< דברי הימים א 26 >
למחלקות לשערים לקרחים משלמיהו בן קרא מן בני אסף׃ | 1 |
૧દ્વારપાળોની ટુકડીઓ નીચે દર્શાવ્યાં પ્રમાણે પાડવામાં આવી હતી: કોરાહીઓમાં, આસાફના પુત્રોમાંના કોરેનો પુત્ર મશેલેમ્યા.
ולמשלמיהו בנים זכריהו הבכור ידיעאל השני זבדיהו השלישי יתניאל הרביעי׃ | 2 |
૨મશેલેમ્યાના પુત્રો: જ્યેષ્ઠ પુત્ર ઝખાર્યા બીજો યદીએલ, ત્રીજો ઝબાદ્યા, ચોથો યાથ્નીએલ,
עילם החמישי יהוחנן הששי אליהועיני השביעי׃ | 3 |
૩પાંચમો એલામ, છઠ્ઠો યહોહાનાન, સાતમો એલ્યહોએનાય.
ולעבד אדם בנים שמעיה הבכור יהוזבד השני יואח השלשי ושכר הרביעי ונתנאל החמישי׃ | 4 |
૪ઓબેદ-અદોમના પુત્રો: જયેષ્ઠ શમાયા, બીજો યહોઝાબાદ, ત્રીજો યોઆહ, ચોથો શાખાર, પાંચમો નથાનએલ,
עמיאל הששי יששכר השביעי פעלתי השמיני כי ברכו אלהים׃ | 5 |
૫છઠ્ઠો આમ્મીએલ, સાતમો ઇસ્સાખાર, આઠમો પુલ્લથાઈ. ઈશ્વરે ઓબેદ-અદોમને આશીર્વાદ આપ્યો હતો.
ולשמעיה בנו נולד בנים הממשלים לבית אביהם כי גבורי חיל המה׃ | 6 |
૬તેના પુત્ર શમાયાને પણ પુત્રો હતા તેઓ તેઓના કુટુંબનાં અધિકારીઓ હતા; કેમ કે તેઓ શૂરવીર હતા.
בני שמעיה עתני ורפאל ועובד אלזבד אחיו בני חיל אליהו וסמכיהו׃ | 7 |
૭શમાયાના પુત્રો: ઓથ્ની, રફાએલ, ઓબેદ, અને એલઝાબાદ. તેના ભાઈઓ અલિહૂ અને સમાખ્યા શૂરવીર પુરુષો હતા.
כל אלה מבני עבד אדם המה ובניהם ואחיהם איש חיל בכח לעבדה ששים ושנים לעבד אדם׃ | 8 |
૮તેઓ સર્વ ઓબેદ-અદોમના પુત્રો હતા. તેઓ, તેમના પુત્રો અને ભાઈઓ મુલાકાતમંડપ ની સેવાને માટે શૂરવીર અને શક્તિશાળી પુરુષો હતા. ઓબેદ-અદોમના બાસઠ વંશજો હતા.
ולמשלמיהו בנים ואחים בני חיל שמונה עשר׃ | 9 |
૯મશેલેમ્યાના પુત્રો અને ભાઈઓ મળી અઢાર શૂરવીર પુરુષો હતા.
ולחסה מן בני מררי בנים שמרי הראש כי לא היה בכור וישימהו אביהו לראש׃ | 10 |
૧૦મરારીના પુત્રોમાંના હોસાનાને પણ પુત્રો હતા. તેઓમાં મુખ્ય શિમ્રી જો કે તે જયેષ્ઠ પુત્ર ન હતો, પણ તેના પિતાએ તેને મુખ્ય ઠરાવ્યો હતો.
חלקיהו השני טבליהו השלשי זכריהו הרבעי כל בנים ואחים לחסה שלשה עשר׃ | 11 |
૧૧બીજો હિલ્કિયા, ત્રીજો ટબાલ્યા, ચોથો ઝર્ખાયા. હોસાના પુત્રો અને ભાઈઓ કુલ મળીને તેર હતા.
