< תהילים 109 >
לַמְנַצֵּחַ לְדָוִד מִזְמוֹר אֱלֹהֵי תְהִלָּתִי אַֽל־תֶּחֱרַֽשׁ׃ | 1 |
૧મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. હે મારા સ્તુતિના ઈશ્વર, તમે શાંત ન રહો.
כִּי פִי רָשָׁע וּֽפִי־מִרְמָה עָלַי פָּתָחוּ דִּבְּרוּ אִתִּי לְשׁוֹן שָֽׁקֶר׃ | 2 |
૨કારણ કે દુષ્ટ અને કપટી માણસો મારા પર હુમલાઓ કરે છે; તેઓ મારી વિરુદ્ધ જૂઠું બોલે છે.
וְדִבְרֵי שִׂנְאָה סְבָבוּנִי וַיִּֽלָּחֲמוּנִי חִנָּֽם׃ | 3 |
૩તેઓએ મને તિરસ્કૃત શબ્દોથી ઘેરી લીધો છે અને કોઈ કારણ વગર મારી સાથે લડાઈ કરવા હુમલો કરે છે.
תַּֽחַת־אַהֲבָתִי יִשְׂטְנוּנִי וַאֲנִי תְפִלָּֽה׃ | 4 |
૪તેઓ મારી પ્રીતિના બદલામાં મારા શત્રુ થયા છે, પણ હું તેઓને માટે પ્રાર્થના જ કરું છું.
וַיָּשִׂימוּ עָלַי רָעָה תַּחַת טוֹבָה וְשִׂנְאָה תַּחַת אַהֲבָתִֽי׃ | 5 |
૫તેઓ ઉપકારને બદલે અપકાર કરે છે અને તેઓ મારા પ્રેમને ધિક્કારે છે.
הַפְקֵד עָלָיו רָשָׁע וְשָׂטָן יַעֲמֹד עַל־יְמִינֽוֹ׃ | 6 |
૬મારા શત્રુનો સામનો કરવા માટે એક દુષ્ટ માણસને નિયુક્ત કરો; તેને જમણે હાથે કોઈ અપ્રામાણિકને ઊભો રાખો.
בְּהִשָּׁפְטוֹ יֵצֵא רָשָׁע וּתְפִלָּתוֹ תִּֽהְיֶה לַחֲטָאָֽה׃ | 7 |
૭જ્યારે તે ન્યાય કરે, ત્યારે તે અપરાધી ઠરો; તેની પ્રાર્થના પાપરૂપ ગણાઓ.
יִֽהְיוּ־יָמָיו מְעַטִּים פְּקֻדָּתוֹ יִקַּח אַחֵֽר׃ | 8 |
૮તેના દિવસો થોડા થાઓ; તેનું સ્થાન બીજા કોઈ લઈ લો.
יִֽהְיוּ־בָנָיו יְתוֹמִים וְאִשְׁתּוֹ אַלְמָנָֽה׃ | 9 |
૯તેના સંતાનો અનાથ અને તેની પત્ની વિધવા થાઓ.
וְנוֹעַ יָנוּעוּ בָנָיו וְשִׁאֵלוּ וְדָרְשׁוּ מֵחׇרְבֽוֹתֵיהֶֽם׃ | 10 |
૧૦તેના સંતાનો રખડીને ભીખ માગો, ઉજ્જડ થયેલાં પોતાના ઘરોમાંથી તેઓને નસાડી મૂકવામાં આવે.
יְנַקֵּשׁ נוֹשֶׁה לְכׇל־אֲשֶׁר־לוֹ וְיָבֹזּוּ זָרִים יְגִיעֽוֹ׃ | 11 |
૧૧તેનો લેણદાર જોરજુલમથી તેનું બધું લઈ જાઓ; તેની મહેનતનું ફળ અજાણ્યા લૂંટી જાઓ.
