< תהילים 87 >

לִבְנֵי־קֹרַח מִזְמוֹר שִׁיר יְסוּדָתוֹ בְּהַרְרֵי־קֹֽדֶשׁ׃ 1
કોરાના દીકરાઓનું ગીત; ગાયન. નગરનો પાયો પવિત્ર પર્વત પર સ્થાપેલો છે.
אֹהֵב יְהֹוָה שַׁעֲרֵי צִיּוֹן מִכֹּל מִשְׁכְּנוֹת יַעֲקֹֽב׃ 2
યાકૂબના સર્વ તંબુઓ કરતાં, સિયોનના દરવાજાઓ યહોવાહને વધુ પ્રિય છે.
נִכְבָּדוֹת מְדֻבָּר בָּךְ עִיר הָאֱלֹהִים סֶֽלָה׃ 3
હે ઈશ્વરના નગર, તારા વિષે ગૌરવની વાતો કહેવાય છે. (સેલાહ)
אַזְכִּיר ׀ רַהַב וּבָבֶל לְֽיֹדְעָי הִנֵּה פְלֶשֶׁת וְצֹר עִם־כּוּשׁ זֶה יֻלַּד־שָֽׁם׃ 4
હું મારા અનુયાયીઓમાં રાહાબ તથા બાબિલનો ઉલ્લેખ કરું છું. જુઓ, ત્યાં પલિસ્તી અને તૂર, કૂશ સાથે છે. આનો જન્મ ત્યાં થયો હતો.
וּלְצִיּוֹן ׀ יֵאָמַר אִישׁ וְאִישׁ יֻלַּד־בָּהּ וְהוּא יְכוֹנְנֶהָ עֶלְיֽוֹן׃ 5
વળી સિયોન વિષે કહેવાશે કે, “દરેકનો સિયોનમાં જન્મ થયો; અને પરાત્પર પોતે તેને સ્થિર રાખશે.”
יְֽהֹוָה יִסְפֹּר בִּכְתוֹב עַמִּים זֶה יֻלַּד־שָׁם סֶֽלָה׃ 6
યહોવાહ લોકોને નોંધશે ત્યારે તે ગણશે કે, “આનો જન્મ ત્યાં થયો.” (સેલાહ)
וְשָׁרִים כְּחֹלְלִים כׇּֽל־מַעְיָנַי בָּֽךְ׃ 7
વળી સર્વ ગાનારાઓ તથા નાચનારાઓ કહેશે, “મારા સર્વ ઝરાઓ તમારામાં છે.”

< תהילים 87 >