< יְהוֹשֻעַ 16 >

וַיֵּצֵ֨א הַגּוֹרָ֜ל לִבְנֵ֤י יוֹסֵף֙ מִיַּרְדֵּ֣ן יְרִיח֔וֹ לְמֵ֥י יְרִיח֖וֹ מִזְרָ֑חָה הַמִּדְבָּ֗ר עֹלֶ֧ה מִירִיח֛וֹ בָּהָ֖ר בֵּֽית־אֵֽל׃ 1
યૂસફના કુળ માટે જમીનની ભાગ થઈ એટલે યર્દનથી યરીખો તરફ, યરીખોની પૂર્વના ઝરાથી અરણ્યમાં, યરીખોથી ઉપર તરફ બેથેલના પર્વતીય દેશ સુધી.
וְיָצָ֥א מִבֵּֽית־אֵ֖ל ל֑וּזָה וְעָבַ֛ר אֶל־גְּב֥וּל הָאַרְכִּ֖י עֲטָרֽוֹת׃ 2
પછી તે સરહદ બેથેલથી લૂઝ સુધી, અટારોથથી પસાર થઈને આર્કીઓના પ્રદેશ સુધી ગઈ.
וְיָֽרַד־יָ֜מָּה אֶל־גְּב֣וּל הַיַּפְלֵטִ֗י עַ֣ד גְּב֧וּל בֵּית־חוֹרֹ֛ן תַּחְתּ֖וֹן וְעַד־גָּ֑זֶר וְהָי֥וּ תצאתו יָֽמָּה׃ 3
પછી પશ્ચિમ તરફ નીચે યાફલેટીઓના પ્રદેશથી, દૂર સુધી નીચાણમાં બેથ-હોરોનના પ્રદેશ સુધી અને ગેઝેર સુધી તે સમુદ્ર પાસે પૂરી થઈ.
וַיִּנְחֲל֥וּ בְנֵי־יוֹסֵ֖ף מְנַשֶּׁ֥ה וְאֶפְרָֽיִם׃ 4
આ રીતે યૂસફનાં બે કુળ, મનાશ્શા અને એફ્રાઇમનાં કુળોને વારસો પ્રાપ્ત થયો.
וַיְהִ֛י גְּב֥וּל בְּנֵֽי־אֶפְרַ֖יִם לְמִשְׁפְּחֹתָ֑ם וַיְהִ֞י גְּב֤וּל נַחֲלָתָם֙ מִזְרָ֔חָה עַטְר֣וֹת אַדָּ֔ר עַד־בֵּ֥ית חוֹרֹ֖ן עֶלְיֽוֹן׃ 5
એફ્રાઇમનાં કુળને તેનાં કુટુંબો પ્રમાણે આ રીતે પ્રદેશની સોંપણી થઈ: પૂર્વ તરફ તેઓની સરહદ અટારોથ આદ્દારથી ઉપરના બેથ-હોરોન સુધી હતી
וְיָצָ֨א הַגְּב֜וּל הַיָּ֗מָּה הַֽמִּכְמְתָת֙ מִצָּפ֔וֹן וְנָסַ֧ב הַגְּב֛וּל מִזְרָ֖חָה תַּאֲנַ֣ת שִׁלֹ֑ה וְעָבַ֣ר אוֹת֔וֹ מִמִּזְרַ֖ח יָנֽוֹחָה׃ 6
અને ત્યાંથી તે સમુદ્ર તરફ ગઈ. મિખ્મથાથની ઉત્તર પરથી વળીને પૂર્વ તરફ તાનાથ-શીલો સુધી અને દૂર યાનોઆની પૂર્વ તરફ ગઈ.
וְיָרַ֥ד מִיָּנ֖וֹחָה עֲטָר֣וֹת וְנַעֲרָ֑תָה וּפָגַע֙ בִּֽירִיח֔וֹ וְיָצָ֖א הַיַּרְדֵּֽן׃ 7
પછી યાનોઆથી નીચે અટારોથ સુધી, નારા સુધી અને પછી યરીખોથી, યર્દનના છેડા સુધી પહોંચી.
מִתַּפּ֜וּחַ יֵלֵ֨ךְ הַגְּב֥וּל יָ֙מָּה֙ נַ֣חַל קָנָ֔ה וְהָי֥וּ תֹצְאֹתָ֖יו הַיָּ֑מָּה זֹ֗את נַחֲלַ֛ת מַטֵּ֥ה בְנֵי־אֶפְרַ֖יִם לְמִשְׁפְּחֹתָֽם׃ 8
તે સરહદ તાપ્પૂઆથી પશ્ચિમ તરફ કાનાના નાળાં અને સમુદ્રના છેડા સુધી ગઈ. એફ્રાઇમ કુળનાં કુટુંબો પ્રમાણે તેઓનો વારસો આ છે.
וְהֶעָרִ֗ים הַמִּבְדָּלוֹת֙ לִבְנֵ֣י אֶפְרַ֔יִם בְּת֖וֹךְ נַחֲלַ֣ת בְּנֵֽי־מְנַשֶּׁ֑ה כָּֽל־הֶעָרִ֖ים וְחַצְרֵיהֶֽן׃ 9
તે સાથે મનાશ્શાના કુળના વારસાના ભાગ વચ્ચે જે નગરો એફ્રાઇમનાં કુળને સારુ પસંદ કરાયેલા હતાં, એ સર્વ નગરો તેઓનાં ગામો સહિત તેઓને મળ્યાં.
וְלֹ֣א הוֹרִ֔ישׁוּ אֶת־הַֽכְּנַעֲנִ֖י הַיּוֹשֵׁ֣ב בְּגָ֑זֶר וַיֵּ֨שֶׁב הַֽכְּנַעֲנִ֜י בְּקֶ֤רֶב אֶפְרַ֙יִם֙ עַד־הַיּ֣וֹם הַזֶּ֔ה וַיְהִ֖י לְמַס־עֹבֵֽד׃ פ 10
૧૦તેઓ કનાનીઓને કે જેઓ ગેઝેરમાં રહેતા હતા તેઓને કાઢી મૂકી શક્યા નહિ તેથી કનાનીઓ એફ્રાઇમ મધ્યે આજ પર્યંત રહે છે, પણ તેઓ એફ્રાઇમનાં કુટુંબીઓના ગુલામ થઈને રહેલા છે.

< יְהוֹשֻעַ 16 >