< 2 דִּבְרֵי הַיָּמִים 23 >
וּבַשָּׁנָ֨ה הַשְּׁבִעִ֜ית הִתְחַזַּ֣ק יְהֹויָדָ֗ע וַיִּקַּ֣ח אֶת־שָׂרֵ֣י הַמֵּאֹ֡ות לַעֲזַרְיָ֣הוּ בֶן־יְרֹחָ֡ם וּלְיִשְׁמָעֵ֣אל בֶּן־יְ֠הֹוחָנָן וְלַֽעֲזַרְיָ֨הוּ בֶן־עֹובֵ֜ד וְאֶת־מַעֲשֵׂיָ֧הוּ בֶן־עֲדָיָ֛הוּ וְאֶת־אֱלִישָׁפָ֥ט בֶּן־זִכְרִ֖י עִמֹּ֥ו בַבְּרִֽית׃ | 1 |
૧સાતમે વર્ષે યહોયાદા બળવાન થયો. તેણે શતાધિપતિ એટલે યરોહામનો દીકરો અઝાર્યા, યહોહાનાનનો દીકરો ઇશ્માએલ, ઓબેદનો દીકરો અઝાર્યા, અદાયાનો દીકરો માસેયા તથા ઝિખ્રીનો દીકરો અલીશાફાટને લઈને તેઓની સાથે કોલકરાર કર્યા.
וַיָּסֹ֙בּוּ֙ בִּֽיהוּדָ֔ה וַיִּקְבְּצ֤וּ אֶת־הַלְוִיִּם֙ מִכָּל־עָרֵ֣י יְהוּדָ֔ה וְרָאשֵׁ֥י הָאָבֹ֖ות לְיִשְׂרָאֵ֑ל וַיָּבֹ֖אוּ אֶל־יְרוּשָׁלָֽ͏ִם׃ | 2 |
૨તેઓએ સમગ્ર યહૂદિયામાં ફરીને ત્યાંના બધાં નગરોમાંથી લેવીઓને તેમ જ ઇઝરાયલી કુટુંબોના વડીલોને એકઠા કર્યા અને તેઓ યરુશાલેમ આવ્યા.
וַיִּכְרֹ֨ת כָּל־הַקָּהָ֥ל בְּרִ֛ית בְּבֵ֥ית הָאֱלֹהִ֖ים עִם־הַמֶּ֑לֶךְ וַיֹּ֣אמֶר לָהֶ֗ם הִנֵּ֤ה בֶן־הַמֶּ֙לֶךְ֙ יִמְלֹ֔ךְ כַּאֲשֶׁ֛ר דִּבֶּ֥ר יְהוָ֖ה עַל־בְּנֵ֥י דָוִֽיד׃ | 3 |
૩તે આખી સભાએ ઘરમાં રાજા સાથે કોલકરાર કર્યો. યહોયાદાએ તેઓને કહ્યું, “જે પ્રમાણે ઈશ્વરે દાઉદનાં સંતાનો સંબંધી વચન આપ્યું હતું કે તેના વંશજો રાજ કરશે તેમ જુઓ, રાજાનો દીકરો રાજ કરશે.
זֶ֥ה הַדָּבָ֖ר אֲשֶׁ֣ר תַּעֲשׂ֑וּ הַשְּׁלִשִׁ֨ית מִכֶּ֜ם בָּאֵ֣י הַשַּׁבָּ֗ת לַכֹּֽהֲנִים֙ וְלַלְוִיִּ֔ם לְשֹֽׁעֲרֵ֖י הַסִּפִּֽים׃ | 4 |
૪તમારે આ પ્રમાણે કામ કરવાનું છે: વિશ્રામવારે સેવા કરનાર તમારે એટલે યાજકો અને લેવીઓ ત્રીજા ભાગે દરવાજા આગળ દ્વારપાળ તરીકે ઊભા રહેવું.