אַל־יְהִי־לוֹ מֹשֵׁךְ חָסֶד וְֽאַל־יְהִי חוֹנֵן לִֽיתוֹמָֽיו׃ | 12 |
૧૨તેના પર દયા રાખનાર કોઈ ન રહો; તેનાં અનાથ બાળકો પર કોઈ કૃપા રાખનાર ન રહો.
יְהִֽי־אַחֲרִיתוֹ לְהַכְרִית בְּדוֹר אַחֵר יִמַּח שְׁמָֽם׃ | 13 |
૧૩તેના વંશજોનો ઉચ્છેદ થાઓ; આવતી પેઢીમાંથી તેનું નામ સંપૂર્ણપણે ભૂંસાઈ જાઓ.
יִזָּכֵר ׀ עֲוֺן אֲבֹתָיו אֶל־יְהֹוָה וְחַטַּאת אִמּוֹ אַל־תִּמָּֽח׃ | 14 |
૧૪તેના પિતૃઓનાં પાપ યહોવાહને યાદ રહો; અને તેની માતાનું પાપ માફ કરવામાં ન આવો.
יִהְיוּ נֶגֶד־יְהֹוָה תָּמִיד וְיַכְרֵת מֵאֶרֶץ זִכְרָֽם׃ | 15 |
૧૫તેનાં પાપો નિત્ય યહોવાહની નજરમાં રહો; યહોવાહ તેનું નામ પૃથ્વી પરથી ઉખેડી નાખે.
יַעַן אֲשֶׁר ׀ לֹא זָכַר עֲשׂוֹת חָסֶד וַיִּרְדֹּף אִישׁ־עָנִי וְאֶבְיוֹן וְנִכְאֵה לֵבָב לְמוֹתֵֽת׃ | 16 |
૧૬કારણ કે તેણે બીજાઓ પ્રત્યે દયા કરવાનું ચાહ્યું નહિ, પણ નિરુત્સાહીની હત્યા કરવા માટે અને ગરીબ તથા જરૂરતમંદને સતાવ્યા.
וַיֶּאֱהַב קְלָלָה וַתְּבוֹאֵהוּ וְֽלֹא־חָפֵץ בִּבְרָכָה וַתִּרְחַק מִמֶּֽנּוּ׃ | 17 |
૧૭બીજાઓને શાપ આપવામાં તે ખુશ હતો; માટે એ શાપ તેને લાગો. તે આશીર્વાદને ધિક્કારતો; તેથી તેના પર કોઈ આશીર્વાદ ન આવો.
וַיִּלְבַּשׁ קְלָלָה כְּמַדּוֹ וַתָּבֹא כַמַּיִם בְּקִרְבּוֹ וְכַשֶּׁמֶן בְּעַצְמוֹתָֽיו׃ | 18 |
૧૮તેણે વસ્ત્રની જેમ પોતાના શરીર પર શાપ ધારણ કર્યો હતો અને તેનો શાપ પાણીની માફક તેના અંતઃકરણમાં તેના હાડકામાં તેલની જેમ પ્રસરી જતો હતો.
תְּהִי־לוֹ כְּבֶגֶד יַעְטֶה וּלְמֵזַח תָּמִיד יַחְגְּרֶֽהָ׃ | 19 |
૧૯પહેરવાનાં વસ્ત્રની જેમ તે તેને આચ્છાદિત કરનાર થાઓ કમરબંધની જેમ તે સદા વીંટળાઈ રહો.
זֹאת פְּעֻלַּת שֹׂטְנַי מֵאֵת יְהֹוָה וְהַדֹּבְרִים רָע עַל־נַפְשִֽׁי׃ | 20 |
૨૦જેઓ મારા શત્રુ છે અને જેઓ મારા આત્માની વિરુદ્ધ બોલનાર છે, તેઓને યહોવાહ તરફથી આવો બદલો મળો.
וְאַתָּה ׀ יֱהֹוִה אֲדֹנָי עֲֽשֵׂה־אִתִּי לְמַעַן שְׁמֶךָ כִּי־טוֹב חַסְדְּךָ הַצִּילֵֽנִי׃ | 21 |
૨૧હે યહોવાહ, મારા પ્રભુ, તમે તમારા નામની ખાતર મારા માટે લડો. કેમ કે તમારી કૃપા ઉત્તમ છે, મારો બચાવ કરો.
