל במתם תשמידו׃ 52
૫૨ત્યારે તમારે દેશના બધા રહેવાસીને તમારી આગળથી કાઢી મૂકવા. તમારે તેઓની બધી કોતરેલી મૂર્તિઓનો નાશ કરવો. તેઓની બધી ગાળેલી મૂર્તિઓનો તથા તેમના ઉચ્ચસ્થાનોનો તમારે નાશ કરવો.
והורשתם את הארץ וישבתם בה כי לכם נתתי את הארץ לרשת אתה׃ 53
૫૩તમારે તે દેશનો કબજો લેવો અને તેમાં વસવાટ કરવો, કેમ કે, તે દેશ મેં તમને વતનને સારુ આપ્યો છે.
והתנחלתם את הארץ בגורל למשפחתיכם לרב תרבו את נחלתו ולמעט תמעיט את נחלתו אל אשר יצא לו שמה הגורל לו יהיה למטות אבתיכם תתנחלו׃ 54
૫૪તમારે ચિઠ્ઠી નાખીને તે દેશ તમારા કુળ પ્રમાણે વહેંચી લેવો. વધારે સંખ્યા ધરાવતા કુળને વધારે વિસ્તાર ધરાવતા દેશનો ભાગ અને ઓછી સંખ્યા ધરાવતા કુળને ઓછો વિસ્તાર ધરાવતા દેશનો ભાગ વહેંચી આપવો. દરેક કુળના નામની ચિઠ્ઠી જ્યાં પડે તે પ્રદેશ તેને મળે. તમારા પિતૃઓના કુળો પ્રમાણે દેશનો વારસો તમને મળે.
ואם לא תורישו את ישבי הארץ מפניכם והיה אשר תותירו מהם לשכים בעיניכם ולצנינם בצדיכם וצררו אתכם על הארץ אשר אתם ישבים בה׃ 55
૫૫પણ જો તમે તે દેશના રહેવાસીઓને તમારી આગળથી હાંકી નહિ કાઢો, તો તેઓમાંના જેઓને તમે રહેવા દેશો તેઓ તમારી આંખમાં કણીરૂપ અને તમારા પડખામાં કાંટારૂપ થઈ પડશે. જે દેશમાં તમે વસો છો ત્યાં તેઓ તમારા જીવનો પર દુઃખ લાવશે.
והיה כאשר דמיתי לעשות להם אעשה לכם׃ 56
૫૬અને એવું થશે કે મેં તે લોકોની જે દશા કરવાનું ધાર્યું હતું તે હું તમારી સાથે કરીશ.’”

< במדבר 33 >