וְהַשְּׁלִשִׁית֙ בְּבֵ֣ית הַמֶּ֔לֶךְ וְהַשְּׁלִשִׁ֖ית בְּשַׁ֣עַר הַיְסֹ֑וד וְכָל־הָעָ֔ם בְּחַצְרֹ֖ות בֵּ֥ית יְהוָֽה׃ | 5 |
૫અને બીજા એક તૃતીયાંશ ભાગે રાજાના મહેલ આગળ ખડા રહેવું; બાકીના ત્રીજા ભાગે ઘોડાના દરવાજા આગળ ઊભા રહેવું. બધા લોકોએ ઈશ્વરના સભાસ્થાનના આંગણામાં રહેવું.
וְאַל־יָבֹ֣וא בֵית־יְהוָ֗ה כִּ֤י אִם־הַכֹּֽהֲנִים֙ וְהַמְשָׁרְתִ֣ים לַלְוִיִּ֔ם הֵ֥מָּה יָבֹ֖אוּ כִּי־קֹ֣דֶשׁ הֵ֑מָּה וְכָל־הָעָ֔ם יִשְׁמְר֖וּ מִשְׁמֶ֥רֶת יְהוָֽה׃ | 6 |
૬યાજકો તથા લેવીઓ જે સેવા કરતા હોય તેઓના સિવાય કોઈને પણ ઘરમાં પ્રવેશ કરવા દેવો નહિ; માત્ર તેઓએ જ અંદર જવું, કેમ કે તેઓ પવિત્ર હોઈને આજના દિવસના કામ માટે તેઓને નિયત કરાયા છે. સર્વ લોકોએ ઈશ્વરની આજ્ઞા પાળવી.
וְהִקִּיפוּ֩ הַלְוִיִּ֨ם אֶת־הַמֶּ֜לֶךְ סָבִ֗יב אִ֚ישׁ וְכֵלָ֣יו בְּיָדֹ֔ו וְהַבָּ֥א אֶל־הַבַּ֖יִת יוּמָ֑ת וִֽהְי֥וּ אֶת־הַמֶּ֖לֶךְ בְּבֹאֹ֥ו וּבְצֵאתֹֽו׃ | 7 |
૭લેવીઓએ પોતપોતાની તલવાર હાથમાં રાખીને રાજાની આસપાસ ઊભા રહેવું. જે કોઈ ઘરમાં પ્રવેશે તેને મારી નાખવો. રાજા અંદર આવે કે બહાર જાય ત્યારે તમારે તેની સાથે રહેવું.”
וַיַּעֲשׂ֨וּ הַלְוִיִּ֜ם וְכָל־יְהוּדָ֗ה כְּכֹ֣ל אֲשֶׁר־צִוָּה֮ יְהֹויָדָ֣ע הַכֹּהֵן֒ וַיִּקְחוּ֙ אִ֣ישׁ אֶת־אֲנָשָׁ֔יו בָּאֵ֣י הַשַּׁבָּ֔ת עִ֖ם יֹוצְאֵ֣י הַשַּׁבָּ֑ת כִּ֣י לֹ֥א פָטַ֛ר יְהֹויָדָ֥ע הַכֹּהֵ֖ן אֶת־הַֽמַּחְלְקֹֽות׃ | 8 |
૮તેથી યહોયાદા યાજકે જે જે આજ્ઞા કરી તે સર્વનો લેવીઓએ તથા યહૂદિયાના બધાં લોકોએ પાલન કર્યુ. તેઓએ પોતપોતાનાં માણસોને એટલે વિશ્રામવારે અંદર આવનાર અને બહાર જનારને ભેગા કર્યા; કેમ કે યહોયાદા યાજકે વારા પ્રમાણે પાછા જનારાઓને જવા દીધાં નહોતા.