כִּי־עָנִי וְאֶבְיוֹן אָנֹכִי וְלִבִּי חָלַל בְּקִרְבִּֽי׃ | 22 |
૨૨કેમ કે હું ગરીબ તથા દરિદ્રી છું અને મારું હૃદય ઊંડે સુધી ઘાયલ થયું છે.
כְּצֵל־כִּנְטוֹתוֹ נֶהֱלָכְתִּי נִנְעַרְתִּי כָּאַרְבֶּֽה׃ | 23 |
૨૩હું નમી ગયેલી છાયાના જેવો થઈ ગયો છું; મને તીડની જેમ ખંખેરી નાખવામાં આવે છે.
בִּרְכַּי כָּשְׁלוּ מִצּוֹם וּבְשָׂרִי כָּחַשׁ מִשָּֽׁמֶן׃ | 24 |
૨૪ઉપવાસથી મારાં ઘૂંટણ નબળા પડ્યાં છે; મારું માંસ પુષ્ટિ વિના ઘટી ગયું છે.
וַאֲנִי ׀ הָיִיתִי חֶרְפָּה לָהֶם יִרְאוּנִי יְנִיעוּן רֹאשָֽׁם׃ | 25 |
૨૫હું સર્વ માણસો માટે નિષ્ફળતાનું પ્રતીક બન્યો છું; જ્યારે તેઓ મને જુએ છે, ત્યારે તેઓ પોતાના માથાં હલાવે છે.
עׇזְרֵנִי יְהֹוָה אֱלֹהָי הוֹשִׁיעֵנִי כְחַסְדֶּֽךָ׃ | 26 |
૨૬હે યહોવાહ મારા ઈશ્વર, મને મદદ કરો; તમારી કૃપા પ્રમાણે મારો બચાવ કરો.
וְֽיֵדְעוּ כִּי־יָדְךָ זֹּאת אַתָּה יְהֹוָה עֲשִׂיתָֽהּ׃ | 27 |
૨૭તેઓ જાણે કે આ તમે કર્યું છે, હે યહોવાહ, તમે જ આ કર્યું છે,
יְקַֽלְלוּ־הֵמָּה וְאַתָּה תְבָרֵךְ קָמוּ ׀ וַיֵּבֹשׁוּ וְֽעַבְדְּךָ יִשְׂמָֽח׃ | 28 |
૨૮જો તેઓ મને શાપ આપે, તો કૃપા કરી તેમને આશીર્વાદ આપજો; જ્યારે તેઓ હુમલો કરે, ત્યારે તેઓ શરમાઈ જાઓ, પણ તમારો સેવક આનંદ કરે.
יִלְבְּשׁוּ שׂוֹטְנַי כְּלִמָּה וְיַעֲטוּ כַמְעִיל בׇּשְׁתָּֽם׃ | 29 |
૨૯મારા શત્રુઓ વસ્ત્રની જેમ બદનામીથી શરમ અનુભવો અને ઝભ્ભાની જેમ તેઓ શરમથી ઢંકાઈ જાઓ.
אוֹדֶה יְהֹוָה מְאֹד בְּפִי וּבְתוֹךְ רַבִּים אֲהַלְלֶֽנּוּ׃ | 30 |
૩૦હું વારંવાર યહોવાહનો આભાર માનીશ; હું ઘણા લોકોમાં તેમની સ્તુતિ ગાઈશ.
כִּֽי־יַעֲמֹד לִימִין אֶבְיוֹן לְהוֹשִׁיעַ מִשֹּׁפְטֵי נַפְשֽׁוֹ׃ | 31 |
૩૧કારણ કે દરિદ્રીના આત્માને અપરાધી ઠરાવનારાઓથી ઉદ્ધાર આપવાને માટે યહોવાહ તેને જમણે હાથે ઊભા રહેશે.