< תהילים 126 >
שִׁיר הַֽמַּעֲלוֹת בְּשׁוּב יְהֹוָה אֶת־שִׁיבַת צִיּוֹן הָיִינוּ כְּחֹלְמִֽים׃ | 1 |
૧ચઢવાનું ગીત. જ્યારે યહોવાહ બંદીવાસમાં પડેલાઓને સિયોનમાં પાછા લાવ્યા, ત્યારે અમે સ્વપ્ન જોતાં હોઈએ એવું લાગ્યું.
אָז יִמָּלֵא שְׂחוֹק פִּינוּ וּלְשׁוֹנֵנוּ רִנָּה אָז יֹאמְרוּ בַגּוֹיִם הִגְדִּיל יְהֹוָה לַעֲשׂוֹת עִם־אֵֽלֶּה׃ | 2 |
૨ત્યારે અમારું મુખ હાસ્યથી ભરાઈ ગયું અને અમારી જીભ ગાયન કરવા લાગી. ત્યારે તેઓએ લોકોની વચ્ચે કહ્યું, “યહોવાહે તેઓને માટે મહાન કૃત્યો કર્યાં છે.”
הִגְדִּיל יְהֹוָה לַעֲשׂוֹת עִמָּנוּ הָיִינוּ שְׂמֵחִֽים׃ | 3 |
૩યહોવાહે અમારે માટે મહાન કામ કર્યાં છે; અમે કેટલા ખુશ છીએ!
שׁוּבָה יְהֹוָה אֶת־[שְׁבִיתֵנוּ] (שבותנו) כַּאֲפִיקִים בַּנֶּֽגֶב׃ | 4 |
૪નેગેબના ઝરણાંની જેમ, હે યહોવાહ, અમારી સંપત્તિ પુનઃસ્થાપિત કરો.
הַזֹּרְעִים בְּדִמְעָה בְּרִנָּה יִקְצֹֽרוּ׃ | 5 |
૫જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે, તેઓ હર્ષનાદસહિત લણશે.
הָלוֹךְ יֵלֵךְ ׀ וּבָכֹה נֹשֵׂא מֶשֶׁךְ־הַזָּרַע בֹּא־יָבֹא בְרִנָּה נֹשֵׂא אֲלֻמֹּתָֽיו׃ | 6 |
૬જે કોઈ મુઠ્ઠીભર બીજ લઈને રડતાં રડતાં વાવવા જાય છે, તે પોતાની સાથે પૂળીઓ લઈને આનંદ સાથે પાછો આવશે.