< 1 דִּבְרֵי הַיָּמִים 13 >
וַיִּוָּעַ֣ץ דָּוִ֗יד עִם־שָׂרֵ֧י הָאֲלָפִ֛ים וְהַמֵּא֖וֹת לְכָל־נָגִֽיד׃ | 1 |
૧દાઉદે સહસ્ત્રાધિપતિઓની તથા શતાધિપતિઓની એટલે સર્વ સરદારોની સલાહ લીધી.
וַיֹּ֨אמֶר דָּוִ֜יד לְכֹ֣ל ׀ קְהַ֣ל יִשְׂרָאֵ֗ל אִם־עֲלֵיכֶ֨ם ט֜וֹב וּמִן־יְהוָ֣ה אֱלֹהֵ֗ינוּ נִפְרְצָה֙ נִשְׁלְחָ֞ה עַל־אַחֵ֣ינוּ הַנִּשְׁאָרִ֗ים בְּכֹל֙ אַרְצ֣וֹת יִשְׂרָאֵ֔ל וְעִמָּהֶ֛ם הַכֹּהֲנִ֥ים וְהַלְוִיִּ֖ם בְּעָרֵ֣י מִגְרְשֵׁיהֶ֑ם וְיִקָּבְצ֖וּ אֵלֵֽינוּ׃ | 2 |
૨દાઉદે ઇઝરાયલની આખી સભાને કહ્યું, “જો તમને સારું લાગે અને જો આપણા યહોવાહની ઇચ્છા હોય, તો આપણા જે ભાઈઓ ઇઝરાયલના દેશમાં છે તેઓને તથા પોતાના શહેરોમાં રહેતા યાજકોને અને લેવીઓની પાસે સંદેશાવાહકોને મોકલીને તેઓને આપણી સાથે જોડાવા માટે જણાવીએ.
וְנָסֵ֛בָּה אֶת־אֲר֥וֹן אֱלֹהֵ֖ינוּ אֵלֵ֑ינוּ כִּי־לֹ֥א דְרַשְׁנֻ֖הוּ בִּימֵ֥י שָׁאֽוּל׃ | 3 |
૩આપણા ઈશ્વરનો કરારકોશ આપણી પાસે ફરીથી લાવીએ કેમ કે શાઉલના સમયમાં આપણે તેની ઇચ્છાને શોધતા નહોતા.”
וַיֹּאמְר֥וּ כָֽל־הַקָּהָ֖ל לַעֲשׂ֣וֹת כֵּ֑ן כִּֽי־יָשַׁ֥ר הַדָּבָ֖ר בְּעֵינֵ֥י כָל־הָעָֽם׃ | 4 |
૪તે બાબતમાં આખી સભા સહમત થઈ, કેમ કે બધા લોકોની દ્રષ્ટિમાં એ જ યોગ્ય હતું.
וַיַּקְהֵ֤ל דָּוִיד֙ אֶת־כָּל־יִשְׂרָאֵ֔ל מִן־שִׁיח֥וֹר מִצְרַ֖יִם וְעַד־לְב֣וֹא חֲמָ֑ת לְהָבִיא֙ אֶת־אֲר֣וֹן הָאֱלֹהִ֔ים מִקִּרְיַ֖ת יְעָרִֽים׃ | 5 |
૫તેથી દાઉદે ઈશ્વરના કરારકોશને કિર્યાથ-યારીમથી લાવવા માટે, મિસરના શિહોરથી તે હમાથના નાકા સુધીના સર્વ ઇઝરાયલને ભેગા કર્યા.
וַיַּ֨עַל דָּוִ֤יד וְכָל־יִשְׂרָאֵל֙ בַּעֲלָ֔תָה אֶל־קִרְיַ֥ת יְעָרִ֖ים אֲשֶׁ֣ר לִיהוּדָ֑ה לְהַעֲל֣וֹת מִשָּׁ֗ם אֵת֩ אֲר֨וֹן הָאֱלֹהִ֧ים ׀ יְהוָ֛ה יוֹשֵׁ֥ב הַכְּרוּבִ֖ים אֲשֶׁר־נִקְרָ֥א שֵֽׁם׃ | 6 |
૬કરુબો પર બિરાજમાન ઈશ્વર, જે યહોવાહના નામથી ઓળખાય છે, તેમનો કોશ ત્યાંથી લાવવા માટે દાઉદ અને બધા ઇઝરાયલીઓ, બાલાહમાં એટલે યહૂદાના કિર્યાથ-યારીમમાં ભેગા થયા.
וַיַּרְכִּ֜יבוּ אֶת־אֲר֤וֹן הָאֱלֹהִים֙ עַל־עֲגָלָ֣ה חֲדָשָׁ֔ה מִבֵּ֖ית אֲבִינָדָ֑ב וְעֻזָּ֣א וְאַחְי֔וֹ נֹהֲגִ֖ים בָּעֲגָלָֽה׃ | 7 |
૭તેઓએ ઈશ્વરનો કોશ નવા ગાડામાં મૂક્યો. તેઓ તે અબીનાદાબના ઘરમાંથી લઈ આવ્યા હતા. ઉઝઝા તથા આહ્યો ગાડું હાંકતા હતા.