לאלה מחלקות השערים לראשי הגברים משמרות לעמת אחיהם לשרת בבית יהוה׃ | 12 |
૧૨એ મુખ્ય દ્વારપાળોની તેમના આગેવાનો દ્વારા ક્રમવાર ટુકડીઓ પાડવામાં આવી હતી. તેઓને પોતાના ભાઈઓની માફક ઈશ્વરના ભક્તિસ્થાનમાં સેવા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
ויפילו גורלות כקטן כגדול לבית אבותם לשער ושער׃ | 13 |
૧૩તેઓએ નાનાએ તેમ જ મોટાએ પોતાના કુટુંબો પ્રમાણે દરેક દરવાજાને માટે ચિઠ્ઠીઓ નાખી.
ויפל הגורל מזרחה לשלמיהו וזכריהו בנו יועץ בשכל הפילו גורלות ויצא גורלו צפונה׃ | 14 |
૧૪પૂર્વ તરફની ચિઠ્ઠી શેલેમ્યાની નીકળી. ત્યાર બાદ તેનો પુત્ર ઝખાર્યા જે બુદ્ધિમાન મંત્રી હતો તેને માટે તેઓએ ચિઠ્ઠીઓ નાખી. અને તેની ચિઠ્ઠી ઉત્તર તરફની નીકળી.
לעבד אדם נגבה ולבניו בית האספים׃ | 15 |
૧૫ઓબેદ-અદોમની દક્ષિણ તરફના દરવાજાની અને તેના પુત્રોની ચીઠ્ઠી ભંડારના દરવાજાની નીકળી.
לשפים ולחסה למערב עם שער שלכת במסלה העולה משמר לעמת משמר׃ | 16 |
૧૬શુપ્પીમ તથા હોસાની ચિઠ્ઠી પશ્ચિમ તરફના દરવાજાની એટલે ચઢતા ઢોળાવની સડક ઉપર આવેલા શાલ્લેખેથ દરવાજા પાસેની સામસામી બીજી ચોકીના દરવાજાની નીકળી.
למזרח הלוים ששה לצפונה ליום ארבעה לנגבה ליום ארבעה ולאספים שנים שנים׃ | 17 |
૧૭પૂર્વ તરફના દરવાજે રોજ છ લેવીઓ હાજર રહેતા હતા, તથા ઉત્તર તરફના દરવાજે ચાર, ‘દક્ષિણ તરફના દરવાજે ચાર અને દરેક દરવાજાને માટે બબ્બે.
לפרבר למערב ארבעה למסלה שנים לפרבר׃ | 18 |
૧૮પશ્ચિમના દરવાજાની ઓસરી તરફ સડક પર ચાર દ્વારપાળો અને ઓસરી તરફ બે દ્વારપાળો હતા.
אלה מחלקות השערים לבני הקרחי ולבני מררי׃ | 19 |
૧૯કોરાહી તથા મરારીના વંશજોને દ્વારપાળો તરીકેનું કામ વહેંચી આપવામાં આવ્યું હતું.
והלוים אחיה על אוצרות בית האלהים ולאצרות הקדשים׃ | 20 |
૨૦લેવીઓ પૈકી અહિયા ઈશ્વરના ભક્તિસ્થાનના ભંડારો તથા અર્પિત વસ્તુઓના ભંડાર પર હતો.
בני לעדן בני הגרשני ללעדן ראשי האבות ללעדן הגרשני יחיאלי׃ | 21 |
૨૧લાદાનના વંશજો: ગેર્શોનના કુટુંબમાં મુખ્ય યહીએલી જે તેમનો આગેવાન હતો.
בני יחיאלי זתם ויואל אחיו על אצרות בית יהוה׃ | 22 |
૨૨ઝેથામ અને તેનો ભાઈ યોએલ ઈશ્વરના ભક્તિસ્થાનના ભંડારોની સંભાળ રાખતા હતા.
לעמרמי ליצהרי לחברוני לעזיאלי׃ | 23 |
૨૩આમ્રામીઓ, ઈસહારીઓ, હેબ્રોનીઓ અને ઉઝિયેલીઓમાંથી પણ ટુકડીઓ પસંદ કરવામાં આવી હતી.
ושבאל בן גרשום בן משה נגיד על האצרות׃ | 24 |
૨૪મૂસાના પુત્ર ગેર્શોમનો પુત્ર શબુએલ ભંડારો પર કારભારી હતો.
