< איוב 19 >
૧ત્યારે અયૂબે જવાબ આપ્યો અને કહ્યું,
עד אנה תוגיון נפשי ותדכאונני במלים׃ | 2 |
૨“તમે ક્યાં સુધી મારા જીવને ત્રાસ આપશો? અને શબ્દોથી મને કચડ્યા કરશો?
זה עשר פעמים תכלימוני לא תבשו תהכרו לי׃ | 3 |
૩આ દસ વખત તમે મને મહેણાં માર્યાં છે; મારી સાથે નિર્દય રીતે વર્તતાં તમને શરમ આવતી નથી.
ואף אמנם שגיתי אתי תלין משוגתי׃ | 4 |
૪જો મેં પાપ કર્યુ પણ હોય, તો તે મારી ભૂલ મારી પાસે રહી.
אם אמנם עלי תגדילו ותוכיחו עלי חרפתי׃ | 5 |
૫જો તમારે મારી વિરુદ્ધ અભિમાન કરવું જ હોય, અને મારી વિરુદ્ધ દલીલ રજૂ કરીને મારું અપમાન કરવું હોય;
דעו אפו כי אלוה עותני ומצודו עלי הקיף׃ | 6 |
૬તો હવે સમજી લો કે ઈશ્વરે મને ઊથલાવી પાડ્યો છે તેમણે મને ફાંસલામાં પકડી લીધો છે.
הן אצעק חמס ולא אענה אשוע ואין משפט׃ | 7 |
૭જુઓ, અન્યાયને લીધે હું બૂમો પાડું છું પણ મારી દાદ સાંભળવામાં આવતી નથી; હું મદદને માટે પોકાર કરું છું પણ મને ન્યાય મળતો નથી.
ארחי גדר ולא אעבור ועל נתיבותי חשך ישים׃ | 8 |
૮ઈશ્વરે મારો માર્ગ એવો બંધ કરી દીધો છે કે હું આગળ ચાલી શકતો નથી, તેમણે મારા રસ્તાઓને અંધકારથી ઢાંકી દીધા છે.
כבודי מעלי הפשיט ויסר עטרת ראשי׃ | 9 |
૯તેમણે મારો વૈભવ છીનવી લીધો છે, મારા માથા પરનો મુગટ ઉતારી નાંખ્યો છે.
יתצני סביב ואלך ויסע כעץ תקותי׃ | 10 |
૧૦તેમણે ચારે બાજુથી મને તોડી પાડ્યો છે અને મારું આવી બન્યું છે; મારી આશાઓ ઝાડની જેમ મૂળમાંથી ઉખેડી નાખી છે.
ויחר עלי אפו ויחשבני לו כצריו׃ | 11 |
૧૧વળી તેમણે પોતાનો રોષ મારી વિરુદ્ધ પ્રગટ કર્યો છે; તેઓ મને પોતાના શત્રુ જેવો ગણે છે.
יחד יבאו גדודיו ויסלו עלי דרכם ויחנו סביב לאהלי׃ | 12 |
૧૨તેનું આખું સૈન્ય મારી સામે આવે છે; તેઓ મારી વિરુદ્ધ પોતાનો માર્ગ બાંધે છે. અને મારા તંબુની આસપાસ છાવણી નાખે છે.
אחי מעלי הרחיק וידעי אך זרו ממני׃ | 13 |
૧૩તેમણે મારા ભાઈઓને મારાથી દૂર કર્યા છે; મારા સ્વજનોમાં હું અજાણ્યા જેવો થઈ ગયો છું.
חדלו קרובי ומידעי שכחוני׃ | 14 |
૧૪સગાં વહાલાંઓએ મને તજી દીધો છે. મારા દિલોજાન મિત્રો પણ મને ભૂલી ગયા છે.
גרי ביתי ואמהתי לזר תחשבני נכרי הייתי בעיניהם׃ | 15 |
૧૫મારા ઘરમાં રહેનારાઓ તથા મારી દાસીઓ પણ મને પારકા જેવો ગણે છે. તેઓની નજરમાં હું એક વિદેશી જેવો છું.
