< תהילים 86 >
תפלה לדוד הטה-יהוה אזנך ענני-- כי-עני ואביון אני | 1 |
૧દાઉદની પ્રાર્થના. હે યહોવાહ, સાંભળીને મને ઉત્તર આપો, કારણ કે હું દીન તથા દરિદ્રી છું.
שמרה נפשי כי-חסיד אני הושע עבדך אתה אלהי-- הבוטח אליך | 2 |
૨મારું રક્ષણ કરો, કેમ કે હું વફાદાર છું; હે મારા ઈશ્વર, તમારા પર ભરોસો રાખનાર તમારા સેવકને બચાવો.
חנני אדני כי אליך אקרא כל-היום | 3 |
૩હે પ્રભુ, મારા પર દયા કરો, કારણ કે આખો દિવસ હું તમને અરજ કરું છું.
שמח נפש עבדך כי אליך אדני נפשי אשא | 4 |
૪તમારા સેવકને આનંદ આપો, કેમ કે, હે પ્રભુ, હું તમારા પર મારું અંતઃકરણ લગાડું છું.
כי-אתה אדני טוב וסלח ורב-חסד לכל-קראיך | 5 |
૫હે પ્રભુ, તમે ઉત્તમ અને ક્ષમા કરનાર છો અને સહાયને માટે તમને પ્રાર્થના કરનારા પર તમે ઘણા કૃપાળુ છો.
האזינה יהוה תפלתי והקשיבה בקול תחנונותי | 6 |
૬હે યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો; મારી વિનંતી સાંભળો.
ביום צרתי אקראך כי תענני | 7 |
૭મારા સંકટના સમયે હું તમને પોકાર કરીશ, કેમ કે તમે મને ઉત્તર આપશો.
אין-כמוך באלהים אדני ואין כמעשיך | 8 |
૮હે પ્રભુ, દેવોમાં તમારા જેવો કોઈ નથી. તમારા જેવા પરાક્રમો કોઈનાં નથી.
כל-גוים אשר עשית--יבואו וישתחוו לפניך אדני ויכבדו לשמך | 9 |
૯હે પ્રભુ, જે સર્વ પ્રજાઓને તમે ઉત્પન્ન કરી છે, તેઓ આવીને તમારી આગળ નમશે. તેઓ તમારા નામનો મહિમા ગાશે.
כי-גדול אתה ועשה נפלאות אתה אלהים לבדך | 10 |
૧૦કારણ કે તમે મહાન છો અને અદ્દભુત કાર્યો કરનાર છો; તમે જ એકલા ઈશ્વર છો.
הורני יהוה דרכך-- אהלך באמתך יחד לבבי ליראה שמך | 11 |
૧૧હે યહોવાહ, તમે તમારા માર્ગ શીખવો. પછી હું તમારા સત્ય માર્ગ પર ચાલીશ. તમારો આદર કરવાને મારા હૃદયને એકાગ્ર કરો.
אודך אדני אלהי--בכל-לבבי ואכבדה שמך לעולם | 12 |
૧૨હે પ્રભુ, મારા ઈશ્વર, મારા પૂરા હૃદયથી હું તમારી સ્તુતિ કરીશ; હું તમારા નામને સર્વદા મહિમા આપીશ.
כי-חסדך גדול עלי והצלת נפשי משאול תחתיה (Sheol ) | 13 |
૧૩કારણ કે મારા પર તમારી કૃપા પુષ્કળ છે; તમે શેઓલનાં ઊંડાણથી મારી રક્ષા કરી છે. (Sheol )
אלהים זדים קמו-עלי ועדת עריצים בקשו נפשי ולא שמוך לנגדם | 14 |
૧૪હે ઈશ્વર, ઘમંડી માણસો મારી સામા ઊઠ્યા છે. અને ક્રૂર માણસો મારો સંહાર કરવા માટે મારી પાછળ પડ્યા છે. તેઓ તમારું સન્માન કરતા નથી.
ואתה אדני אל-רחום וחנון ארך אפים ורב-חסד ואמת | 15 |
૧૫પણ, હે પ્રભુ, તમે તો દયાથી તથા કરુણાથી ભરપૂર, ક્રોધ કરવામાં ધીમા અને કૃપા તથા સત્યતાથી પરિપૂર્ણ, એવા ઈશ્વર છો.
פנה אלי וחנני תנה-עזך לעבדך והושיעה לבן-אמתך | 16 |
૧૬મારી તરફ ફરો અને મારા પર દયા કરો; તમારા આ દાસને તમારું સામર્થ્ય આપો; તમારી દાસીના દીકરાને બચાવો.
עשה-עמי אות לטובה ויראו שנאי ויבשו-- כי-אתה יהוה עזרתני ונחמתני | 17 |
૧૭તમારી ભલાઈનું ચિહ્ન મને આપો. પછી જેઓ મને ધિક્કારે છે તેઓ જોઈને શરમાઈ જશે કેમ કે, હે યહોવાહ, તમે મને મદદ કરી છે અને દિલાસો આપ્યો છે.