ואחיו לאליעזר רחביהו בנו וישעיהו בנו וירם בנו וזכרי בנו ושלמות בנו׃ | 25 |
૨૫શબુએલનાં ભાઈઓ: એલિએઝેરનો પુત્ર રહાબ્યા, રહાબ્યાનો પુત્ર યશાયા, યશાયાનો પુત્ર યોરામ, યોરામનો પુત્ર ઝિખ્રી, ઝીખ્રીનો પુત્ર શેલોમોથ.
הוא שלמות ואחיו על כל אצרות הקדשים אשר הקדיש דויד המלך וראשי האבות לשרי האלפים והמאות ושרי הצבא׃ | 26 |
૨૬આ શલોમોથ અને તેના કુટુંબીઓ પવિત્ર વસ્તુઓના જે સર્વ ભંડારો દાઉદ રાજાએ તેના કુટુંબોના આગેવાનોએ, સહસ્રાધિપતિઓએ શતાધિપતિઓએ સૈન્યના સરદારોએ અર્પણ કર્યાં હતા, તેની જવાબદારી સંભાળતા હતા.
מן המלחמות ומן השלל הקדישו לחזק לבית יהוה׃ | 27 |
૨૭તે લોકોએ યુદ્ધ દરમિયાન મળેલી લૂંટમાંનો કેટલોક ભાગ ઈશ્વરનું ભક્તિસ્થાન સમારવા માટે આપ્યો હતો.
וכל ההקדיש שמואל הראה ושאול בן קיש ואבנר בן נר ויואב בן צרויה כל המקדיש על יד שלמית ואחיו׃ | 28 |
૨૮જે બધું શમુએલ પ્રબોધકે, કીશના પુત્ર શાઉલે, નેરના પુત્ર આબ્નેરે તથા સરુયાના પુત્ર યોઆબે અર્પણ કર્યું હતું. તથા જે કંઈ બીજા કોઈએ અર્પણ કર્યું હતું. તે સાચવવાનું શલોમોથ અને તેના ભાઈઓના હવાલામાં હતું.
ליצהרי כנניהו ובניו למלאכה החיצונה על ישראל לשטרים ולשפטים׃ | 29 |
૨૯ઈસહારીઓના વંશજોમાંથી કનાન્યા અને તેના પુત્રો બહારના કામ માટે ઇઝરાયલ પર અધિકારીઓ તથા ન્યાયાધીશો હતા.
לחברוני חשביהו ואחיו בני חיל אלף ושבע מאות על פקדת ישראל מעבר לירדן מערבה לכל מלאכת יהוה ולעבדת המלך׃ | 30 |
૩૦હેબ્રોનીઓમાંના હશાબ્યા તથા તેના ભાઈઓ એક હજાર સાતસો શૂરવીર પુરુષો હતા. તેઓ ઈશ્વરના સર્વ કામ માટે તથા રાજાની સેવાની માટે યર્દન પાર પશ્ચિમ તરફના ઇઝરાયલના અધિકારીઓ હતા.
לחברוני יריה הראש לחברוני לתלדתיו לאבות בשנת הארבעים למלכות דויד נדרשו וימצא בהם גבורי חיל ביעזיר גלעד׃ | 31 |
૩૧હેબ્રોનીઓના પિતૃઓના વંશજોના કુટુંબીઓમાં મુખ્ય યરિયા આગેવાન હતો. દાઉદની કારકિર્દીના ચાળીસમાં વર્ષમાં તેઓની ચૂંટણી થઈ અને તેઓમાંના કેટલાક પરાક્રમી પુરુષો ગિલ્યાદમાં આવેલા યાઝેરમાં મળી આવ્યા.
ואחיו בני חיל אלפים ושבע מאות ראשי האבות ויפקידם דויד המלך על הראובני והגדי וחצי שבט המנשי לכל דבר האלהים ודבר המלך׃ | 32 |
૩૨યરિયાના ભાઈઓમાં પરાક્રમી પુરુષો તથા તેઓના કુટુંબોના સરદારોની સંખ્યા બે હજાર સાતસો હતી. તેઓને દાઉદ રાજાએ ઈશ્વર સંબંધી પ્રત્યેક બાબતને માટે તથા રાજાના કામ માટે રુબેનીઓ, ગાદીઓ, તથા મનાશ્શાના અર્ધકુળ પર દેખરેખ રાખવાની જવાબદારી સોંપી.