< הושע 4 >
שִׁמְעוּ דְבַר־יְהוָה בְּנֵי יִשְׂרָאֵל כִּי רִיב לַֽיהוָה עִם־יוֹשְׁבֵי הָאָרֶץ כִּי אֵין־אֱמֶת וְֽאֵין־חֶסֶד וְאֵֽין־דַּעַת אֱלֹהִים בָּאָֽרֶץ׃ | 1 |
૧હે ઇઝરાયલી લોકો, યહોવાહનું વચન સાંભળો. આ દેશના રહેવાસીઓ સામે યહોવાહ દલીલ કરવાના છે, કેમ કે દેશમાં સત્ય કે વિશ્વાસુપણું કે ઈશ્વરનું ડહાપણ નથી.
אָלֹה וְכַחֵשׁ וְרָצֹחַ וְגָנֹב וְנָאֹף פָּרָצוּ וְדָמִים בְּדָמִים נָגָֽעוּ׃ | 2 |
૨શાપ આપવો, જૂઠું બોલવું, ખૂન કરવું, ચોરી કરવી અને વ્યભિચાર કરવો તે સિવાય બીજું કંઈ જ ચાલતું નથી. લોકો સીમાઓ તોડે છે અને રક્તપાત પાછળ રક્તપાત છે.
עַל־כֵּן ׀ תֶּאֱבַל הָאָרֶץ וְאֻמְלַל כָּל־יוֹשֵׁב בָּהּ בְּחַיַּת הַשָּׂדֶה וּבְעוֹף הַשָּׁמָיִם וְגַם־דְּגֵי הַיָּם יֵאָסֵֽפוּ׃ | 3 |
૩તેથી દેશ વિલાપ કરશે, તેમાં રહેનાર દરેક નિર્બળ થઈ જશે જંગલી પશુઓ, આકાશમાંના બધાં પક્ષીઓ સમુદ્રમાંનાં માછલાં સુદ્ધાં મરતાં જાય છે.
אַךְ אִישׁ אַל־יָרֵב וְאַל־יוֹכַח אִישׁ וְעַמְּךָ כִּמְרִיבֵי כֹהֵֽן׃ | 4 |
૪પણ કોઈએ દલીલ કરવી નહિ; તેમ કોઈએ બીજા માણસ પર આરોપ કરવો નહિ. હે યાજકો, મારી દલીલ તમારી સામે છે.
וְכָשַׁלְתָּ הַיּוֹם וְכָשַׁל גַּם־נָבִיא עִמְּךָ לָיְלָה וְדָמִיתִי אִמֶּֽךָ׃ | 5 |
૫હે યાજક તું દિવસે ઠોકર ખાઈને પડશે; તારી સાથે પ્રબોધકો પણ રાત્રે ઠોકર ખાઈને પડશે, હું તારી માતાનો નાશ કરીશ.
נִדְמוּ עַמִּי מִבְּלִי הַדָּעַת כִּֽי־אַתָּה הַדַּעַת מָאַסְתָּ וְאֶמְאָֽסְאךָ מִכַּהֵן לִי וַתִּשְׁכַּח תּוֹרַת אֱלֹהֶיךָ אֶשְׁכַּח בָּנֶיךָ גַּם־אָֽנִי׃ | 6 |
૬મારા લોકો ડહાપણને અભાવે નાશ પામતા જાય છે, કેમ કે તમે ડહાપણનો અનાદર કર્યો છે તેથી હું પણ તને મારા યાજકપદથી દૂર કરી દઈશ. કેમ કે તું, તારા ઈશ્વરના નિયમ ભૂલી ગયો છે, એટલે હું પણ તારા વંશજોને ભૂલી જઈશ.
כְּרֻבָּם כֵּן חָֽטְאוּ־לִי כְּבוֹדָם בְּקָלוֹן אָמִֽיר׃ | 7 |
૭જેમ જેમ યાજકોની સંખ્યા વધતી ગઈ, તેમ તેમ તેઓ મારી વિરુદ્ધ વધારે પાપો કરતા ગયા. હું તેઓની શોભાને શરમરૂપ કરી નાખીશ.
חַטַּאת עַמִּי יֹאכֵלוּ וְאֶל־עֲוֺנָם יִשְׂאוּ נַפְשֽׁוֹ׃ | 8 |
૮તેઓ મારા લોકોનાં પાપ પર નિર્વાહ કરે છે; તેઓ દુષ્ટતા કરવામાં મન લગાડે છે.
וְהָיָה כָעָם כַּכֹּהֵן וּפָקַדְתִּי עָלָיו דְּרָכָיו וּמַעֲלָלָיו אָשִׁיב לֽוֹ׃ | 9 |
૯લોકો સાથે તથા યાજકો સાથે એવું જ થશે. હું તેઓને તેઓનાં દુષ્ટ કૃત્યો માટે સજા કરીશ તેઓનાં કામનો બદલો આપીશ.
וְאָֽכְלוּ וְלֹא יִשְׂבָּעוּ הִזְנוּ וְלֹא יִפְרֹצוּ כִּֽי־אֶת־יְהוָה עָזְבוּ לִשְׁמֹֽר׃ | 10 |
૧૦તેઓ ખાશે પણ ધરાશે નહિ, તેઓ વ્યભિચાર કરશે પણ તેઓનો વિસ્તાર વધશે નહિ, કેમ કે તેઓ મારાથી એટલે યહોવાહથી દૂર ગયા છે અને તેઓએ મને તજી દીધો છે.
