< יחזקאל 33 >
וַיְהִי דְבַר־יְהוָה אֵלַי לֵאמֹֽר׃ | 1 |
૧યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
בֶּן־אָדָם דַּבֵּר אֶל־בְּנֵֽי־עַמְּךָ וְאָמַרְתָּ אֲלֵיהֶם אֶרֶץ כִּֽי־אָבִיא עָלֶיהָ חָרֶב וְלָקְחוּ עַם־הָאָרֶץ אִישׁ אֶחָד מִקְצֵיהֶם וְנָתְנוּ אֹתוֹ לָהֶם לְצֹפֶֽה׃ | 2 |
૨“હે મનુષ્યપુત્ર, તું તારા લોકો સાથે વાત કરીને કહે, ‘જ્યારે હું કોઈ દેશ સામે તલવાર લાવું, ત્યારે તે દેશના લોકો પોતામાંના એક પુરુષને પસંદ કરીને તેને પોતાના ચોકીદાર તરીકે નીમે.
וְרָאָה אֶת־הַחֶרֶב בָּאָה עַל־הָאָרֶץ וְתָקַע בַּשּׁוֹפָר וְהִזְהִיר אֶת־הָעָֽם׃ | 3 |
૩જો તે તલવારને દેશ પર આવતી જોઈને તે લોકોને ચેતવણી આપવા સારુ રણશિંગડું વગાડે.
וְשָׁמַע הַשֹּׁמֵעַ אֶת־קוֹל הַשּׁוֹפָר וְלֹא נִזְהָר וַתָּבוֹא חֶרֶב וַתִּקָּחֵהוּ דָּמוֹ בְרֹאשׁוֹ יִֽהְיֶֽה׃ | 4 |
૪ત્યારે જો કોઈ રણશિંગડાંનો અવાજ સાંભળીને ધ્યાન ન આપે અને તલવાર આવીને તેને મારી નાખે તો તેનું લોહી તેને પોતાને માથે.
אֵת קוֹל הַשּׁוֹפָר שָׁמַע וְלֹא נִזְהָר דָּמוֹ בּוֹ יִֽהְיֶה וְהוּא נִזְהָר נַפְשׁוֹ מִלֵּֽט׃ | 5 |
૫જો કોઈ રણશિંગડાંનો અવાજ સાંભળીને ધ્યાન ન આપે, તો તેનું રક્ત તેને માથે; પણ જો કોઈ ધ્યાન આપશે, તો તે પોતાનો જીવ બચાવશે.
וְהַצֹּפֶה כִּֽי־יִרְאֶה אֶת־הַחֶרֶב בָּאָה וְלֹֽא־תָקַע בַּשּׁוֹפָר וְהָעָם לֹֽא־נִזְהָר וַתָּבוֹא חֶרֶב וַתִּקַּח מֵהֶם נָפֶשׁ הוּא בַּעֲוֺנוֹ נִלְקָח וְדָמוֹ מִיַּֽד־הַצֹּפֶה אֶדְרֹֽשׁ׃ | 6 |
૬પણ જો તલવારને આવતી જોઈને ચોકીદાર રણશિંગડું વગાડે નહિ, લોકોને ચેતવણી મળે નહિ, જો તલવાર આવીને કોઈનો જીવ લે, તો તે વ્યક્તિ પોતાના પાપને લીધે મૃત્યુ પામશે, પણ હું તેના લોહીનો બદલો ચોકીદાર પાસેથી માંગીશ.’”
וְאַתָּה בֶן־אָדָם צֹפֶה נְתַתִּיךָ לְבֵית יִשְׂרָאֵל וְשָׁמַעְתָּ מִפִּי דָּבָר וְהִזְהַרְתָּ אֹתָם מִמֶּֽנִּי׃ | 7 |
૭હે મનુષ્યપુત્ર, મેં તને ઇઝરાયલી લોકો માટે ચોકીદાર બનાવ્યો છે; મારા મુખથી વચન સાંભળીને મારી વતી તેને ચેતવણી આપ.
בְּאָמְרִי לָרָשָׁע רָשָׁע מוֹת תָּמוּת וְלֹא דִבַּרְתָּ לְהַזְהִיר רָשָׁע מִדַּרְכּוֹ הוּא רָשָׁע בַּעֲוֺנוֹ יָמוּת וְדָמוֹ מִיָּדְךָ אֲבַקֵּֽשׁ׃ | 8 |
૮જો હું કોઈ દુષ્ટ વ્યક્તિને કહું, હે દુષ્ટ માણસ, તું નિશ્ચે મૃત્યુ પામશે.’ પણ જો તું દુષ્ટ માણસને પોતાના દુરાચરણથી ફરવા ચેતવણી ન આપે, તો તે દુષ્ટ માણસ પોતાના પાપમાં મરશે, પણ હું તેના લોહીનો બદલો તારી પાસેથી માગીશ.