לעבדי קראתי ולא יענה במו פי אתחנן לו׃ | 16 |
૧૬હું મારા નોકરને બોલાવું છું પણ તે મને ઉત્તર આપતો નથી જો કે હું મદદ માટે આજીજી કરું છું તોપણ તે જવાબ આપતો નથી.
רוחי זרה לאשתי וחנתי לבני בטני׃ | 17 |
૧૭મારો શ્વાસ મારી પત્નીને ધિક્કારજનક લાગે છે; મારા સગા ભાઈઓ અને બહેનોમારે આજીજી કરવી પડે છે.
גם עוילים מאסו בי אקומה וידברו בי׃ | 18 |
૧૮નાનાં બાળકો પણ મારો તિરસ્કાર કરે છે; જ્યારે હું ઊઠું છું ત્યારે તેઓ મારી વિરુદ્ધ બોલે છે.
תעבוני כל מתי סודי וזה אהבתי נהפכו בי׃ | 19 |
૧૯મારા ગાઢ મિત્રો જેમને હું પ્રેમ કરતો હતો મારો તિરસ્કાર કરે છે; મારા સૌ પ્રિયજનો મારી વિરુદ્ધ થઈ ગયા છે.
בעורי ובבשרי דבקה עצמי ואתמלטה בעור שני׃ | 20 |
૨૦મારું માંસ તથા ચામડી મારા હાડકાંને ચોંટી ગયા છે. માંડમાંડ મારો જીવ બચ્યો છે.
חנני חנני אתם רעי כי יד אלוה נגעה בי׃ | 21 |
૨૧હે મારા મિત્રો, મારા પર દયા કરો, કેમ કે ઈશ્વરના હાથે મારો સ્પર્શ કર્યો છે.
למה תרדפני כמו אל ומבשרי לא תשבעו׃ | 22 |
૨૨શા માટે ઈશ્વરની જેમ તમે મને સતાવો છો; મારા શરીરથી પણ તમને સંતોષ નથી થતો શું?
מי יתן אפו ויכתבון מלי מי יתן בספר ויחקו׃ | 23 |
૨૩અરે, મારા શબ્દો હમણાં જ લખવામાં આવે! અરે, પુસ્તકમાં તે નોંધી લેવામાં આવે તો કેવું સારું!
בעט ברזל ועפרת לעד בצור יחצבון׃ | 24 |
૨૪અરે, તે લોખંડની કલમથી તથા સીસાથી, સદાને માટે ખડક પર કોતરવામાં આવે તો તે કેવું સારું!
ואני ידעתי גאלי חי ואחרון על עפר יקום׃ | 25 |
૨૫હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે. અને આખરે તે પૃથ્વી પર ઊભા રહેશે;
ואחר עורי נקפו זאת ומבשרי אחזה אלוה׃ | 26 |
૨૬મારા શરીરનો આવી રીતે નાશ થયા પછી પણ, હું મારા ઈશ્વરને જોઈશ.
אשר אני אחזה לי ועיני ראו ולא זר כלו כליתי בחקי׃ | 27 |
૨૭તેમને હું પોતાની જાતે જોઈશ; મારી આંખો તેમને જોશે, અજાણ્યાની નહિ મારું હૃદય નિર્બળ થાય છે.
כי תאמרו מה נרדף לו ושרש דבר נמצא בי׃ | 28 |
૨૮જો તમે કહો, ‘અમે તેને કેવો સતાવીશું,’ કેમ કે તેનામાં આ બાબતનું મૂળ મળ્યું છે,’
גורו לכם מפני חרב כי חמה עונות חרב למען תדעון שדין׃ | 29 |
૨૯તો તલવારથી તમે બીહો, કેમ કે કોપ તલવારની શિક્ષા લાવે છે, તેથી તમને ખબર પડશે કે ત્યાં ન્યાય છે.”