< תְהִלִּים 85 >
לַמְנַצֵּ֬חַ ׀ לִבְנֵי־קֹ֬רַח מִזְמֹֽור׃ רָצִ֣יתָ יְהוָ֣ה אַרְצֶ֑ךָ שַׁ֝֗בְתָּ שְׁבוּת (שְׁבִ֣ית) יַעֲקֹֽב׃ | 1 |
૧મુખ્ય ગવૈયાને માટે. કોરાના દીકરાઓનું ગીત. હે યહોવાહ, તમારા દેશ પર તમે તમારી કૃપા દર્શાવી છે. અને તમે યાકૂબના બંદીઓને આ દેશમાં પાછા મોકલી આપ્યા છે.
נָ֭שָׂאתָ עֲוֹ֣ן עַמֶּ֑ךָ כִּסִּ֖יתָ כָל־חַטָּאתָ֣ם סֶֽלָה׃ | 2 |
૨તમારા લોકોનાં પાપો તમે માફ કર્યા છે; અને તમે તેઓનાં બધાં પાપોનું પ્રાયશ્ચિત કર્યુ છે.
אָסַ֥פְתָּ כָל־עֶבְרָתֶ֑ךָ הֱ֝שִׁיבֹ֗ותָ מֵחֲרֹ֥ון אַפֶּֽךָ׃ | 3 |
૩તેથી હવે તમારા કોપનો; ભસ્મ કરનારા ક્રોધનો અંત આવ્યો છે.
שׁ֭וּבֵנוּ אֱלֹהֵ֣י יִשְׁעֵ֑נוּ וְהָפֵ֖ר כַּֽעַסְךָ֣ עִמָּֽנוּ׃ | 4 |
૪હે મારા ઈશ્વર, અમારા ઉદ્ધારનાર, તમારા પર પ્રેમ કરવામાં તમે અમને સંસ્થાપિત કરો. જેથી ફરી કદી તમારે અમારા ઉપર ક્રોધિત ન થવું પડે.
הַלְעֹולָ֥ם תֶּֽאֱנַף־בָּ֑נוּ תִּמְשֹׁ֥ךְ אַ֝פְּךָ֗ לְדֹ֣ר וָדֹֽר׃ | 5 |
૫શું તમે સદા અમારા પર કોપાયમાન રહેશો? શું તમારો કોપ પેઢી દર પેઢી લંબાવાશો?
הֽ͏ֲלֹא־אַ֭תָּה תָּשׁ֣וּב תְּחַיֵּ֑נוּ וְ֝עַמְּךָ֗ יִשְׂמְחוּ־בָֽךְ׃ | 6 |
૬શું તમે અમને ફરી પુનર્જીવિત નહિ કરો? ત્યારે તમારા લોકો તમારામાં આનંદ કરશે.
הַרְאֵ֣נוּ יְהוָ֣ה חַסְדֶּ֑ךָ וְ֝יֶשְׁעֲךָ֗ תִּתֶּן־לָֽנוּ׃ | 7 |
૭તમારો પ્રેમ અને દયા, અમારા ઉપર રેડી દો. અને યહોવાહ અમારો ઉદ્ધાર કરો.
אֶשְׁמְעָ֗ה מַה־יְדַבֵּר֮ הָאֵ֪ל ׀ יְה֫וָ֥ה כִּ֤י ׀ יְדַבֵּ֬ר שָׁלֹ֗ום אֶל־עַמֹּ֥ו וְאֶל־חֲסִידָ֑יו וְֽאַל־יָשׁ֥וּבוּ לְכִסְלָֽה׃ | 8 |
૮યહોવાહ ઈશ્વર જે કહે છે તે હું કાળજી પૂર્વક સાંભળું છું, કેમ કે તે પોતાના લોકોની સાથે તથા તેમના વફાદાર અનુયાયીઓની સાથે શાંતિથી વર્તે. પરંતુ તેઓ મૂર્ખાઈ તરફ પાછા ફરી ન જાય.
אַ֤ךְ ׀ קָרֹ֣וב לִירֵאָ֣יו יִשְׁעֹ֑ו לִשְׁכֹּ֖ן כָּבֹ֣וד בְּאַרְצֵֽנוּ׃ | 9 |
૯જેઓ તેમનો ભય રાખે છે તેઓનો ઈશ્વર ઉદ્ધાર કરે છે; બહુ જલદી અમારી ભૂમિ પર અમે માનપૂર્વક રહીશું.
חֶֽסֶד־וֶאֱמֶ֥ת נִפְגָּ֑שׁוּ צֶ֖דֶק וְשָׁלֹ֣ום נָשָֽׁקוּ׃ | 10 |
૧૦કૃપા અને સત્યતા એકબીજાની સાથે મળેલી છે; ન્યાયીપણાએ તથા શાંતિએ એકબીજાને ચુંબન કર્યુ છે.
אֱ֭מֶת מֵאֶ֣רֶץ תִּצְמָ֑ח וְ֝צֶ֗דֶק מִשָּׁמַ֥יִם נִשְׁקָֽף׃ | 11 |
૧૧પૃથ્વીમાંથી સત્ય ઉપર ઊંચે જાય છે. અને ન્યાયીપણું આકાશમાંથી વરસશે.
גַּם־יְ֭הוָה יִתֵּ֣ן הַטֹּ֑וב וְ֝אַרְצֵ֗נוּ תִּתֵּ֥ן יְבוּלָֽהּ׃ | 12 |
૧૨હા, યહોવાહ સારા આશીર્વાદ આપશે; અને આપણો દેશ મબલખ પાક ઉપજાવશે.
צֶ֭דֶק לְפָנָ֣יו יְהַלֵּ֑ךְ וְיָשֵׂ֖ם לְדֶ֣רֶךְ פְּעָמָֽיו׃ | 13 |
૧૩તેમનું ન્યાયીપણું આગળ ચાલશે, અને તેમનાં પગલાં આપણે માટે માર્ગ તૈયાર કરે છે.