וְאַתָּה כִּֽי־הִזְהַרְתָּ רָשָׁע מִדַּרְכּוֹ לָשׁוּב מִמֶּנָּה וְלֹא־שָׁב מִדַּרְכּוֹ הוּא בַּעֲוֺנוֹ יָמוּת וְאַתָּה נַפְשְׁךָ הִצַּֽלְתָּ׃ | 9 |
૯પણ જો, તું દુષ્ટ માણસને પોતાના દુરાચરણથી ફરવાની ચેતવણી આપે, જેથી તે તેનાથી પાછો ફરે, જો તે તેના દુરાચરણથી પાછો ન ફરે, તો તે પોતાના પાપમાં મૃત્યુ પામશે, પણ તું પોતાનો જીવ બચાવશે.
וְאַתָּה בֶן־אָדָם אֱמֹר אֶל־בֵּית יִשְׂרָאֵל כֵּן אֲמַרְתֶּם לֵאמֹר כִּֽי־פְשָׁעֵינוּ וְחַטֹּאתֵינוּ עָלֵינוּ וּבָם אֲנַחְנוּ נְמַקִּים וְאֵיךְ נִֽחְיֶֽה׃ | 10 |
૧૦વળી, હે મનુષ્યપુત્ર, ઇઝરાયલી લોકોને કહે, ‘તમે આ પ્રમાણે કહો છો કે: અમારાં ઉલ્લંઘનો તથા અમારાં પાપ અમારા માથા પર આવી પડ્યાં છે, અમે તેમાં ક્ષીણ થતા જઈએ છીએ, અમે શી રીતે જીવીશું?’
אֱמֹר אֲלֵיהֶם חַי־אָנִי ׀ נְאֻם ׀ אֲדֹנָי יְהוִה אִם־אֶחְפֹּץ בְּמוֹת הָרָשָׁע כִּי אִם־בְּשׁוּב רָשָׁע מִדַּרְכּוֹ וְחָיָה שׁוּבוּ שׁוּבוּ מִדַּרְכֵיכֶם הָרָעִים וְלָמָּה תָמוּתוּ בֵּית יִשְׂרָאֵֽל׃ | 11 |
૧૧તેઓને કહે કે, ‘પ્રભુ યહોવાહ કહે છે મારા જીવના સમ, દુષ્ટ માણસના મૃત્યુથી મને આનંદ થતો નથી, પણ દુષ્ટ માણસ દુરાચરણથી પાછો ફરે, તો તે જીવતો રહે. પાછા ફરો, તમારાં દુરાચરણથી પાછા ફરો, હે ઇઝરાયલી લોકો, તમે શા માટે મૃત્યુ પસંદ કરો છો?’”
וְאַתָּה בֶן־אָדָם אֱמֹר אֶל־בְּנֵֽי־עַמְּךָ צִדְקַת הַצַּדִּיק לֹא תַצִּילֶנּוּ בְּיוֹם פִּשְׁעוֹ וְרִשְׁעַת הָֽרָשָׁע לֹֽא־יִכָּשֶׁל בָּהּ בְּיוֹם שׁוּבוֹ מֵֽרִשְׁעוֹ וְצַדִּיק לֹא יוּכַל לִֽחְיוֹת בָּהּ בְּיוֹם חֲטֹאתֽוֹ׃ | 12 |
૧૨હે મનુષ્યપુત્ર, તારા લોકોને કહે કે, ‘ન્યાયી માણસ પાપ કરશે તો તેનું ન્યાયીપણું તેને બચાવશે નહિ, જો દુષ્ટ માણસ પોતાના પાપથી પાછો ફરે તો તેની દુષ્ટતાને લીધે તેનો નાશ થશે નહિ. તેમ જ ન્યાયી માણસ પાપ કરશે તો તે પોતાના ન્યાયીપણાથી જીવશે નહિ.