וַיִּתֵּן֩ יְהֹויָדָ֨ע הַכֹּהֵ֜ן לְשָׂרֵ֣י הַמֵּאֹ֗ות אֶת־הַֽחֲנִיתִים֙ וְאֶת־הַמָּגִנֹּות֙ וְאֶת־הַשְּׁלָטִ֔ים אֲשֶׁ֖ר לַמֶּ֣לֶךְ דָּוִ֑יד אֲשֶׁ֖ר בֵּ֥ית הָאֱלֹהִֽים׃ | 9 |
૯યાજક યહોયાદાએ ઈશ્વરના ઘરમાં દાઉદ રાજાની જે નાનીમોટી ઢાલો અને ભાલા હતા તે શતાધિપતિ અધિકારીઓને આપ્યાં.
וַיַּעֲמֵ֨ד אֶת־כָּל־הָעָ֜ם וְאִ֣ישׁ ׀ שִׁלְחֹ֣ו בְיָדֹ֗ו מִכֶּ֨תֶף הַבַּ֤יִת הַיְמָנִית֙ עַד־כֶּ֤תֶף הַבַּ֙יִת֙ הַשְּׂמָאלִ֔ית לַמִּזְבֵּ֖חַ וְלַבָּ֑יִת עַל־הַמֶּ֖לֶךְ סָבִֽיב׃ | 10 |
૧૦યહોયાદાએ લોકોના હાથમાં હથિયાર આપીને સભાસ્થાનની જમણી બાજુ અને ડાબી બાજુ સુધી વેદી અને સભાસ્થાનને ઘેરીને રાજાનું રક્ષણ કરવા તેઓને ગોઠવી દીધા.
וַיֹּוצִ֣יאוּ אֶת־בֶּן־הַמֶּ֗לֶךְ וַיִּתְּנ֤וּ עָלָיו֙ אֶת־הַנֵּ֙זֶר֙ וְאֶת־הָ֣עֵד֔וּת וַיַּמְלִ֖יכוּ אֹתֹ֑ו וַיִּמְשָׁחֻ֙הוּ֙ יְהֹויָדָ֣ע וּבָנָ֔יו וַיֹּאמְר֖וּ יְחִ֥י הַמֶּֽלֶךְ׃ ס | 11 |
૧૧પછી યહોયાદા રાજાના દીકરાને લઈ આવ્યો. અને તેના માથા ઉપર મુગટ પહેરાવ્યો. તેણે તેને નિયમશાસ્ત્રના ગ્રંથની નકલ આપી. પછી તેને રાજા તરીકે જાહેર કર્યો. યહોયાદા અને તેના પુત્રોએ તેનો રાજયાભિષેક કર્યો. પછી તેઓએ કહ્યું, “રાજા ઘણું જીવો.”
וַתִּשְׁמַ֣ע עֲתַלְיָ֗הוּ אֶת־קֹ֤ול הָעָם֙ הָֽרָצִ֔ים וְהַֽמְהַֽלְלִ֖ים אֶת־הַמֶּ֑לֶךְ וַתָּבֹ֥וא אֶל־הָעָ֖ם בֵּ֥ית יְהוָֽה׃ | 12 |
૧૨જયારે અથાલ્યાએ લોકોની ભાગદોડનો અવાજ અને રાજાની સ્તુતિનો અવાજ સાંભળ્યો ત્યારે તે યહોવાહના ઘરમાં આવી.
וַתֵּ֡רֶא וְהִנֵּ֣ה הַמֶּלֶךְ֩ עֹומֵ֨ד עַֽל־עַמּוּדֹ֜ו בַּמָּבֹ֗וא וְהַשָּׂרִ֣ים וְהַחֲצֹצְרֹות֮ עַל־הַמֶּלֶךְ֒ וְכָל־עַ֨ם הָאָ֜רֶץ שָׂמֵ֗חַ וְתֹוקֵ֙עַ֙ בַּחֲצֹ֣צְרֹ֔ות וְהַמְשֹֽׁורֲרִים֙ בִּכְלֵ֣י הַשִּׁ֔יר וּמֹודִיעִ֖ים לְהַלֵּ֑ל וַתִּקְרַ֤ע עֲתַלְיָ֙הוּ֙ אֶת־בְּגָדֶ֔יהָ וַתֹּ֖אמֶר קֶ֥שֶׁר קָֽשֶׁר׃ ס | 13 |
૧૩અને તેણે જોયું કે રાજા સ્તંભ પાસે દરવાજા આગળ ઊભો હતો. તેની પાસે લશ્કરી અધિકારીઓ અને રણશિંગડાં વગાડનારાઓ ઊભા હતા. દેશના બધા લોકો આનંદ કરતા હતા અને રણશિંગડાં વગાડતા હતા. ગાયકો વાજિંત્રો સાથે ગીતો ગાઈને ઈશ્વરની સ્તુતિ કરતા હતા. તે જોઈને અથાલ્યાએ પોતાનાં વસ્ત્રો ફાડ્યાં અને તેણે મોટે સાદે બૂમ પાડી, “રાજદ્રોહ, રાજદ્રોહ!”
