< תְהִלִּים 70 >
לַ֝מְנַצֵּ֗חַ לְדָוִ֥ד לְהַזְכִּֽיר׃ אֱלֹהִ֥ים לְהַצִּילֵ֑נִי יְ֝הוָ֗ה לְעֶזְרָ֥תִי חֽוּשָֽׁה׃ | 1 |
૧મુખ્ય ગવૈયાને માટે. સંભારણને અર્થે. દાઉદનું ગીત. હે ઈશ્વર, મારો બચાવ કરો! હે યહોવાહ, ઉતાવળ કરીને મને સહાય કરો.
יֵבֹ֣שׁוּ וְיַחְפְּרוּ֮ מְבַקְשֵׁ֪י נַ֫פְשִׁ֥י יִסֹּ֣גוּ אָ֭חוֹר וְיִכָּלְמ֑וּ חֲ֝פֵצֵ֗י רָעָתִֽי׃ | 2 |
૨જેઓ મારો પ્રાણ લેવા ઇચ્છે છે, તેઓ નિરાશ થાઓ અને આકુળવ્યાકુળ થઈ જાઓ; જેઓ મારું અનિષ્ટ ઇચ્છે છે, તેઓ પાછા પડો અને અપમાનિત થાઓ.
יָ֭שׁוּבוּ עַל־עֵ֣קֶב בָּשְׁתָּ֑ם הָ֝אֹמְרִ֗ים הֶ֘אָ֥ח ׀ הֶאָֽח׃ | 3 |
૩જેઓ કહે છે કે, “આહા, આહા,” તેઓ પોતાના અપમાનને કારણે પાછા હઠો.
יָ֘שִׂ֤ישׂוּ וְיִשְׂמְח֨וּ ׀ בְּךָ֗ כָּֽל־מְבַ֫קְשֶׁ֥יךָ וְיֹאמְר֣וּ תָ֭מִיד יִגְדַּ֣ל אֱלֹהִ֑ים אֹ֝הֲבֵ֗י יְשׁוּעָתֶֽךָ׃ | 4 |
૪તમારા શોધાનારાઓ હરખાઓ અને તમારામાં આનંદ કરો; જેઓ તમારા દ્વારા મળતા ઉદ્ધાર પર પ્રેમ કરે છે તેઓ પોકારીને કહો કે, “ઈશ્વર મોટા મનાઓ.”
וַאֲנִ֤י ׀ עָנִ֣י וְאֶבְיוֹן֮ אֱלֹהִ֪ים חֽוּשָׁ֫ה־לִּ֥י עֶזְרִ֣י וּמְפַלְטִ֣י אַ֑תָּה יְ֝הוָ֗ה אַל־תְּאַחַֽר׃ | 5 |
૫પણ હું તો દીન તથા દરિદ્રી છું; હે ઈશ્વર, મારી પાસે ઉતાવળથી આવો; તમે મારા સહાયકારી તથા મને છોડાવનાર છો. હે યહોવાહ, વિલંબ ન કરો.