זְנוּת וְיַיִן וְתִירוֹשׁ יִֽקַּֽח־לֵֽב׃ | 11 |
૧૧વ્યભિચાર, દ્રાક્ષારસ તથા નવો દ્રાક્ષારસ તેમની સમજને નષ્ટ કરે છે.
עַמִּי בְּעֵצוֹ יִשְׁאָל וּמַקְלוֹ יַגִּיד לוֹ כִּי רוּחַ זְנוּנִים הִתְעָה וַיִּזְנוּ מִתַּחַת אֱלֹהֵיהֶֽם׃ | 12 |
૧૨મારા લોકો લાકડાંની મૂર્તિઓની સલાહ પૂછે છે, તેઓની લાકડીઓ તેઓને ભવિષ્યવાણીઓ કહે છે. કેમ કે અનિચ્છનીય સંગતે તેઓને અવળે માર્ગે દોર્યા છે, તેઓએ પોતાના ઈશ્વરને છોડી દીધા છે.
עַל־רָאשֵׁי הֶהָרִים יְזַבֵּחוּ וְעַל־הַגְּבָעוֹת יְקַטֵּרוּ תַּחַת אַלּוֹן וְלִבְנֶה וְאֵלָה כִּי טוֹב צִלָּהּ עַל־כֵּן תִּזְנֶינָה בְּנוֹתֵיכֶם וְכַלּוֹתֵיכֶם תְּנָאַֽפְנָה׃ | 13 |
૧૩તેઓ પર્વતોનાં શિખરો પર બલિદાન કરે છે; ડુંગરો પર, એલોન વૃક્ષો, પીપળ વૃક્ષો તથા એલાહ વૃક્ષોની નીચે ધૂપ બાળે છે. તેથી તમારી દીકરીઓ વ્યભિચાર કરે છે, તમારી પુત્રવધૂઓ અનૈતિક કર્મ કરે છે.
לֹֽא־אֶפְקוֹד עַל־בְּנוֹתֵיכֶם כִּי תִזְנֶינָה וְעַל־כַּלּֽוֹתֵיכֶם כִּי תְנָאַפְנָה כִּי־הֵם עִם־הַזֹּנוֹת יְפָרֵדוּ וְעִם־הַקְּדֵשׁוֹת יְזַבֵּחוּ וְעָם לֹֽא־יָבִין יִלָּבֵֽט׃ | 14 |
૧૪જ્યારે તમારી દીકરીઓ વ્યભિચાર કરશે, કે તમારી પુત્રવધૂઓ અનૈતિક કર્મ કરશે ત્યારે હું તેઓને શિક્ષા કરીશ નહિ. કેમ કે પુરુષો પોતે જ ગણિકાઓ સાથે વ્યવહાર રાખે છે, દેવદાસીઓની સાથે મંદિરમાં યજ્ઞો કરે છે. આ રીતે જે લોકો સમજતા નથી તેઓનો વિનાશ થશે.
אִם־זֹנֶה אַתָּה יִשְׂרָאֵל אַל־יֶאְשַׁם יְהוּדָה וְאַל־תָּבֹאוּ הַגִּלְגָּל וְאַֽל־תַּעֲלוּ בֵּית אָוֶן וְאַל־תִּשָּׁבְעוּ חַי־יְהוָֽה׃ | 15 |
૧૫હે ઇઝરાયલ, જોકે તું વ્યભિચાર કરે, પણ યહૂદિયાને દોષિત થવા દઈશ નહિ. તમે લોકો ગિલ્ગાલ જશો નહિ; બેથ-આવેન પર ચઢશો નહિ. અને “જીવતા યહોવાહના સમ” ખાશો નહિ.
כִּי כְּפָרָה סֹֽרֵרָה סָרַר יִשְׂרָאֵל עַתָּה יִרְעֵם יְהוָה כְּכֶבֶשׂ בַּמֶּרְחָֽב׃ | 16 |
૧૬કેમ કે ઇઝરાયલ અડિયલે વાછરડીની જેમ હઠીલાઈ કરી છે. પછી લીલા બીડમાં હલવાનની જેમ યહોવાહ તેઓને ચારશે.
חֲבוּר עֲצַבִּים אֶפְרָיִם הַֽנַּֽח־לֽוֹ׃ | 17 |
૧૭એફ્રાઇમે મૂર્તિઓ સાથે સંબંધ જોડ્યો છે. તેને રહેવા દો.
סָר סָבְאָם הַזְנֵה הִזְנוּ אָהֲבוּ הֵבוּ קָלוֹן מָגִנֶּֽיהָ׃ | 18 |
૧૮મદ્યપાન કરી રહ્યા પછી, તેઓ વ્યભિચાર કરવાનું ચાલુ રાખે છે; તેના અધિકારીઓ મોહમાં અંધ થઈ ગયા છે.
צָרַר רוּחַ אוֹתָהּ בִּכְנָפֶיהָ וְיֵבֹשׁוּ מִזִּבְחוֹתָֽם | 19 |
૧૯પવને તેને પોતાની પાંખોમાં વીંટી દીધી છે; તેઓ પોતાનાં બલિદાનોને કારણે શરમાશે.