בְּאָמְרִי לַצַּדִּיק חָיֹה יִֽחְיֶה וְהֽוּא־בָטַח עַל־צִדְקָתוֹ וְעָשָׂה עָוֶל כָּל־צדקתו צִדְקֹתָיו לֹא תִזָּכַרְנָה וּבְעַוְלוֹ אֲשֶׁר־עָשָׂה בּוֹ יָמֽוּת׃ | 13 |
૧૩જો હું ન્યાયી માણસને કહું કે, “તે નિશ્ચે જીવશે.” અને જો તે પોતાના ન્યાયીપણામાં ભરોસો રાખીને અન્યાય કરે, તો હું તેનું ન્યાયીપણું યાદ કરીશ નહિ; તેણે કરેલી દુષ્ટતાને લીધે તે માર્યો જશે.
וּבְאָמְרִי לָֽרָשָׁע מוֹת תָּמוּת וְשָׁב מֵֽחַטָּאתוֹ וְעָשָׂה מִשְׁפָּט וּצְדָקָֽה׃ | 14 |
૧૪અને જો હું દુષ્ટ માણસને કહું કે, “તું નિશ્ચે મૃત્યુ પામશે.” પણ જો તે પોતાના પાપોથી પાછો ફરે અને જે ન્યાયસંગત તથા સાચું છે તે કરે.
חֲבֹל יָשִׁיב רָשָׁע גְּזֵלָה יְשַׁלֵּם בְּחֻקּוֹת הַֽחַיִּים הָלַךְ לְבִלְתִּי עֲשׂוֹת עָוֶל חָיוֹ יִֽחְיֶה לֹא יָמֽוּת׃ | 15 |
૧૫જો તે વ્યાજે મૂકેલી વસ્તુ પાછી આપે, તેણે જે કંઈ ચોરી લીધું છે તે પાછું આપે, જો તે જીવન આપનાર નિયમો પ્રમાણે ચાલે અને પાપ ન કરે, તો તે નિશ્ચે જીવશે, તે મરશે નહિ.
כָּל־חטאתו חַטֹּאתָיו אֲשֶׁר חָטָא לֹא תִזָּכַרְנָה לוֹ מִשְׁפָּט וּצְדָקָה עָשָׂה חָיוֹ יִֽחְיֶֽה׃ | 16 |
૧૬તેણે કરેલાં કોઈ પણ પાપ સ્મરણમાં આવશે નહિ. કેમ કે તે ન્યાયપણાથી તથા સચ્ચાઈથી વર્ત્યો છે; એટલે તે નિશ્ચે જીવશે.
וְאָמְרוּ בְּנֵי עַמְּךָ לֹא יִתָּכֵן דֶּרֶךְ אֲדֹנָי וְהֵמָּה דַּרְכָּם לֹֽא־יִתָּכֵֽן׃ | 17 |
૧૭પણ તારા લોકો કહે છે કે, “પ્રભુ યહોવાહનો માર્ગ અદલ નથી!” પણ તેઓના માર્ગો અદલ નથી.
בְּשׁוּב־צַדִּיק מִצִּדְקָתוֹ וְעָשָׂה עָוֶל וּמֵת בָּהֶֽם׃ | 18 |
૧૮જ્યારે ન્યાયી માણસ પોતાના ન્યાયીપણાથી પાછો ફરીને પાપ કરે, તો તે તેમાં મૃત્યુ પામશે.
וּבְשׁוּב רָשָׁע מֵֽרִשְׁעָתוֹ וְעָשָׂה מִשְׁפָּט וּצְדָקָה עֲלֵיהֶם הוּא יִֽחְיֶֽה׃ | 19 |
૧૯અને જ્યારે પાપી માણસ પોતાની દુષ્ટતાથી પાછો ફરીને ન્યાય તથા નીતિ પ્રમાણે વર્તે, તો તેની તે બાબતોને કારણે તે જીવશે.
וַאֲמַרְתֶּם לֹא יִתָּכֵן דֶּרֶךְ אֲדֹנָי אִישׁ כִּדְרָכָיו אֶשְׁפּוֹט אֶתְכֶם בֵּית יִשְׂרָאֵֽל | 20 |
૨૦પણ તમે લોકો કહો છો, “પ્રભુનો માર્ગ અદલ નથી.” હે ઇઝરાયલી લોકો, હું તમારામાંના દરેકનો તમારા આચરણ પ્રમાણે ન્યાય કરીશ.’”
