< תהילים 94 >
אל-נקמות יהוה אל נקמות הופיע | 1 |
૧હે બદલો વાળનાર ઈશ્વર, યહોવાહ, હે બદલો વાળનાર ઈશ્વર, અમારા પર પ્રકાશ પાડો.
הנשא שפט הארץ השב גמול על-גאים | 2 |
૨હે પૃથ્વીના ન્યાયાધીશ, ઊઠો, ગર્વિષ્ઠોને બદલો વાળી આપો.
עד-מתי רשעים יהוה עד-מתי רשעים יעלזו | 3 |
૩હે યહોવાહ, દુષ્ટો ક્યાં સુધી, ક્યાં સુધી દુષ્ટો જીત પ્રાપ્ત કરશે?
יביעו ידברו עתק יתאמרו כל-פעלי און | 4 |
૪તેઓ અભિમાની અને ઉગ્ર વાતો કરે છે અને તેઓ સર્વ બડાઈ મારે છે.
עמך יהוה ידכאו ונחלתך יענו | 5 |
૫હે યહોવાહ, તેઓ તમારા લોકો પર જુલમ કરે છે; તેઓ તમારા વારસાને દુ: ખ આપે છે.
אלמנה וגר יהרגו ויתומים ירצחו | 6 |
૬તેઓ વિધવાને અને વિદેશીઓને મારી નાખે છે અને તેઓ અનાથની હત્યા કરે છે.
ויאמרו לא יראה-יה ולא-יבין אלהי יעקב | 7 |
૭તેઓ કહે છે, “યહોવાહ જોશે નહિ, યાકૂબના ઈશ્વર ધ્યાન આપશે નહિ.”
בינו בערים בעם וכסילים מתי תשכילו | 8 |
૮હે અજ્ઞાની લોકો, તમે ધ્યાન આપો; મૂર્ખો, તમે ક્યારે બુદ્ધિમાન થશો?
הנטע אזן הלא ישמע אם-יצר עין הלא יביט | 9 |
૯જે કાનનો બનાવનાર છે, તે શું નહિ સાંભળે? જે આંખના રચનાર છે, તે શું નહિ જુએ?
היסר גוים הלא יוכיח המלמד אדם דעת | 10 |
૧૦જે દેશોને શિસ્તમાં રાખે છે, તે શું તમને સુધારશે નહિ? તે જ એક છે કે જે માણસને ડહાપણ આપે છે.
יהוה--ידע מחשבות אדם כי-המה הבל | 11 |
૧૧યહોવાહ માણસોના વિચારો જાણે છે, કે તે વ્યર્થ છે.
אשרי הגבר אשר-תיסרנו יה ומתורתך תלמדנו | 12 |
૧૨હે યહોવાહ, તમે જેને શિસ્તમાં રાખો છો, જેને તમે તમારા નિયમશાસ્ત્રમાંથી શીખવો છો, તે દરેક આશીર્વાદિત છે.
להשקיט לו מימי רע-- עד יכרה לרשע שחת | 13 |
૧૩દુષ્ટને માટે ખાડો ખોદાય ત્યાં સુધી તમે તેને સંકટના દિવસોમાંથી શાંતિ આપશો.
כי לא-יטש יהוה עמו ונחלתו לא יעזב | 14 |
૧૪કેમ કે યહોવાહ પોતાના લોકોને તરછોડશે નહિ તે પોતાના વારસાનો ત્યાગ કરશે નહિ.
כי-עד-צדק ישוב משפט ואחריו כל-ישרי-לב | 15 |
૧૫કારણ કે ન્યાયીકરણ ન્યાયીપણા તરફ પાછું વળશે; અને સર્વ યથાર્થ હૃદયવાળા તેને અનુસરશે.
מי-יקום לי עם-מרעים מי-יתיצב לי עם-פעלי און | 16 |
૧૬મારા બચાવમાં મારે માટે દુષ્કર્મીઓની સામે કોણ ઊઠશે? મારે માટે દુષ્ટની વિરુદ્ધ કોણ ઊભો રહેશે?
לולי יהוה עזרתה לי-- כמעט שכנה דומה נפשי | 17 |
૧૭જો યહોવાહે મારી સહાય કરી ન હોત તો મારો આત્મા વહેલો છાનો થઈ જાત.
אם-אמרתי מטה רגלי חסדך יהוה יסעדני | 18 |
૧૮જ્યારે મેં કહ્યું કે, “મારો પગ લપસી જાય છે,” ત્યારે, હે યહોવાહ, તમારી કૃપાએ મને પકડી લીધો છે.
ברב שרעפי בקרבי-- תנחומיך ישעשעו נפשי | 19 |
૧૯જ્યારે મારા અંતરમાં પુષ્કળ ચિંતા થાય છે, ત્યારે તમારા દિલાસાઓ મારા આત્માને ખુશ કરે છે.
היחברך כסא הוות יצר עמל עלי-חק | 20 |
૨૦દુષ્ટ અધિકારીઓ નિયમસર ઉપદ્રવ યોજે છે, તેઓ શું તારી સાથે મેળાપ રાખશે?
יגודו על-נפש צדיק ודם נקי ירשיעו | 21 |
૨૧તેઓ ન્યાયીઓની વિરુદ્ધ કાવતરાં રચે છે અને નિર્દોષને દોષિત ઠરાવીને તેઓને મૃત્યદંડ આપે છે.
ויהי יהוה לי למשגב ואלהי לצור מחסי | 22 |
૨૨પણ યહોવાહ મારો ઊંચો ગઢ છે અને મારા ઈશ્વર મારા આશ્રયના ખડક છે.
וישב עליהם את אונם-- וברעתם יצמיתם יצמיתם יהוה אלהינו | 23 |
૨૩તેમણે તેઓને તેઓનો અન્યાય વાળી આપ્યો છે અને તે તેઓની દુષ્ટતાને માટે તેઓનો સંહાર કરશે. યહોવાહ આપણા ઈશ્વર તેઓનો સંહાર કરશે.