וַיֹּוצֵא֩ יְהֹויָדָ֨ע הַכֹּהֵ֜ן אֶת־שָׂרֵ֥י הַמֵּאֹ֣ות ׀ פְּקוּדֵ֣י הַחַ֗יִל וַיֹּ֤אמֶר אֲלֵהֶם֙ הֹֽוצִיא֙וּהָ֙ אֶל־מִבֵּ֣ית הַשְּׂדֵרֹ֔ות וְהַבָּ֥א אַחֲרֶ֖יהָ יוּמַ֣ת בֶּחָ֑רֶב כִּ֚י אָמַ֣ר הַכֹּהֵ֔ן לֹ֥א תְמִית֖וּהָ בֵּ֥ית יְהוָֽה׃ | 14 |
૧૪પછી યાજક યહોયાદાએ સૈન્યના ઉપરી સેનાધિપતિઓને બોલાવીને કહ્યું, “તેને સૈનિકોની હરોળની વચમાં થઈને બહાર લાવો; જે કોઈ તેની પાછળ જાય તેને મારી નાખો.” યાજકે ચેતવણી આપતા કહ્યું, “ઈશ્વરના ઘરમાં તેને મારી નાખવી નહિ.”
וַיָּשִׂ֤ימוּ לָהּ֙ יָדַ֔יִם וַתָּבֹ֛וא אֶל־מְבֹ֥וא שַֽׁעַר־הַסּוּסִ֖ים בֵּ֣ית הַמֶּ֑לֶךְ וַיְמִית֖וּהָ שָֽׁם׃ פ | 15 |
૧૫તેથી તેઓએ તેને રસ્તો આપ્યો અને તે ઘોડા-દરવાજાના પ્રવેશદ્વાર પાસેથી પસાર થઈને તે રાજમહેલ પાસે આવી. ત્યાં તેઓએ તેને મારી નાખી.
וַיִּכְרֹ֤ת יְהֹויָדָע֙ בְּרִ֔ית בֵּינֹ֕ו וּבֵ֥ין כָּל־הָעָ֖ם וּבֵ֣ין הַמֶּ֑לֶךְ לִהְיֹ֥ות לְעָ֖ם לַיהוָֽה׃ | 16 |
૧૬પછી યહોયાદાએ પોતે, સર્વ લોકો અને રાજાની વચ્ચે કરેલ કરાર કર્યો કે, તેઓ ઈશ્વરના લોકો જ બનીને રહેશે.
וַיָּבֹ֨אוּ כָל־הָעָ֤ם בֵּית־הַבַּ֙עַל֙ וַֽיִּתְּצֻ֔הוּ וְאֶת־מִזְבְּחֹתָ֥יו וְאֶת־צְלָמָ֖יו שִׁבֵּ֑רוּ וְאֵ֗ת מַתָּן֙ כֹּהֵ֣ן הַבַּ֔עַל הָרְג֖וּ לִפְנֵ֥י הַֽמִּזְבְּחֹֽות׃ | 17 |
૧૭તેથી બધા લોકોએ જઈને બઆલના મંદિરને તોડી નાખ્યું; તેઓએ બઆલની વેદીઓ અને મૂર્તિઓને ભાંગીને તેના ટુકડાં કરી નાખ્યા. અને બઆલના યાજક માત્તાનને તે વેદીઓની સામે જ મારી નાખ્યો.