וַיְהִי בִּשְׁתֵּי עֶשְׂרֵה שָׁנָה בָּעֲשִׂרִי בַּחֲמִשָּׁה לַחֹדֶשׁ לְגָלוּתֵנוּ בָּא־אֵלַי הַפָּלִיט מִירוּשָׁלַ͏ִם לֵאמֹר הֻכְּתָה הָעִֽיר׃ | 21 |
૨૧અમારા બંદીવાસના બારમા વરસના દસમા મહિનાના પાચમા દિવસે યરુશાલેમથી નાસી છૂટેલા એક માણસે મારી પાસે આવીને કહ્યું, “નગર કબજે કરવામાં આવ્યું છે.”
וְיַד־יְהוָה הָיְתָה אֵלַי בָּעֶרֶב לִפְנֵי בּוֹא הַפָּלִיט וַיִּפְתַּח אֶת־פִּי עַד־בּוֹא אֵלַי בַּבֹּקֶר וַיִּפָּתַח פִּי וְלֹא נֶאֱלַמְתִּי עֽוֹד׃ | 22 |
૨૨નાસી છૂટેલો માણસ આવે તે પહેલાં સાંજે યહોવાહનો હાથ મારા પર હતો, સવારમાં તે મારી પાસે આવે તે પહેલાં મારું મુખ ખુલ્લું હતું. અને હવે પછી હું મૂંગો નહોતો.
וַיְהִי דְבַר־יְהֹוָה אֵלַי לֵאמֹֽר׃ | 23 |
૨૩પછી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
בֶּן־אָדָם יֹשְׁבֵי הֶחֳרָבוֹת הָאֵלֶּה עַל־אַדְמַת יִשְׂרָאֵל אֹמְרִים לֵאמֹר אֶחָד הָיָה אַבְרָהָם וַיִּירַשׁ אֶת־הָאָרֶץ וַאֲנַחְנוּ רַבִּים לָנוּ נִתְּנָה הָאָרֶץ לְמוֹרָשָֽׁה׃ | 24 |
૨૪હે મનુષ્યપુત્ર, જેઓ ઉજ્જડ થયેલા ઇઝરાયલ દેશમાં વસેલા છે તેઓ એમ કહે છે, ‘ઇબ્રાહિમ એકલો માણસ હતો, છતાં તેણે દેશનો કબજો મેળવ્યો. પણ અમે તો ઘણા છીએ, અમને દેશ વારસામાં આપવામાં આવ્યો છે.’”
לָכֵן אֱמֹר אֲלֵיהֶם כֹּֽה־אָמַר ׀ אֲדֹנָי יְהֹוִה עַל־הַדָּם ׀ תֹּאכֵלוּ וְעֵינֵכֶם תִּשְׂאוּ אֶל־גִּלּוּלֵיכֶם וְדָם תִּשְׁפֹּכוּ וְהָאָרֶץ תִּירָֽשׁוּ׃ | 25 |
૨૫માટે તેઓને કહે, પ્રભુ યહોવાહ આમ કહે છે: “તમે લોહી પીઓ છો, તમે તમારી નજર મૂર્તિ તરફ ઉઠાવી છે, તમે લોકોનું લોહી વહેવડાવો છો. છતાં શું તમે દેશનું વતન પામશો?
עֲמַדְתֶּם עַֽל־חַרְבְּכֶם עֲשִׂיתֶן תּוֹעֵבָה וְאִישׁ אֶת־אֵשֶׁת רֵעֵהוּ טִמֵּאתֶם וְהָאָרֶץ תִּירָֽשׁוּ׃ | 26 |
૨૬તમે તલવાર પર આધાર રાખ્યો છે અને ધિક્કારપાત્ર કાર્યો કર્યાં છે, દરેક માણસે પોતાના પડોશીની પત્નીને ભ્રષ્ટ કરી છે, છતાં શું તમે દેશનો વારસો પામશો?”
כֹּֽה־תֹאמַר אֲלֵהֶם כֹּה־אָמַר אֲדֹנָי יְהוִה חַי־אָנִי אִם־לֹא אֲשֶׁר בֶּֽחֳרָבוֹת בַּחֶרֶב יִפֹּלוּ וַֽאֲשֶׁר עַל־פְּנֵי הַשָּׂדֶה לַחַיָּה נְתַתִּיו לְאָכְלוֹ וַאֲשֶׁר בַּמְּצָדוֹת וּבַמְּעָרוֹת בַּדֶּבֶר יָמֽוּתוּ׃ | 27 |
૨૭તું તેઓને કહે; “પ્રભુ યહોવાહ આમ કહે છે કે, મારા જીવના સમ કે, જેઓ ઉજ્જડ નગરોમાં રહે છે, તેઓ તલવારથી માર્યા જશે. જેઓ ખેતરોમાં રહે છે તેઓને હું જીવતાં પશુઓ માટે ખોરાક તરીકે આપીશ, જેઓ ગઢમાં તથા ગુફાઓમાં રહે છે તેઓ મરકીથી મૃત્યુ પામશે.
