< יְשַׁעְיָהוּ 15 >
מַשָּׂ֖א מוֹאָ֑ב כִּ֠י בְּלֵ֞יל שֻׁדַּ֨ד עָ֤ר מוֹאָב֙ נִדְמָ֔ה כִּ֗י בְּלֵ֛יל שֻׁדַּ֥ד קִיר־מוֹאָ֖ב נִדְמָֽה׃ | 1 |
૧મોઆબ વિષે ઈશ્વરવાણી. ખરેખર, એક રાત્રિમાં મોઆબનું આર ઉજ્જડ થઈને નષ્ટ થયું છે; ખરેખર, એક રાત્રિમાં કીર-મોઆબ ઉજ્જડ થઈને નષ્ટ થયું છે.
עָלָ֨ה הַבַּ֧יִת וְדִיבֹ֛ן הַבָּמ֖וֹת לְבֶ֑כִי עַל־נְב֞וֹ וְעַ֤ל מֵֽידְבָא֙ מוֹאָ֣ב יְיֵלִ֔יל בְּכָל־רֹאשָׁ֣יו קָרְחָ֔ה כָּל־זָקָ֖ן גְּרוּעָֽה׃ | 2 |
૨તેઓ દીબોનના લોકો, ઉચ્ચસ્થાનો પર રડવાને ચઢી ગયા છે; નબો અને મેદબા પર મોઆબ વિલાપ કરે છે. તેઓ સર્વનાં માથાં બોડાવેલાં અને દાઢી મૂંડેલી છે.
בְּחוּצֹתָ֖יו חָ֣גְרוּ שָׂ֑ק עַ֣ל גַּגּוֹתֶ֧יהָ וּבִרְחֹבֹתֶ֛יהָ כֻּלֹּ֥ה יְיֵלִ֖יל יֹרֵ֥ד בַּבֶּֽכִי׃ | 3 |
૩તેઓ પોતાની ગલીઓમાં ટાટ પહેરે છે; તેઓના ધાબા પર અને ચોકમાં પોક મૂકીને રડે છે.
וַתִּזְעַ֤ק חֶשְׁבּוֹן֙ וְאֶלְעָלֵ֔ה עַד־יַ֖הַץ נִשְׁמַ֣ע קוֹלָ֑ם עַל־כֵּ֗ן חֲלֻצֵ֤י מוֹאָב֙ יָרִ֔יעוּ נַפְשׁ֖וֹ יָ֥רְעָה לּֽוֹ׃ | 4 |
૪વળી હેશ્બોન અને એલઆલેહ ધ્રૂસકે ધ્રૂસકે રડે છે; યાહાસ સુધી તેઓનો અવાજ સંભળાય છે. તેથી મોઆબના હથિયારબંધ પુરુષો બૂમાબૂમ કરે છે; તેથી તેનું હૃદય ક્ષોભ પામે છે.
לִבִּי֙ לְמוֹאָ֣ב יִזְעָ֔ק בְּרִיחֶ֕הָ עַד־צֹ֖עַר עֶגְלַ֣ת שְׁלִשִׁיָּ֑ה כִּ֣י ׀ מַעֲלֵ֣ה הַלּוּחִ֗ית בִּבְכִי֙ יַֽעֲלֶה־בּ֔וֹ כִּ֚י דֶּ֣רֶךְ חוֹרֹנַ֔יִם זַעֲקַת־שֶׁ֖בֶר יְעֹעֵֽרוּ׃ | 5 |
૫મારું હૃદય મોઆબને માટે રુદન કરે છે; તેમાંથી નાસી ગયેલા સોઆર અને એગ્લાથ-શલીશિયા સુધી દોડે છે. લૂહીથનાં ચઢાવ પર થઈને તેઓ રડતા રડતા જાય છે. હોરોનાયિમને માર્ગે તેઓ વિનાશની બૂમ પાડે છે.
כִּֽי־מֵ֥י נִמְרִ֖ים מְשַׁמּ֣וֹת יִֽהְי֑וּ כִּֽי־יָבֵ֤שׁ חָצִיר֙ כָּ֣לָה דֶ֔שֶׁא יֶ֖רֶק לֹ֥א הָיָֽה׃ | 6 |
૬નિમ્રીમનાં પાણી સુકાઈ ગયાં છે; ઘાસ સુકાઈ ગયું છે અને નવું ઘાસ નાશ પામ્યું છે; લીલોતરી નથી.
עַל־כֵּ֖ן יִתְרָ֣ה עָשָׂ֑ה וּפְקֻדָּתָ֔ם עַ֛ל נַ֥חַל הָעֲרָבִ֖ים יִשָּׂאֽוּם׃ | 7 |
૭તેથી તેઓએ જે સમૃદ્ધિ મેળવી છે અને જે સંઘરેલું છે તે તેઓ વેલાવાળા નાળાંને પાર લઈ જશે.
כִּֽי־הִקִּ֥יפָה הַזְּעָקָ֖ה אֶת־גְּב֣וּל מוֹאָ֑ב עַד־אֶגְלַ֙יִם֙ יִלְלָתָ֔הּ וּבְאֵ֥ר אֵילִ֖ים יִלְלָתָֽהּ׃ | 8 |
૮કેમ કે મોઆબની સરહદની આસપાસ રુદનનો પોકાર ફરી વળ્યો છે; એગ્લાઈમ અને બેર-એલીમ સુધી તેનો વિલાપ સંભળાય છે.
כִּ֣י מֵ֤י דִימוֹן֙ מָ֣לְאוּ דָ֔ם כִּֽי־אָשִׁ֥ית עַל־דִּימ֖וֹן נוֹסָפ֑וֹת לִפְלֵיטַ֤ת מוֹאָב֙ אַרְיֵ֔ה וְלִשְׁאֵרִ֖ית אֲדָמָֽה׃ | 9 |
૯દીમોનમાં પાણી રક્તથી ભરપૂર છે; પણ હું દીમોન પર વધારે આપત્તિ લાવીશ. મોઆબના બચી ગયેલા પર તથા ભૂમિના શેષ પર સિંહ લાવીશ.