וְדָוִ֣יד וְכָל־יִשְׂרָאֵ֗ל מְשַׂחֲקִ֛ים לִפְנֵ֥י הָאֱלֹהִ֖ים בְּכָל־עֹ֑ז וּבְשִׁירִ֤ים וּבְכִנֹּרוֹת֙ וּבִנְבָלִ֣ים וּבְתֻפִּ֔ים וּבִמְצִלְתַּ֖יִם וּבַחֲצֹצְרֽוֹת׃ | 8 |
૮દાઉદ તથા સર્વ ઇઝરાયલીઓ ગીતો ગાતા હતા અને વીણા, સિતાર, ખંજરી, ઝાંઝ તથા રણશિંગડાં વગાડીને ખૂબ આનંદથી ઈશ્વરની સમક્ષ ઉત્સવ કરતા હતા.
וַיָּבֹ֖אוּ עַד־גֹּ֣רֶן כִּידֹ֑ן וַיִּשְׁלַ֨ח עֻזָּ֜א אֶת־יָד֗וֹ לֶאֱחֹז֙ אֶת־הָ֣אָר֔וֹן כִּ֥י שָֽׁמְט֖וּ הַבָּקָֽר׃ | 9 |
૯જ્યારે તેઓ કિદ્રોનની ખળી આગળ આવ્યા, ત્યારે બળદોને ઠોકર વાગી એટલે ઉઝઝાએ કોશને સંભાળવા માટે પોતાનો હાથ લંબાવીને કોશને પકડ્યો.
וַיִּֽחַר־אַ֤ף יְהוָה֙ בְּעֻזָּ֔א וַיַּכֵּ֕הוּ עַ֛ל אֲשֶׁר־שָׁלַ֥ח יָד֖וֹ עַל־הָאָר֑וֹן וַיָּ֥מָת שָׁ֖ם לִפְנֵ֥י אֱלֹהִֽים׃ | 10 |
૧૦તેથી યહોવાહનો કોપ ઉઝઝા પર સળગી ઊઠ્યો અને તેને મારી નાખ્યો. કેમ કે ઉઝઝા તે કોશને અડક્યો હતો. તે ત્યાં ઈશ્વર સમક્ષ મૃત્યુ પામ્યો.
וַיִּ֣חַר לְדָוִ֔יד כִּֽי־פָרַ֧ץ יְהוָ֛ה פֶּ֖רֶץ בְּעֻזָּ֑א וַיִּקְרָ֞א לַמָּק֤וֹם הַהוּא֙ פֶּ֣רֶץ עֻזָּ֔א עַ֖ד הַיּ֥וֹם הַזֶּֽה׃ | 11 |
૧૧દાઉદને ઘણું ખોટું લાગ્યું કેમ કે યહોવાહે ઉઝઝાને શિક્ષા કરી હતી. તેથી તે જગ્યાનું નામ પેરેસ-ઉઝઝા પડ્યું, જે આજ સુધી તે જ નામે ઓળખાય છે.
וַיִּירָ֤א דָוִיד֙ אֶת־הָ֣אֱלֹהִ֔ים בַּיּ֥וֹם הַה֖וּא לֵאמֹ֑ר הֵ֚יךְ אָבִ֣יא אֵלַ֔י אֵ֖ת אֲר֥וֹן הָאֱלֹהִֽים׃ | 12 |
૧૨તે દિવસે દાઉદને ઈશ્વરનો ડર લાગ્યો અને તે બોલ્યો, “હું મારા ઘરે ઈશ્વરનો કોશ કેવી રીતે લાવું?”
וְלֹֽא־הֵסִ֨יר דָּוִ֧יד אֶת־הָאָר֛וֹן אֵלָ֖יו אֶל־עִ֣יר דָּוִ֑יד וַיַּטֵּ֕הוּ אֶל־בֵּ֥ית עֹבֵֽד־אֱדֹ֖ם הַגִּתִּֽי׃ | 13 |
૧૩તેથી દાઉદ કોશને પોતાને ત્યાં દાઉદનગરમાં લાવ્યો નહિ, પણ તેને બીજે સ્થળે એટલે ગિત્તી ઓબેદ-અદોમના ઘરમાં લઈ ગયો.
וַיֵּשֶׁב֩ אֲר֨וֹן הָאֱלֹהִ֜ים עִם־בֵּ֨ית עֹבֵ֥ד אֱדֹ֛ם בְּבֵית֖וֹ שְׁלֹשָׁ֣ה חֳדָשִׁ֑ים וַיְבָ֧רֶךְ יְהוָ֛ה אֶת־בֵּ֥ית עֹבֵֽד־אֱדֹ֖ם וְאֶת־כָּל־אֲשֶׁר־לֽוֹ׃ פ | 14 |
૧૪ઈશ્વરનો કોશ ઓબેદ-અદોમના ઘરમાં તેના કુટુંબની સાથે ત્રણ મહિના રહ્યો. તેથી યહોવાહે, તેના કુટુંબને તથા તેના સર્વસ્વને આશીર્વાદ આપ્યો.