וְנָתַתִּי אֶת־הָאָרֶץ שְׁמָמָה וּמְשַׁמָּה וְנִשְׁבַּת גְּאוֹן עֻזָּהּ וְשָֽׁמְמוּ הָרֵי יִשְׂרָאֵל מֵאֵין עוֹבֵֽר׃ | 28 |
૨૮હું આ દેશને ઉજ્જડ તથા ત્રાસરૂપ કરીશ અને તેના સામર્થ્યના અભિમાનનો અંત આવશે, ઇઝરાયલના પર્વતો વેરાન થશે, તેમાં થઈને કોઈ પસાર થશે નહિ.’
וְיָדְעוּ כִּֽי־אֲנִי יְהוָה בְּתִתִּי אֶת־הָאָרֶץ שְׁמָמָה וּמְשַׁמָּה עַל כָּל־תּוֹעֲבֹתָם אֲשֶׁר עָשֽׂוּ׃ | 29 |
૨૯તેઓએ કરેલાં ધિક્કારપાત્ર કૃત્યોને કારણે હું દેશને વેરાન તથા ઉજ્જડ બનાવી દઈશ ત્યારે લોકો જાણશે કે હું યહોવાહ છું.
וְאַתָּה בֶן־אָדָם בְּנֵי עַמְּךָ הַנִּדְבָּרִים בְּךָ אֵצֶל הַקִּירוֹת וּבְפִתְחֵי הַבָּתִּים וְדִבֶּר־חַד אֶת־אַחַד אִישׁ אֶת־אָחִיו לֵאמֹר בֹּֽאוּ־נָא וְשִׁמְעוּ מָה הַדָּבָר הַיּוֹצֵא מֵאֵת יְהוָֽה׃ | 30 |
૩૦હે મનુષ્યપુત્ર, તારા લોકો તારા વિષે ભીંતો પાસે તથા ઘરના બારણા પાછળ વાતો કરે છે; તેઓ એકબીજાને-દરેક પોતાના ભાઈને કહે છે, “ચાલો જઈને યહોવાહ તરફથી આવેલું વચન પ્રબોધક દ્વારા સાંભળીએ.”
וְיָבוֹאוּ אֵלֶיךָ כִּמְבוֹא־עָם וְיֵשְׁבוּ לְפָנֶיךָ עַמִּי וְשָֽׁמְעוּ אֶת־דְּבָרֶיךָ וְאוֹתָם לֹא יַֽעֲשׂוּ כִּֽי־עֲגָבִים בְּפִיהֶם הֵמָּה עֹשִׂים אַחֲרֵי בִצְעָם לִבָּם הֹלֵֽךְ׃ | 31 |
૩૧મારા લોકો વારંવાર કરતા હોય તે પ્રમાણે તારી પાસે આવે છે, તારી આગળ બેસીને તારું સાંભળે છે, પણ તેઓ તે પાળતા નથી. તેઓના મુખમાં સાચા શબ્દો છે પણ હૃદય ખોટા લાભ પાછળ જાય છે.
וְהִנְּךָ לָהֶם כְּשִׁיר עֲגָבִים יְפֵה קוֹל וּמֵטִב נַגֵּן וְשָֽׁמְעוּ אֶת־דְּבָרֶיךָ וְעֹשִׂים אֵינָם אוֹתָֽם׃ | 32 |
૩૨કેમ કે તું તેઓને કોઈ સુંદર અવાજવાળો અને કુશળ રીતે વાજિંત્ર વગાડનારો હોય તેના જેવો લાગે છે. તારા સંદેશાઓ તેઓના માટે મનોરંજન જેવા હોય છે. કારણ કે તેઓ તારાં વચનો સાંભળે છે, પણ તેઓમાંના કોઈ તેનો અમલ કરતો નથી.
וּבְבֹאָהּ הִנֵּה בָאָה וְיָדְעוּ כִּי נָבִיא הָיָה בְתוֹכָֽם׃ | 33 |
૩૩પણ જ્યારે આ બધું થશે જુઓ, તે થશે! ત્યારે તેઓ જાણશે કે તેઓની મધ્યે એક પ્રબોધક થઈ ગયો છે.