< תהילים 83 >
שיר מזמור לאסף ב אלהים אל-דמי-לך אל-תחרש ואל-תשקט אל | 1 |
૧ગાયન, આસાફનું ગીત. હે ઈશ્વર, તમે છાના ન રહો! હે ઈશ્વર, અમારી અવગણના ના કરશો અને સ્થિર રહો.
כי-הנה אויביך יהמיון ומשנאיך נשאו ראש | 2 |
૨જુઓ, તમારા શત્રુઓ હુલ્લડ મચાવે છે અને જેઓ તમને ધિક્કારે છે તેમણે તમારી સામે માથું ઊંચું કર્યું છે.
על-עמך יערימו סוד ויתיעצו על-צפוניך | 3 |
૩તેઓ તમારા લોકો વિરુદ્ધ કપટભરી યોજનાઓ કરે છે અને તમારા લોક જેઓ તમને મૂલ્યવાન છે, તેઓની વિરુદ્ધ પ્રપંચ રચે છે.
אמרו--לכו ונכחידם מגוי ולא-יזכר שם-ישראל עוד | 4 |
૪તેઓએ કહ્યું છે, “ચાલો, પ્રજા તરીકેના તેમના અસ્તિત્વનો આપણે સંપૂર્ણ નાશ કરીએ. જેથી ઇઝરાયલના નામનું સ્મરણ હવે પછી કદી રહે નહિ.”
כי נועצו לב יחדו עליך ברית יכרתו | 5 |
૫તેઓએ એકસાથે મસલત કરી છે; તેઓ તમારી વિરુદ્ધ કરાર કરે છે.
אהלי אדום וישמעאלים מואב והגרים | 6 |
૬તંબુમાં રહેનાર અદોમીઓ, ઇશ્માએલીઓ, મોઆબીઓ તથા હાગ્રીઓ,
גבל ועמון ועמלק פלשת עם-ישבי צור | 7 |
૭ગબાલ, આમ્મોન, અમાલેક; તૂર દેશના લોકો અને પલિસ્તીઓ પણ કરાર કરે છે.
גם-אשור נלוה עמם היו זרוע לבני-לוט סלה | 8 |
૮તેઓની સાથે આશ્શૂર પણ સામેલ થાય છે; તેઓએ લોતના વંશજોને સહાય કરી છે. (સેલાહ)
עשה-להם כמדין כסיסרא כיבין בנחל קישון | 9 |
૯તમે જે મિદ્યાન સાથે કર્યું, જેમ કીશોન નદી પર સીસરા તથા યાબીન સાથે કર્યું, તેમ તેઓની સાથે કરો.
נשמדו בעין-דאר היו דמן לאדמה | 10 |
૧૦એન-દોરમાં તેઓ નાશ પામ્યા અને ભૂમિના ખાતર જેવા થઈ ગયા.
שיתמו נדיבימו כערב וכזאב וכזבח וכצלמנע כל-נסיכימו | 11 |
૧૧તેઓના સરદારોને ઓરેબ તથા ઝએબના જેવા અને તેઓના સર્વ રાજકુમારોને ઝેબાહ તથા સાલ્મુન્ના જેવા કરો.
אשר אמרו נירשה לנו-- את נאות אלהים | 12 |
૧૨તેઓએ કહ્યું, “ચાલો આપણે પોતાને માટે ઈશ્વરના નિવાસસ્થાનને પ્રાપ્ત કરીએ.”
אלהי שיתמו כגלגל כקש לפני-רוח | 13 |
૧૩હે મારા ઈશ્વર, તેઓને વંટોળિયાની ધૂળ જેવા, પવનથી ઊડતાં ફોતરાં જેવા કરો.
כאש תבער-יער וכלהבה תלהט הרים | 14 |
૧૪જેમ અગ્નિ જંગલોને ભસ્મ કરે છે અને આગ પર્વતોને સળગાવે તેમ વિનાશ કરો.
כן תרדפם בסערך ובסופתך תבהלם | 15 |
૧૫તમારા વંટોળિયાઓથી અને તમારા તોફાનોથી તેમનો પીછો કરો અને તેમને ત્રાસ પમાડો.
מלא פניהם קלון ויבקשו שמך יהוה | 16 |
૧૬બદનામીથી તેઓ પોતાનાં મુખ સંતાડે કે જેથી, હે યહોવાહ, તેઓ તમારું નામ શોધે.
יבשו ויבהלו עדי-עד ויחפרו ויאבדו | 17 |
૧૭તેઓ હંમેશા લજ્જિત થાઓ અને ગૂંચવાઈ જાઓ; તેઓ અપમાનિત થાઓ અને નાશ પામો.
וידעו-- כי-אתה שמך יהוה לבדך עליון על-כל-הארץ | 18 |
૧૮જેથી તેઓ જાણે કે તમે એકલા જ યહોવાહ છો, તમે એકલા જ સમગ્ર પૃથ્વી પર પરાત્પર ઈશ્વર છો.