< תהילים 72 >
לשלמה אלהים--משפטיך למלך תן וצדקתך לבן-מלך | 1 |
૧સુલેમાનનું (ગીત.) હે ઈશ્વર, તમે રાજાને ન્યાય કરવાનો અધિકાર આપો, રાજાના પુત્રને તમારું ન્યાયીપણું આપો.
ידין עמך בצדק וענייך במשפט | 2 |
૨તે ન્યાયીપણાથી તમારા લોકોનો ન્યાય અને નિષ્પક્ષપાતથી તમારા દીનોનો ઇનસાફ કરશે.
ישאו הרים שלום לעם וגבעות בצדקה | 3 |
૩પર્વતો લોકોને શાંતિ આપો; ડુંગરો ન્યાયીપણું આપો.
ישפט עניי-עם--יושיע לבני אביון וידכא עושק | 4 |
૪તે લોકોમાંના ગરીબોનો ન્યાય કરશે; તે દરિદ્રીઓના દીકરાઓને બચાવશે અને જુલમગારને છૂંદી નાખશે.
ייראוך עם-שמש ולפני ירח דור דורים | 5 |
૫સૂર્ય તથા ચંદ્ર રહે ત્યાં સુધી તેઓ પેઢી દરપેઢી તમારી બીક રાખશે.
ירד כמטר על-גז כרביבים זרזיף ארץ | 6 |
૬જેમ કાપેલા ઘાસ પર વરસાદ વરસે છે, અને જેમ પૃથ્વીને સિંચનારા ઝાપટાં થાય છે, તેમ તેની ઉન્નતિ થતી રહેશે.
יפרח-בימיו צדיק ורב שלום עד-בלי ירח | 7 |
૭તેના દિવસોમાં ન્યાયીઓ ખીલશે અને ચંદ્ર જતો રહેશે, ત્યાં સુધી પુષ્કળ શાંતિ રહેશે.
וירד מים עד-ים ומנהר עד-אפסי-ארץ | 8 |
૮વળી તે સમુદ્રથી સમુદ્ર સુધી અને નદીથી તે પૃથ્વીના છેડા સુધી રાજ કરશે.
לפניו יכרעו ציים ואיביו עפר ילחכו | 9 |
૯જેઓ અરણ્યમાં રહે છે, તેઓ તેમની આગળ નમશે; તેમના શત્રુઓ ધૂળ ચાટશે.
מלכי תרשיש ואיים מנחה ישיבו מלכי שבא וסבא אשכר יקריבו | 10 |
૧૦તાર્શીશના રાજાઓ અને દરિયાકિનારાનાં રાજાઓ ખંડણી આપશે; શેબા તથા સબાના રાજાઓ નજરાણાં કરશે.
וישתחוו-לו כל-מלכים כל-גוים יעבדוהו | 11 |
૧૧સર્વ રાજાઓ તેમની આગળ પ્રણામ કરશે; સર્વ દેશનાઓ તેમની સેવા કરશે.
כי-יציל אביון משוע ועני ואין-עזר לו | 12 |
૧૨કારણ કે દરિદ્રી પોકાર કરે, ત્યારે તે તેને સહાય કરશે અને દુઃખી જેનો કોઈ મદદગાર નથી તેનો તે બચાવ કરશે.
יחס על-דל ואביון ונפשות אביונים יושיע | 13 |
૧૩તે લાચાર તથા દરિદ્રીઓ ઉપર દયા બતાવશે અને દરિદ્રીઓના આત્માનો બચાવ કરશે.
מתוך ומחמס יגאל נפשם וייקר דמם בעיניו | 14 |
૧૪તે તેઓના આત્માઓને જુલમ તથા બળાત્કારથી છોડાવશે અને તેમની દ્રષ્ટિમાં તેઓનું લોહી મૂલ્યવાન થશે.
ויחי-- ויתן-לו מזהב שבא ויתפלל בעדו תמיד כל-היום יברכנהו | 15 |
૧૫રાજા જીવશે! તેમને શેબાનું સોનું આપવામાં આવશે. લોકો તેના માટે નિત્ય પ્રાર્થના કરશે; ઈશ્વર તેમને આખો દિવસ આશીર્વાદ આપશે.
יהי פסת-בר בארץ-- בראש הרים ירעש כלבנון פריו ויציצו מעיר כעשב הארץ | 16 |
૧૬દેશમાં પર્વતોનાં શિખરો પર પુષ્કળ ધાન્ય પાકશે; તેનાં ફળ લબાનોનનાં ફળ જેવાં ઝૂલશે અને નગરના રહેવાસીઓ ઘાસની જેમ વધશે.
יהי שמו לעולם-- לפני-שמש ינין (ינון) שמו ויתברכו בו כל-גוים יאשרוהו | 17 |
૧૭રાજાનું નામ સર્વદા રહેશે; સૂર્ય તપે ત્યાં સુધી તેમનું નામ ટકશે; તેમનામાં લોકો આશીર્વાદ પામશે. સર્વ દેશનાઓ તેમની સ્તુતિ કરશે.
ברוך יהוה אלהים--אלהי ישראל עשה נפלאות לבדו | 18 |
૧૮યહોવાહ ઈશ્વરની, ઇઝરાયલના ઈશ્વરની, સ્તુતિ થાઓ, એકલા તે જ આશ્ચર્યકારક કામો કરે છે.
וברוך שם כבודו-- לעולם וימלא כבודו את-כל הארץ-- אמן ואמן | 19 |
૧૯સર્વકાળ માટે તેમના ગૌરવી નામને પ્રશંસા હોજો અને આખી પૃથ્વી તેમના મહિમાથી ભરપૂર થાઓ. આમીન તથા આમીન.
כלו תפלות-- דוד בן-ישי | 20 |
૨૦યિશાઈના પુત્ર દાઉદની પ્રાર્થનાઓ પૂર્ણ થઈ છે.