< תהילים 85 >

למנצח לבני-קרח מזמור ב רצית יהוה ארצך שבת שבות (שבית) יעקב 1
મુખ્ય ગવૈયાને માટે. કોરાના દીકરાઓનું ગીત. હે યહોવાહ, તમારા દેશ પર તમે તમારી કૃપા દર્શાવી છે. અને તમે યાકૂબના બંદીઓને આ દેશમાં પાછા મોકલી આપ્યા છે.
נשאת עון עמך כסית כל-חטאתם סלה 2
તમારા લોકોનાં પાપો તમે માફ કર્યા છે; અને તમે તેઓનાં બધાં પાપોનું પ્રાયશ્ચિત કર્યુ છે.
אספת כל-עברתך השיבות מחרון אפך 3
તેથી હવે તમારા કોપનો; ભસ્મ કરનારા ક્રોધનો અંત આવ્યો છે.
שובנו אלהי ישענו והפר כעסך עמנו 4
હે મારા ઈશ્વર, અમારા ઉદ્ધારનાર, તમારા પર પ્રેમ કરવામાં તમે અમને સંસ્થાપિત કરો. જેથી ફરી કદી તમારે અમારા ઉપર ક્રોધિત ન થવું પડે.
הלעולם תאנף-בנו תמשך אפך לדר ודר 5
શું તમે સદા અમારા પર કોપાયમાન રહેશો? શું તમારો કોપ પેઢી દર પેઢી લંબાવાશો?
הלא-אתה תשוב תחינו ועמך ישמחו-בך 6
શું તમે અમને ફરી પુનર્જીવિત નહિ કરો? ત્યારે તમારા લોકો તમારામાં આનંદ કરશે.
הראנו יהוה חסדך וישעך תתן-לנו 7
તમારો પ્રેમ અને દયા, અમારા ઉપર રેડી દો. અને યહોવાહ અમારો ઉદ્ધાર કરો.
אשמעה-- מה-ידבר האל יהוה כי ידבר שלום--אל-עמו ואל-חסידיו ואל-ישובו לכסלה 8
યહોવાહ ઈશ્વર જે કહે છે તે હું કાળજી પૂર્વક સાંભળું છું, કેમ કે તે પોતાના લોકોની સાથે તથા તેમના વફાદાર અનુયાયીઓની સાથે શાંતિથી વર્તે. પરંતુ તેઓ મૂર્ખાઈ તરફ પાછા ફરી ન જાય.
אך קרוב ליראיו ישעו לשכן כבוד בארצנו 9
જેઓ તેમનો ભય રાખે છે તેઓનો ઈશ્વર ઉદ્ધાર કરે છે; બહુ જલદી અમારી ભૂમિ પર અમે માનપૂર્વક રહીશું.
חסד-ואמת נפגשו צדק ושלום נשקו 10
૧૦કૃપા અને સત્યતા એકબીજાની સાથે મળેલી છે; ન્યાયીપણાએ તથા શાંતિએ એકબીજાને ચુંબન કર્યુ છે.
אמת מארץ תצמח וצדק משמים נשקף 11
૧૧પૃથ્વીમાંથી સત્ય ઉપર ઊંચે જાય છે. અને ન્યાયીપણું આકાશમાંથી વરસશે.
גם-יהוה יתן הטוב וארצנו תתן יבולה 12
૧૨હા, યહોવાહ સારા આશીર્વાદ આપશે; અને આપણો દેશ મબલખ પાક ઉપજાવશે.
צדק לפניו יהלך וישם לדרך פעמיו 13
૧૩તેમનું ન્યાયીપણું આગળ ચાલશે, અને તેમનાં પગલાં આપણે માટે માર્ગ તૈયાર કરે છે.

< תהילים 85 >