וַיָּשֶׂם֩ יְהֹויָדָ֨ע פְּקֻדֹּ֜ת בֵּ֣ית יְהוָ֗ה בְּיַ֨ד הַכֹּהֲנִ֣ים הַלְוִיִּם֮ אֲשֶׁ֣ר חָלַ֣ק דָּוִיד֮ עַל־בֵּ֣ית יְהוָה֒ לְֽהַעֲלֹ֞ות עֹלֹ֣ות יְהוָ֗ה כַּכָּת֛וּב בְּתֹורַ֥ת מֹשֶׁ֖ה בְּשִׂמְחָ֣ה וּבְשִׁ֑יר עַ֖ל יְדֵ֥י דָוִֽיד׃ | 18 |
૧૮મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે ઈશ્વરને દહનીયાર્પણ ચઢાવવા માટે દાઉદ રાજાએ જે લેવી યાજકોની ઈશ્વરના ઘરમાં સેવા આપવા નિમણૂક કરી હતી તેઓના હાથ નીચે આનંદ તથા કિર્તન કરવાને દાઉદના સંચાલન મુજબ યહોયાદાએ સભાસ્થાન માટે કારભારીઓ નીમ્યા.
וַֽיַּעֲמֵד֙ הַשֹּׁ֣ועֲרִ֔ים עַֽל־שַׁעֲרֵ֖י בֵּ֣ית יְהוָ֑ה וְלֹֽא־יָבֹ֥א טָמֵ֖א לְכָל־דָּבָֽר׃ | 19 |
૧૯તેણે ઈશ્વરના સભાસ્થાનના દરવાજાઓ આગળ દ્વારપાળો ગોઠવી દીધા જેથી કોઈ પણ રીતે અશુદ્ધ હોય એવો માણસ તેમાં દાખલ ન થાય.
וַיִּקַּ֣ח אֶת־שָׂרֵ֣י הַמֵּאֹ֡ות וְאֶת־הָֽאַדִּירִים֩ וְאֶת־הַמֹּֽושְׁלִ֨ים בָּעָ֜ם וְאֵ֣ת ׀ כָּל־עַ֣ם הָאָ֗רֶץ וַיֹּ֤ורֶד אֶת־הַמֶּ֙לֶךְ֙ מִבֵּ֣ית יְהוָ֔ה וַיָּבֹ֛אוּ בְּתֹֽוךְ־שַׁ֥עַר הָֽעֶלְיֹ֖ון בֵּ֣ית הַמֶּ֑לֶךְ וַיֹּושִׁ֙יבוּ֙ אֶת־הַמֶּ֔לֶךְ עַ֖ל כִּסֵּ֥א הַמַּמְלָכָֽה׃ | 20 |
૨૦યહોયાદા પોતાની સાથે શાતાધિપતિઓને, કુલીન પુરુષોને, લોકોના અધિકારીઓને તથા દેશના બધા લોકોને લઈને રાજાને સભાસ્થાનથી નીચે લઈ આવ્યો અને પછી ઈશ્વરના સભાસ્થાનના ‘ઉપલા દરવાજાથી’ તેને રાજમહેલમાં લઈ ગયો અને તેને રાજસિંહાસન ઉપર બેસાડ્યો.
וַיִּשְׂמְח֥וּ כָל־עַם־הָאָ֖רֶץ וְהָעִ֣יר שָׁקָ֑טָה וְאֶת־עֲתַלְיָ֖הוּ הֵמִ֥יתוּ בֶחָֽרֶב׃ ס | 21 |
૨૧દેશના સર્વ લોકો ખૂબ આનંદ પામ્યા અને નગરમાં સર્વત્ર શાંતિ વ્યાપી ગઈ. કેમ કે તેઓએ અથાલ્યાને તલવારથી મારી નાંખી હતી.